ફાયદો / 21 હજાર રૂપિયા સુધીનો પગાર હોય તો આ મહિનાથી 1% વધુ સેલરી મળશે

If you have a salary of 21 thousand rupees, you will get 1% more salary from this month

Divyabhaskar.com

Jul 09, 2019, 04:02 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમે ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યાં હો અને તમારો પગાર 21 હજાર રૂપિયા સુધી હોય તો તમને ઓગસ્ટ મહિનાથી વધુ પગાર મળશે. સરકારે કર્મચારી સ્ટેટ ઇન્શ્યોરન્સ (ESI) યોજના હેઠળ કર્મચારીઓના પગારમાંથી થતાં યોગદાનમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણય 1 જુલાઇથી અમલમાં આવ્યો છે. આ ઘટાડા બાદ કર્મચારીઓને ઓગસ્ટ મહિનાથી વધુ પગાર મળશે. આનાથી મહત્તમ 210 રૂપિયાનો ફાયદો થશે. લોકસભામાં માહિતી આપતાં શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, ફાળો ઘટાડ્યા પછી કર્મચારીઓને આરોગ્ય સુવિધાઓ મળવામાં કોઈ ઘટાડો નહીં થાય. ESI પાસે 70 હજાર કરોડ રૂપિયા છે અને હેલ્થકેર સુવિધાઓ પૂરી પાડવામાં ભંડોળની કોઈ તંગી નડશે નહીં.


કેટલો ફાયદો થશે?

  • ગયા મહિને ESI ફાળાના રૂપમાં 6.5% કપાતા હતા. તેમાં 1.75% કર્મચારીઓ અને 4.75% ભાગ એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતો હતો.
  • હવે આ ફાળો તેને 6.5%થી ઘટાડીને 4% કરવામાં આવ્યો છે. હવે કર્મચારીઓના ભાગમાંથી 0.75% કપાશે, જ્યારે કે નોકરીદાતાએ 3.25% ફાળો આપવો પડશે. તેથી, હવે કર્મચારીઓના કુલ વેતનમાં 1%નો વધારો થશે.
  • ધારો કે કોઈ કર્મચારીને દર મહિને 21 હજાર રૂપિયા પગાર મળી રહ્યો છે તો 1%ના દરે તેને મહત્તમ 210 રૂપિયાનો લાભ થશે. એટલે કે જુલાઈથી તેનો પગાર 210 રૂપિયા વધશે.
  • યોગદાનમાં કપાતનો લાભ રોજગારદાતાઓને પણ મળશે. હવે તેમણે ESI યોગદાન માટે ઓછા પૈસા ચૂકવવા પડશે. આનાથી કંપનીનો નાણાકીય બોજ ઘટશે અને તેમને કાર્યક્ષમતામાં સુધાર લાવવામાં મદદ મળશે.

ESIનો લાભ કોને મળે છે?

  • ESI યોજનાનો લાભ એ કર્મચારીઓને મળે છે જેની માસિક આવક 21 હજાર રૂપિયાથી ઓછી હોય અને જે ઓછામાં ઓછી 10 કર્મચારીઓ ધરાવતી કંપનીમાં કામ કરતા હોય.
  • વર્ષ 2016 સુધી માસિક આવકની મર્યાદા 15 હજાર રૂપિયા હતી, જે 1 જાન્યુઆરી 2017થી વધારીને 21 હજાર કરવામાં આવી હતી. 31 માર્ચ 2016 સુધી ESICના 2.1 કરોડ સભ્યો હતા અને આશરે 6 કરોડ લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળી રહ્યો હતો.
X
If you have a salary of 21 thousand rupees, you will get 1% more salary from this month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી