તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામની વાત:31 ઓગસ્ટ સુધી EPF અકાઉન્ટને આધાર સાથે લિંક નહીં કરો તો પૈસા અટકી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

EPFOએ નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. નવા નિયમો અંતર્ગત EPF અકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ 31 ઓગસ્ટ સુધી પોતાના અકાઉન્ટને આધાર સાથે લિંક નહીં કરે તો તેના અકાઉન્ટમાં પૈસા આવશે નહીં.

EPFOએ સોશિયલ સિક્યોરિટી કોડ 2020ના અંતર્ગત આધાર લિંકનો નિર્ણય કર્યો હતો. તેના અંતર્ગત તમામ EPF અકાઉન્ટ હોલ્ડર્સનો યુનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) પણ આધાર વેરિફાઈડ હોવો જરૂરી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે તમારા EPF અકાઉન્ટને આધાર સાથે લિંક કરી શકો છો.

આ રહી પ્રોસેસ

  • સૌથી પહેલા તમારે EPFO પોર્ટલ epfindia.gov.in પર જવું.
  • UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા અકાઉન્ટને લોગઈન કરો.
  • "Manage” સેક્શનમાં KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • જે પેજ ઓપન થાય છે ત્યાં તમે તમારા EPF અકાઉન્ટ સાથે જોડાયેલા ઘણા ડોક્યુમેન્ટ્સ જોઈ શકો છો.
  • આધાર વિકલ્પને પસંદ કરો અને તમારા આધાર નંબર અને આધાર કાર્ડ પર લખેલું નામ ટાઈપ કરીને સેવ પર ક્લિક કરો.
  • તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી સુરક્ષિત થઈ જશે. તમારો આધાર UIDAIના ડેટા સાથે વેરિફાઈ કરવામાં આવશે.
  • તમારા KYC ડોક્યુમેન્ટ્સ બરાબર હશે તો તમારું આધાર તમારા EPF ખાતા સાથે લિંક થઈ જશે અને તમારે તમારા આધારની જાણકારીની સામે “Verify” લખેલું દેખાશે.

જો લિંક નહીં કરો તો પૈસા અટકી શકે છે
જો તમે 1 સપ્ટેમ્બર પહેલા EPFO અને આધાર નંબરને લિંક નહીં કરો તો તમારા ખાતામાં કંપનીની તરફથી આવતું કોન્ટ્રિબ્યુશન અટકી જશે. તે સિવાય તેનાથી તમને EPF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં સમસ્યા થઈ શકે છે. જો EPF અકાઉન્ટ હોલ્ડરનું અકાઉન્ટ આધાર સાથે લિંક નહીં હોય તો તેઓ EPFOની સર્વિસિસનો ઉપયોગ નહીં કરી શકે.

EPF અકાઉન્ટમાં કર્મચારી અને એમ્પ્લોયર બંને પૈસા નાખે છે
EPFO એક્ટના અંતર્ગત કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DAના 12% EPF અકાઉન્ટમાં નાખવામાં આવે છે. તેમજ એમ્પ્લોયર (કંપની) પણ કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DAના 12% કોન્ટ્રિબ્યુટ કરે છે. કંપનીના 12% કોન્ટ્રિબ્યુશનમાંથી 3.67% કર્મચારીના PF અકાઉન્ટમાં જાય છે અને બાકીના 8.33% કર્મચારી પેન્શન સ્કિમમાં જાય છે. EPF અકાઉન્ટ પર વાર્ષિક 8.50% વ્યાજ મળી રહ્યું છે.