તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Get Less Than 7 Hours Of Sleep, Your Risk Of Obesity, Heart Disease And Depression Increases. Learn The Science Of Sleep

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઘનું ભૂખની સાથે કનેક્શન:જો તમે 7 કલાકથી ઓછી ઊંઘ લો છો તો મેદસ્વિતા, હાર્ટ ડિસીઝ અને ડિપ્રેશનનું જોખમ વધી જાય છે, જાણો ઊંઘનું સાયન્સ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 60 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ રાત્રે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ પૂરી કરવી જોઈએ
  • રાત્રે માત્ર 5 કલાકની ઊંઘ પૂરી કરો છો તો દર 5 રાતે સરેરાશ 80 ગ્રામ વજન વધે છે

ઊંઘ એવી વસ્તુ છે, જેની મોટાભાગના લોકો કાળજી નથી લેતા. હંમેશાં આપણે ત્યારે સૂઈ છીએ જ્યારે આંખો બંધ થવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે, આપણી ભૂખનું ઊંઘ અને વજનની સાથે પણ કનેક્શન છે?હા, આવું છે. જો તમે વજન ઓછું કરવા માગો છો તો સૌથી પહેલા તમારી સૂવાની આદતમાં ફેરફાર કરવો પડશે. ક્લિનિકલ સ્લીપ મેડિસિન જનરલના અનુસાર, 7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ વધી જાય છે, જેમ કે, મેદસ્વિતા, હાર્ટ ડિસીઝ, ડિપ્રેશન વગેરે...

આવો જાણીએ ઊંઘ અને વજન ઓછું કરવા પાછળનું સાયન્સ શું છે? અને આપણે કેવી રીતે આપણી ઊંઘની ક્વોલિટી વધુ સારી બનાવી શકીએ છીએ.

ઊંઘ અને વજન વધવા વચ્ચેનું કનેક્શન

  • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના રિસર્ચ પ્રમાણે, ઊંઘ અને વજન વચ્ચે સીધું કનેક્શન છે. ઓછી ઊંઘ લેવાથી વજન વધવા અને મેદસ્વિતાનું જોખમ સૌથી વધારે છે. એક સ્ટડી પ્રમાણે, જો કોઈ એક વયસ્ક વ્યક્તિ દરરોજ રાતે માત્ર 5 કલાકની ઊંઘ લે છે, તો 5 રાતમાં તેનું સરેરાશ વજન 80 ગ્રામ સુધી વધી જાય છે.
  • અમેરિકાની હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન પ્રમાણે, 18થી 60 ઉંમરના લોકોએ રાતે મિનિમમ 7 કલાકની ઊંઘ લેવી જોઈએ. 61છી 64 ઉંમરના લોકોએ 7થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. આશરે 35% અમેરિકન વયસ્કો 7 કલાકથી ઓછી ઊંઘ લે છે.

ઓછી ઊંઘ અને વજન વધવા વચ્ચેનું હોર્મોનલ કનેક્શન શું છે?

  • હોર્મોનલ ઇન્બેલેન્સથી ભૂખ વધુ લાગે છે અને વજન વધે છે

અપૂરતી ઊંઘના કારણે શરીરમાં હોર્મોનલ ઇન્બેલેન્સ પેદા થાય છે. તેનાથી ભૂખ વધારે લાગે છે અને વજન વધવાનું રિસ્ક વધે છે. આપણા શરીરમાં લેપ્ટિન અને ઘ્રેલિન હોર્મોન હોય છે, જે ભૂખને કાબૂમાં રાખે છે. પરંતુ જ્યારે ઊંઘ પૂરી નથી થતી તો આ હોર્મોન્સનું પ્રોડક્શન લેવલ બદલાઈ જાય છે. બોડીમાં લેપ્ટિન ઓછું અને ઘ્રેલિન વધુ બનવા લાગે છે. લેપ્ટિન ભૂખ દબાવે છે અને ઘ્રેલિન ભૂખને વધારે છે.

  • કોર્ટિસોલ હોર્મોનથી ગળ્યું અને જંક ફૂડ વધુ ખાવાનું મન થાય છે

ભૂખ ઓછી-વધારે લાગવાનું બીજું ફેક્ટર કોર્ટિસોલ હોર્મોન છે. તેને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવામાં આવે છે. જ્યારે આપણી ઊંઘ પૂરી નથી થતી તો શરીર તેને સ્ટ્રેસ તરીકે જુએ છે અને કોર્ટિસોલ હોર્મોન રિલીઝ કરે છે, જેના કારણે ભૂખ વધી જાય છે. આ સમયે, હાઈ ફેટ, ગળ્યું અને જંક ફૂડ ખાવાનું સૌથઈ વધારે મન થાય છે. કોર્ટિસોલ હોર્મોન વધવાથી ફેટ વધે છે. ખાસ કરીને પેટમાં.

  • ગ્રોથ હોર્મોન ઓછા રિલીઝ છે, તેનાથી સ્થૂળતા વધે છે

સ્લીપ ફાઉન્ડેશન પ્રમાણે, જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે શરીરમાં ગ્રોથ હોર્મોન્સ રિલીઝ થાય છે. તેનો ઉપયોગ બોડી ડેમેજ રિપેર કરવા થાય છે. આ હોર્મોન્સ ફેટને તોડવાનું કામ કરે છે. તેને લિપોલાઈસિસ કહેવાય છે. ઊંઘ પૂરી ના થવાથી ગ્રોથ હોર્મોન ઓછા રિલીઝ થાય છે. ઘણા રિસર્ચમાં ખબર પડી કે, રાતે 4 કે 5 કલાક સૂવાથી સ્થૂળતા વધે છે.

  • સ્ટડી શું કહે છે?

5 કલાકથી ઓછી ઊંઘ લેનારા પુરુષોને ડાયાબિટીસનું સૌથી વધારે જોખમ

  • એક સ્ટડી પ્રમાણે અડધી ઊંઘ આપણા ગ્લુકોઝ હોમિયોસ્ટેસિસ પર ખરાબ અસર પાડે છે. તેના લીધે બોડીમાંથી ઇન્સુલિન સેન્સિટિવિટી ઝડપથી ઓછી થાય છે અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આવું બાળકો સાથે પણ થઈ શકે છે.
  • સ્વીડનના વૈજ્ઞાનિકોએ 10 વર્ષથી વધારે સમય સુધી 2000થી વધારે લોકો પર સ્ટડી કરી. તેમાં ખબર પડી કે 5 કલાકથી ઓછી ઊંઘ લેનારા પુરુષો મહિલાઓ કરતાં વધારે ડાયાબિટીક હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો