• Home
  • Utility
  • If you do not want to invest in FDs due to declining interest rates, you can get better interest from FDs by opening savings accounts in 7 banks including Yes and IndusInd Bank.

પર્સનલ ફાઈનાન્સ / ઘટતા વ્યાજ દરના કારણે FDમાં રોકાણ કરવા નથી માંગતા તો યસ અને ઈન્ડસઇન્ડ બેંક સહિત 7 બેંકોમાં બચત ખાતું ખોલાવીને FDથી વધુ સારું વ્યાજ મેળવી શકો છો

X

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 05:02 PM IST

દેશની ઘણી મોટી બેંકો તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ FDમાં લોકોની રોકાણ કરવાની ઈચ્છા ઓછી થઈ ગઈ છે. કેમ કે, હવે તેમાં રોકાણ કરવા પર પણ વધારે ફાયદો નથી મળતો. ઘણી બેંકો એવી જે તમને સેવિંગ અકાઉન્ટ પર FD જેટલું વ્યાજ આપે છે. આવી સ્થિતિમાં તમે FDની જગ્યાએ અકાઉન્ટમાં જ પૈસા રાખીને વધારે વ્યાજ મેળવી શકો છો. 

યસ બેંક
તેમાં સેવિંગ અકાઉન્ટ પર 6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. 1થી 10 લાખ સુધી જમા પર 5 ટકા અને 1 લાખથી ઓછી ડિપોઝિટ પર 4 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કોર્પોરેટ સેલરી અકાઉન્ટ માટે કોઈ સરેરાશ માસિક બેલેન્સ મેઈન્ટન કરવાની જરૂર નથી. 

ઇન્ડસઇન્ડ બેંક
તેમાં સેવિગ અકાઉન્ટ પર 6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. 1થી 10 વર્ષની ડિપોઝિટ પર 5 ટકા અને 1 લાખથી ઓછી ડિપોઝિટ પર 4 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 

IDFC ફર્સ્ટ બેંક
તેમાં 1 લાખ અથવા ઓછી ડિપોઝિટ પર 6 ટકા અને 1 લાખથી લઈને 1 કરોડ અથવા તેનાથી ઓછી ડિપોઝિટ પર 7 ટકા સુધી વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. 

સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક
1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 6.25 ટકા, 1 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર 7.25 ટકા અને 10 લાખથી વધારે બેલેન્સ પર 7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. 

AU સ્મોલ ફાઈનાન્સ બેંક 
બેંકમાં 1 લાખ રાખવા પર 4.5 ટકા, 1-50 લાખ પર 5.5 ટકા અને 50 લાખથી 5 કરોડ પર 7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક
તેમાં 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર વાર્ષિક 4 ટકા, 5 લાખથી 50 લાખ રૂપિયાની રકમ પર વાર્ષિક 5.50 ટકા, 50 લાખથી 5 કરોડ રૂપિયા સુધીની રકમ પર વાર્ષિક 6.75 ટકા, 5 કરોડ રૂપિયાથી વધારેની રકમ પર વાર્ષિક 7 ટકા વ્યાજ મળે છે. 

જના સ્મોલ ફાઈનાન્સ બેંક
1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર વાર્ષિક 4.5 ટકા, 1 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધી વાર્ષિક 5.5 ટકા, 10 લાખ રૂપિયાથી 5 કરોડ રૂપિયા સુધીની ડિપોઝિટ પર વાર્ષિક 7 ટકા, 5 કરોડ રૂપિયાથી વધારેની ડિપોઝિટ પર વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. 

દેશની મોટી બેંક FD પર કેટલું વ્યાજ આપે છે?

ICICI બેંક

  • 1 વર્ષની એફડી પર 5.55 ટકા
  • 1 વર્ષથી 2 વર્ષની એફડી પર 5.75 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષની એફડી પર 5.75 ટકા
  • 5 વર્ષની એફડી પર 5.75 ટકા

HDFC બેંક

  • 1 વર્ષની એફડી પર 5.60 ટકા
  • 1 વર્ષથી 2 વર્ષની એફડી પર 5.60 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષની એફડી પર 5.75 ટકા
  • 5 વર્ષની એફડી પર 5.75 ટકા

બેંક ઓફ બરોડા(BoB)

  • 1 વર્ષની એફડી પર 5.55 ટકા
  • 400 દિવસથી 2 વર્ષની એફડી પર 5.55 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષ સુધીની એફડી પર 5.55 ટકા
  • 5 વર્ષની એફડી પર 5.70 ટકા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

  • 1 વર્ષથી 2 વર્ષથી ઓછા સમય પર 5.10 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષથી ઓછા સમય પર 5.10 ટકા
  • 3 વર્ષથી 5 વર્ષથી ઓછા સમય પર 5.30 ટકા
  • 5 વર્ષની એફડી પર 4.20 ટકા
  • 5 વર્ષથી 10 વર્ષ સુધી 5.40 ટકા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી