દેશમાં 8 કરોડ લોકો પ્રી-ડાયાબિટિક છે:જો તમે તેને ડાયાબિટીસમાં બદલવા માગતા નથી, તો 50:20ના આ મંત્રને ફોલો કરો

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

ડાયાબિટિસ કે સુગરની બીમારી જો એકવાર કોઈને થઈ જાય તો આજીવન સાથે રહે છે. તે એક મેટાબોલિક ડિસઓર્ડર છે. તે દર્દીના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનતું બંધ કરી દે છે અથવા ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન કરે છે. જેના કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. જે આપણા મેટાબોલિઝમને અસર કરે છે.

શું તમે જાણો છો...
ઈન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2019 સુધી દેશમાં ડાયાબિટીસના લગભગ 7.7 કરોડ દર્દીઓ હતા. વર્ષ 2030 સુધીમાં આ સંખ્યા 10 કરોડ થઈ શકે છે. 20-79 વયજૂથમાં થતા ડાયાબિટીસની બાબતમાં ભારત બીજા ક્રમે છે.

ડાયાબિટીસ પર ICMRનો 50:20 મંત્ર પણ જાણો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ઇન્ડિયા (ICMR)એ તાજેતરમાં એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ડાયાબિટિસ અને પ્રી-ડાયાબિટિસથી છુટકારો મેળવવા માટે તમારે 50-55% ઓછા કાર્બોહાઇડ્રેટ્સ અને 20% વધુ પ્રોટીન ખાવું જોઈએ.

ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ વચ્ચે શું તફાવત છે? પ્રી-ડાયાબિટિસ એ ડાયાબિટિસમાં ફેરવાય નહીં, તે માટે શું કરવું? આ મંત્રને જીવનમાં કેવી રીતે અજમાવવો? આ બધું આજે કામના સમાચારમાં જાણીએ.

આજના નિષ્ણાતોમાં ડૉ. વી. મોહન, લેખક, ICMR સ્ટડી, ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ, નોઈડા, ડૉ. રાકેશ પ્રસાદ અને દિલ્હી સ્થિત ડાયટિશન અંકિતા ગુપ્તા સહગલનો સમાવેશ થાય છે.

પ્રશ્ન: ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસમાં શું તફાવત છે?
ડો.રાકેશ પ્રસાદ:
પ્રી-ડાયાબિટીસ એક ડાયાબિટીસ છે, જેમાં દર્દીનું સુગર લેવલ સવારે ભૂખ્યા પેટે 110-126ની વચ્ચે હોય છે. જો 2 કલાક ખાધા બાદ સુગર લેવલ ચેક કરવામાં આવે તો તે 140-200ની વચ્ચે હોય છે. એ જ રીતે ડાયાબિટિસમાં પણ દર્દીનું સુગર લેવલ સવારે ભૂખ્યા પેટે 126થી વધુ અને જમ્યા પછી 200 કલાકથી વધુ હોય છે.

પ્રશ્ન: ICMRના 50:20ના રેશિયોને ફોલો કરવા માટે ડાયટ ચાર્ટ કેટલો હોવો જોઈએ?
ડાયટિશન અંકિતા ગુપ્તા સહગલ: આ ગુણોત્તર માટે આપણે યોગ્ય માત્રા કહી શકીએ તેમ નથી. તમે 1 વાટકી ભાત, 2 રોટલી કે 1 વાટકી દાળ વગેરે ખાઓ, આપણે એવું કશું નક્કી ન કરી શકીએ. યાદ રાખો કે, કોઈપણ ડાયટ ચાર્ટ દર્દીના શરીર, તેના ખોરાક અને વજનને જોઈને તૈયાર કરવામાં આવે છે. જો કે, અમે જણાવી શકીએ છીએ કે, તમે કયા પ્રકારનો ખોરાક ઓછો કાર્બોહાઇડ્રેટ્સ અને વધુ પ્રોટીન ખાઈ શકો છો. તે ડાયાબિટિસના દર્દીઓને ઘણી હદ સુધી મદદ કરશે.

આ માટે નીચેનું ગ્રાફિક વાંચો-

પ્રશ્ન: શું ICMR દ્વારા મહિલાઓ અને પુરુષો માટે અલગ ફૂડ રેશિયો આપવામાં આવે છે?
ડૉ. વી. મોહન :
હા, ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે સ્ત્રીઓએ પુરુષો કરતાં 2% ઓછા કાર્બોહાઇડ્રેટ્સ ખાવા જોઈએ. પુરુષોએ 50-55% કાર્બોહાઇડ્રેટ્સ ખાવા જોઈએ, જ્યારે મહિલાઓએ 48-53% કાર્બોહાઇડ્રેટ્સ ખાવા જોઈએ. જે લોકો શારીરિક રીતે સક્રિય ન હોય તેમણે સક્રિય લોકોની તુલનામાં 4% ઓછા કાર્બોહાઇડ્રેટ્સ લેવા જોઈએ.

ઉપર જણાવેલી વસ્તુઓ વાંચ્યા પછી પણ ઘણા લોકો વિચારતા હશે કે, મારે મારી પ્લેટમાં કયો ખોરાક લેવો જોઈએ? જે મારા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે અને હું ICMRની માર્ગદર્શિકાનું પાલન પણ કરી શકું છું. ડાયાબિટીસ કે પ્રી-ડાયાબિટીસના રોગીઓ માટે આદર્શ આહાર પ્લેટ કઈ હોવી જોઈએ? તે જાણવા માટે નીચેનું ગ્રાફિક વાંચો:

પ્રશ્ન: એક સામાન્ય વ્યક્તિ કે ડાયાબિટીસના દર્દી (જે ટાળતા નથી) દરરોજ કેટલું કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન લે છે?
ડૉ. વી. મોહન:
આપણા કુલ કેલરીના 60-75 ટકા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને માત્ર 10 ટકા પ્રોટીન હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ ચોખાની સાથે-સાથે વધુ ઘઉં પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

પ્રશ્ન: ડાયાબિટીસના રોગીઓએ શું ખાવું જોઈએ અને શું નહીં?
જવાબ:
આ વસ્તુઓ ખાવ:

 • સફરજન, સંતરા, બેરી, જામફળ, તરબૂચ અને નાસપતિ
 • બ્રોકલી, ફુલાવર, ખીરું, પાલક, દૂધી અને કારેલા
 • ઓટ્સ અને બ્રાઉન રાઈસ
 • બીન્સ અને દાળ
 • બદામ, અખરોટ અને પિસ્તા
 • ચિયા સીડ્સ, પપૈયાના બીજ અને અળસીના બીજ
 • જૈતુનનું તેલ, તલનું તેલ

આ વસ્તુઓ ન ખાવ:

 • ફૂલ ક્રિમ દૂધ, ચીઝ અને બટર
 • કુકીઝ, આઈસ્ક્રીમ અને મિઠાઈઓ
 • મટન
 • પેકેજ્ડ જ્યુસ, સોડા અને એનર્જી ડ્રિંક
 • સફેદ ખાંડ, બ્રાઉન સુગર. મધ અને મેપલ સિરપ
 • ચિપ્સ, પ્રોસેસ્ડ પોપકોર્ન અને પ્રોસેસ્ડ મીટ

પ્રી-ડાયાબિટીસ કન્ફર્મ થયા બાદ ડૉક્ટરની સલાહથી આ 3 વાતો ફોલો કરો

 • કસરત અને યોગને આદત બનાવો. શરીર જો સક્રિય હોય તો રોગપ્રતિકારક શક્તિ અને મેટાબોલિઝમ વધે છે.
 • આલ્કોહોલ અને સિગારેટ છોડી દો. આ બંને ઇન્સ્યુલિનની કામગીરી બંધ કરવાનું જોખમ વધારે છે.
 • પૂરતી ઊંઘ ન લેવાથી પણ ડાયાબિટીસ થઈ શકે છે. તે ઇન્સ્યુલિન રેઝિટેંસને જોખમમાં મૂકી શકે છે. રોજની 8 કલાકની ઊંઘ પૂરી કરો.

આ આંકડાઓ જુઓ અને તમારા ભોજન અને જીવનશૈલી વિશે જાગૃત બનો-

 • 8 કરોડ લોકો પ્રી-ડાયાબિટીકના શિકાર છે. મોટાભાગના લોકો ઝડપથી પ્રી-ડાયાબિટીસમાંથી ડાયાબિટીસના શિકાર તુરંત બની જાય છે.
 • ડૉ. વી.મોહનના જણાવ્યા અનુસાર, આગામી 20 વર્ષમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બમણી થઈ જશે. આવું થવાનું સૌથી મોટું કારણ હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ લેવાનું છે.
 • ઇન્ડિયન જે એન્ડોક્રિનલ મેટાબ, 2015માં પ્રકાશિત થયેલ સંશોધન અનુસાર ભારતમાં ટાઇપ-1 ડાયાબિટીસ મેલીટસ (T1DM) ધરાવતા લગભગ 97 હજાર 700 બાળકો છે.
 • ટાઇપ-2 ડાયાબીટીસ ધરાવતા બાળકોની સંખ્યામાં પણ વધારો થયો છે.
 • પાન ઇન્ડિયા 2015ના સર્વે મુજબ 66.11 ટકા બાળકોના શરીરમાં સુગર લેવલ અસામાન્ય હતું.