તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If You Have Also Done FD, Take Special Care Of These 5 Things, Otherwise It May Be Your Turn To Suffer Loss.

જાણકારી:જો તમે પણ FD કરાવી હોય તો આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો નુકસાન વેઠવાનો વારો આવી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણા દેશમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાનું લોકો સૌથી વધુ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે, તે એક સુરક્ષિત અને નિશ્વિત રિટર્ન આપતું રોકાણ છે. જો કે, FDમાં રોકાણ કરતાં પહેલા તેનાથી સંબંધિત કેટલીક બાબતોની જાણકારી તમને હોવી જોઈએ. આજે અમે તમને FD વિશે એવી 5 બાબતો વિશે જણાવી રહ્યા છીએ જે તમારા માટે જરૂરી છે.

સમય પહેલા FD તોડાવવા પર પેનલ્ટી આપવી પડશે
જો તમે સમય પહેલાં FD બ્રેક કરો છો તો તમને જે દરે FD ખોલાવી હશે એટલા દરે વ્યાજ નહીં મળે. જેમ કે, 1 લાખની FD પર તમને વાર્ષિક 6 ટકા વ્યાજ મળે છે, પરંતુ તમે તેને 6 મહિના બાદ તોડો છો તો 6 મહિનાની FD પર 5 ટકા જ વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે તો આવી સ્થિતિમાં બેંક તમારા પૈસા પર 5 ટકાના દરે વ્યાજ આપશે, 6 ટકાના દરે વ્યાજ નહીં આપે.

દેશની સૌથી મોટી બેંક SBIના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા સુધી FD કરાવે છે તો, તો FD મેચ્યોર થતા પહેલા તેને બ્રેક કરવા પર 0.50 ટકા સુધી પેનલ્ટી ચૂકવવી પડશે. આ પ્રકારે 5 લાખથી વધારે અને એક કરોડથી ઓછી FD પર 1 ટકા પેનલ્ટી સમય પહેલાં બ્રેક કરવા પર આપવી પડશે. સમયગાળાના હિસાબથી વ્યાજ સુનિશ્ચિત કર્યા બાદ તેમાં FDની રકમના હિસાબથી 0.50 ટકા અથવા 1 ટકા વ્યાજની કપાત કરીને તમને પૈસા આપવામાં આવે છે. મોટાભાગની બેંક 1 ટકા સુધી પેનલ્ટી વસૂલે છે.

FD પર પણ ટેક્સ આપવો પડે છે
તમારી ફિક્સ્ડ ડિપોઝિટ પર થતી વ્યાજની આવક પર ઈન્કમ ટેક્સ સ્લેબના અનુસાર ટેક્લ લાગે છે. જો FD પર મેળલ વ્યાજ એક નાણાકીય વર્ષમાં 10 હજાર કરતા વધારે છે, તો તે વ્યાજ પર TDS ડિડક્શન થાય છે. તે કુલ મળેલા વ્યાજના 10% હશે. સિનિયર સિટીઝન માટે આ લિમિટ 50 હજારની છે. જો કે, તમારી આવક ટેક્સેબલ રેન્જ કરતાં ઓછી છે તો તમે FD પર TDS ડિડક્શન ન કરવા માટે બેંકને ફોર્મ 15G અને 15H સબમિટ કરી શકો છો.

FD પર લોન લઈ શકાય છે
તમે તમારી FD પર લોન પણ લઈ શકો છો. તેના અંતર્ગત FDની વેલ્યુના 90 ટકા સુધી તમે લોન લઈ શકો છો. ધારો કે તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો તમને 1 લાખ 35 હજાર રૂપિયા લોન મળી શકે છે. જો તમે FD પર લોન લો છો તો તમારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતા 1-2% વધારે વ્યાજ ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તમારી FD પર 4% વ્યાજ મળી રહ્યું છે તો તમને 6%ના વ્યાજ દરે લોન મળી શકે છે.

FD પર ક્રેડિટ કાર્ડ લઈ શકાય છે
મોટાભાગની બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ક્રેડિટ કાર્ડ આપે છે. બેંકમાં FDની રકમના 80-85% સુધી ક્રેડિટ લિમિટવાળા ક્રેડિટ કાર્ડ મળી શકે છે. જેમની પાસે કોઈ ક્રેડિટ સ્કોર ન હોય અથવા જેમનો ક્રેડિટ સ્કોર ઓછો હોય છે તેમના માટે આ ઓફર સારી છે. FD પર ક્રેડિટ કાર્ડ લેવાથી બેંક તમારી ડિપોઝિટને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલ ખર્ચ માટે સિક્યોરિટી તરીકે લે છે.

FD પર 5 લાખ સુધીનો ઈન્શ્યોરન્સ મળે છે
FDમાં તમારા પૈસા સુરક્ષિત રહેશે. જમા રકમ પર 5 લાખ રૂપિયા સુધીની વીમા સુવિધા મળે છે. તેનો અર્થ એ થયો કે જો કોઈ કન્ડિશનમાં બેંક ડિફોલ્ટ થઈ જાય તો તમારા 5 લાખ રૂપિયા પર સરકારી ગેરંટી હશે. એટલે કે ડિફોલ્ટ કેસમાં પણ 5 લાખ રૂપિયા તમને મળી જશે.