- Gujarati News
- Utility
- If You Have Also Forgotten The Registered Mobile Number Of Your Aadhaar Card, Follow This Process
કામની વાત:જો તમે પણ તમારા આધાર કાર્ડનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ભૂલી ગયા હોવ તો ફોલો કરો આ પ્રોસેસ
- સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું
શું તમે પણ ભૂલી ગયા છો કે તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબટ એન્ટર છે...? હવે તમે ફક્ત 2 મિનિટમાં તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિશે જાણી શકો છો. અત્યારે તમામ કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આવી સ્થિતિમાં તમને એ ખબર હોવી જોઈએ કે તમારા આધારમાં કયો નંબર રજિસ્ટર્ડ છે. ભલે તમારે ઘરનું કોઈ કામ હોય અથવા બેંક સાથે જોડાયેલ કોઈપણ કામ હોય તમામ જગ્યાએ આધારનો ઉપયોગ થાય છે. જાણો તમારા આધારમાં કયો નંબર રજિસ્ટર્ડ છે.
ફોલો કરો આ પ્રોસેસ-
- સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું
- આ વેબસાઈટની ડેશબોર્ડ પર ઘણી બધી કેટેગરી છે.
- અહીં My Aadhar કેટેગરીમાં જવું
- આ કેટેગરીમાં Aadhar Servicesનો ઓપ્શન દેખાશે.
- આ ઓપ્શનને ક્લિક કર્યા બાદ Verify Email/Mobile Numberની એક નવી વિન્ડો ઓપન થશે.
- આ વિન્ડોમાં તમારે આધાર નંબર અને તેની નીચે બોક્સમાં મોબાઈલ નંબર એન્ટર કરવો.
- ત્યારબાદ કેપ્ચા એન્ટર કર્યા બાદ OTP જનરેટ થશે, જેવું તમે OTP જનરેટ કરશો એક એક મેસેજ આવશે.
- જો તમારો નંબર પહેલાથી રજિસ્ટર્ડ છે તો મેસેજમાં લખેલું હશે— The Mobile you have entered already verified with our records. એટલે કે તમારો નંબર પહેલાથી આધાર સાથે રજિસ્ટર્ડ છે.
- જો મોબાઈલ નંબર પહેલાથી રજિસ્ટર્ડ નથી તો મેસેજમાં લખેલું હશે- The Mobile number you had entered does not match with our records.તેનાથી એ ખબર પડી જશે કે તમારો કોઈ બીજો મોબાઈલ નંબર આધારની સાથે લિંક થયેલો છે. મોબાઈલ નંબરની જેમ રજિસ્ટર્ડ ઈ-મેલ IDને પણ ચેક કરવા માટે તમારે આ જ ફોર્મ્યુલા પર કામ કરવું પડશે. એટલે કે ઈ-મેલ IDને આવી રીતે એન્ટર કરી રજિસ્ટ્રેશનની જાણકારી લઈ શકો છો.
જાણો નવા આધારની ખાસિયત
તમને જણાવી દઈએ કે, UIDAIની તરફથી એક નવા આધાર કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આધાર PVC કાર્ડ સંપૂર્ણ રીતે વોટર પ્રૂફ, આકર્ષક પ્રિન્ટ અને લેમિનેટેડ છે. તમે હવે તેને દરેક જગ્યાએ લઈ જઈ શકો છો, તેને વરસાદથી પણ નુકસાન નહીં થાય.
તમારા આધાર PVCને ઓનલાઈન ઓર્ડર કરીને મગાવી શકો છો. તેમજ પ્લાસ્ટિક કાર્ડ રૂપમાં નવું આધાર ટકાઉ છે, દેખાવમાં આકર્ષક છે અને લેટેસ્ટ સિક્યોરિટી ફિચર્સથી સજ્જ છે. સિક્યોરિટી ફિચર્સમાં હોલોગ્રામ, ગિલોચ પેટર્ન, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોટેક્સ્ટ હશે. આ કાર્ડને બનાવવા માટે 50 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.