કોરોના મહામારીના કારણે ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી રહી છે. ઘરે કામ કરવા માટે લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને ઓફિસ ટેબલ સહિત ઘણી વસ્તુઓ ખરીદવી પડી છે. કેટલીક કંપનીઓએ પોતાના ખર્ચે કર્મચારીઓના ઘરે આ સુવિધાઓ પૂરી પાડી છે, જ્યારે કેટલીક કંપનીઓએ ખર્ચને રિઇમ્બર્સ કરી છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એ સવાલ થાય છે કે કંપનીમાંથી મળેલા રિઇમ્બર્સ પર ટેક્સ લાગશે કે નહીં? CA અભય શર્મા (પૂર્વ અધ્યક્ષ ઈન્દોર ચાર્ટર્ડ અકાઉન્ટ શાખા) જણાવી રહ્યા છે તેનાથી સંબંધિત મહત્ત્વની જાણકારી...
કર્મચારીએ આ રકમ પર ટેક્સ ભરવાનો રહેશે નહીં
CA અભય શર્મા જણાવી રહ્યા છે કે, રિઇમ્બર્સની રકમ પર ટેક્સ વસૂલવામાં આવતો નથી કેમ કે, તે તમારી ઈન્કમનો ભાગ નથી. તે તમારા CTCમાં સામેલ નથી. જો તમારી કંપની તમને વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ આપી રહી છે તો તેને કંપનીનો ખર્ચ માનવામાં આવશે, પરંતુ તમારી ઈન્કમમાં તેને સામેલ કરવામાં નહીં આવે. તેથી તે ટેક્સેબલ નહીં હોય.
બિલ આપવું જરૂરી
જો કંપની તમને રિઇમ્બર્સના પૈસા આપે છે તો કર્મચારીએ જે પણ વસ્તુ ખરીદી છે, તેનું બિલ આપવું જરૂરી હોય છે. જો તમારી કંપની તમને વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ આપી રહી છે અને તમને પૂછતી નથી કે તમે તેનો ખર્ચ કર્યો છે કે નહીં અથવા તમે કંપનીને વસ્તુનું બિલ નથી આપતા તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડી શકે છે. તેથી કોઈપણ વસ્તુનું બિલ કંપનીનમાં જરૂરથી બતાવવું જેથી કંપની તેને પોતાના ખર્ચમાં બતાવી શકે.
આ અંગે ઈન્કમ ટેક્સનો નિયમ શું કહે છે?
અભય શર્માના અનુસાર, વર્ક ફ્રોમ હોમ રિઇમ્બર્સ માટે અલગથી કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી પરંતુ જે રીતે કંપની પોતાના કોઈ કર્મચારીને કોઈ કામથી બીજા શહેરમાં મોકલે છે અને તેના માટે કર્મચારીને રકમ ઉપલબ્ધ કરાવે છે તો આ રકમને કર્મચારીની ઈન્કમનો હિસ્સો માનવામાં આવશે નહીં કેમ કે આ ખર્ચ કંપનીના કામ માટે કરવામાં આવ્યો છે. તેવી જ રીતે રિઇમ્બર્સની રકમને પણ કર્મચારીની ઈન્કમનો હિસ્સો માનવામાં આવશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.