• Gujarati News
  • Utility
  • If You Have A Good Sibyl Score, You Can Easily Get A Personal Loan, Here Is The Process To Check It For Free.

કામની વાત:જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો સરળતાથી પર્સનલ લોન મળશે, અહીં જાણો તેને ફ્રીમાં ચેક કરવાની પ્રોસેસ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 750 અથવા તેનાથી વધુનો સિબિલ સ્કોર સારો હોય છે

અત્યારે લોકો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પર્સનલ લોનની મદદ લે છે. તમને પર્સનલ લોન મળશે કે નહીં તે અમુક હદ સુધી તમારા સિબિલ (CIBIL) સ્કોર પર આધાર રાખે છે. એક સારો સિબિલ સ્કોર તમને લોન અપ્રૂવ કરવામાં મદદ કરે છે. ઓછા વ્યાજ દર પર લોન, એક સારા સિબિલ સ્કોરથી શક્ય છે.

750 અથવા તેનાથી વધુનો સિબિલ સ્કોર સારો હોય છે
સિબિલ સ્કોર 300થી 900 આંકડાની વચ્ચે હોય છે. જો સ્કોર 750 આંકડા અથવા તેનાથી વધારે હોય છે ત્યારે લોન મળવામાં સરળતા રહે છે. જેટલો સારો સિબિલ સ્કોર હોય છે એટલી જ સરળતાથી લોન મળે છે. સિબિલ સ્કોર 24 મહિનાની ક્રેડિટ હિસ્ટ્રીના હિસાબથી બને છે. ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો (ઈન્ડિયા) લિમિટેડ ભારતમાં સિબિલ સ્કોર પ્રદાન કરનારી એજેન્સી છે.

કેવી રીતે જાણવો તમારો સિબિલ સ્કોર?
સ્ટેપ 1- સિબિલની વેબસાઈટ www.cibil.com પર જઉં.
સ્ટેપ 2- હોમ પેજ પર Get Your Free CIBIL Scoreને ક્લિક કરો.
સ્ટેપ 3- તમારું નામ, ઈમેલ ID નાખો અને એક પાસવર્ડ ક્રિએટ કરો. તેના પછી તમારા કોઈ ID પ્રૂફ (પાસપોર્ટ નંબર, પાનકાર્ડ નંબર, આધાર કાર્ડ અથવા વોટર ID નંબર) પસંદ કરો. પછી તમારો પિન કોડ, ડેટ ઓફ બર્થ અને ફોન નંબર નાખો.
સ્ટેપ 4- બધી જાણકારી આપ્યા પછી, એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો.
સ્ટેપ 5- તમારા ફોન પર આવેલ વન ટાઈમ પાસવર્ડ (OTP)ને નાખો અને કન્ટિન્યુ પર ક્લિક કરો.
સ્ટેપ 6- ‘તમારું રજિસ્ટ્રેશન સફળ થયું’,આ મેસેજ તમને આવશે. પછી વેબસાઈટના ડેશબોર્ડ પર જઉં.
સ્ટેપ 7- તમારો સિબિલ સ્કોર તમારી સામે હશે.
વેબસાઈટ પર આવતા પોપઅપ્સ પર ક્લિક ન કરવું.

કઈ વાત પર આધાર રાખે છે સિબિલ સ્કોર?
30% સિબિલ સ્કોર એ વાત પર આધાર રાખે છે કે તમે સમયસર લોન ચૂકવી રહ્યા છો કે નહીં. 25% સિક્યોર્ડ અથવા અનસિક્યોર્ડ લોન પર, 25% ક્રેડિટ એક્સપોઝર પર અને 20% લોનના ઉપયોગ પર આધાર રાખે છે.

આ કારણે ખરાબ થાય છે સિબિલ સ્કોર

  • જો તમે બેંકમાંથી લોન લીધી છે અને તેની સમયસર ચૂકવણી નથી કરી તો તેનાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ અથવા નીચે આવી જશે.
  • તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને તમે તેનું બિલ સમયસર નથી ભરતા તો તેની વિપરિત અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડશે.
  • તમારા બેંક અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવા અથવા તેમાં માઈનસમાં બેલેન્સ હોવા પર પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.
અન્ય સમાચારો પણ છે...