તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If You Have A Ration Card, Now Rations Will Come At Home, Now You Don't Have To Stand In Long Lines

રાશન કાર્ડ ધારકોને રાહત:તમારી પાસે રાશનકાર્ડ છે તો હવે ઘરેબેઠા રાશન આવશે, હવે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration app’ લોન્ચ કરવામાં આવી. - Divya Bhaskar
રાશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration app’ લોન્ચ કરવામાં આવી.
  • કેન્દ્ર સરકારની તરફથી રાશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration app’ લોન્ચ કરવામાં આવી
  • આ એપની મદદથી તમને રાશન લેવામાં સરળતા રહેશે

વે તમારે રાશન લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ઘરેબેઠા તમારા મોબાઈલ દ્વારા જ રાશન બુક કરાવી શકો છો. કેન્દ્ર સરકારની તરફથી રાશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration app’ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી તમને રાશન લેવામાં સરળતા રહેશે. મેરા રાશન એપ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો હિસ્સો છે. જાણો કેવી રીતે ઘરેબેઠા તમે રાશન બુક કરાવી શકો છો.

​​​​​​​મેરા રાશન એપ ડાઉનોલડ કરો

  • સૌથી પહેલા Google Play Store પર જવું.
  • ત્યારબાદ સર્ચ બોક્સમાં મેરા રાશન એપ સર્ચ કરો
  • મેરા રાશન એપને ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરો
  • મેરા રાશન એપને ઓપન કરો.
  • તમારા રાશન કાર્ડની ડિટેઈલ દ્વારા રજિસ્ટ્રેશન કરો.

મેરા રાશન એપના ફાયદા-

  • પ્રવાસી લોકોને સૌથી વધારે ફાયદો થશે
  • આ એપથી રાશનની દુકાન અંગે સચોટ જાણકારી મળશે
  • રાશન કાર્ડ હોલ્ડર્સ તેમના સૂચનો શેર કરી શકે છે
  • રાશન લેવા સંબંધિત તમામ જાણકારી મળશે
  • કાર્ડ હોલ્ડર્સ મળતા અનાજ વિશેની જાણકારી જાતે મેળવી શકશે
  • તમામને સરળતાથી રાશન ઉપલબ્ધ થશે.

તમારી નજીકની દુકાન વિશે પણ જાણકારી મળશે
મેરા એપ રાશન એપની મદદથી યુઝર્સ ટેપ કરીને નજીકની વ્યાજબી કિંમતની દુકાન વિશે જાણકારી મેળવી શકશે. તે સિવાય યુઝર્સ તેમની યોગ્યતા અને તાજેતરમાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની ડિટેઈલ પણ જોઈ શકશે. અત્યારે આ એપ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ એપથી એ જાણકારી પણ મળશે કે ક્યારે અને કઈ દુકાનમાંથી રાશન લીધેલું છે. ​​​​​​​

કયા લોકોને ફાયદો મળશે?
આ ઓફર બાદ, ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેના જણાવ્યા પ્રમાણે, નવી મોબાઈલ એપનો હેતુ NFSAના લાભાર્થીઓ, ખાસ કરીને પ્રવાસી લાભાર્થીઓ, ફેર પ્રાઈઝ શોપ અથવા રાશન દુકાનના ડીલરો અને અન્ય શેરહોલ્ડરો વચ્ચે ONORC સંબંધિત સેવાઓ સુવિધાજનક બનાવવાનો છે.