કોરોના મહામારીને કારણે સરકારે તાજેતરમાં ફરી એક વખત ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. તેના કારણે 2019-20 (અસેસમેન્ટ યર 2020-21) માટે ટેક્સ રિટર્ન 10 જાન્યુઆરી સુધી ફાઈલ કરી શકાશે. આવી સ્થિતિમાં ટેક્સપેયર્સને સમયસર ITR ફાઈલ કરવું જોઈએ. સમયસર ટેક્સ જમા ન કરવા પર કરદાતાઓને દંડ ફટકારવામાં આવે છે.
10 હજાર દંડ આપવો પડશે
10 જાન્યુઆરી બાદ ફાઈલ કરો છો તો કરદાતાએ 10 હજાર રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. એવા કરદાતા જેમની આવક 5 લાખ રૂપિયાથી વધારે નથી તેમને લેટ ફી તરીકે માત્ર 1 હજાર રૂપિયા આપવા પડશે.
લેટ ITR ફાઈલ કરવાના ઘણા નુકસાન છે
સમયસર ITR ફાઈલ ન કરવાથી કરદાતાને દંડ તો ભરવો પડશે તે સાથે ઘણા પ્રકારની ઈન્કમ ટેક્સ છૂટનો લાભ પણ નહીં મળે. તેનાથી આવકવેરા કાયદાની કલમ -10A અને કલમ-10B અંતર્ગત મળતી છૂટ નહીં મળે. તેમજ કલમ 80IA, 80IAB, 80IC, 80ID અને 80IE અંતર્ગત મળતી છૂટનો લાભ પણ તમને નહીં મળે. તે ઉપરાંત સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરવાને કારણે કરદાતાને આવકવેરા કાયદાની કલમ 80IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB અને 80RRB અંતર્ગત કપાતનો લાભ મળશે નહીં.
ટેક્સની ચૂકવણી ન કરવા પર શું થશે?
જો તમે ઈન્કમ ટેક્સ નથી ભરતા તો આવકવેરા વિભાગ તમને નોટિસ ફટકારી શકે છે. જો રિટર્ન ફાઈલ નહીં કરો તો તમે કરન્ટ અસેસમેન્ટ યરના નુકસાનને આવતા નાણાકીય વર્ષમાં નહીં લઈ જઈ શકતા. આવા લોકો પર ટેક્સ ગણતરીના મૂલ્યના 50% થી 200% સુધી દંડ લાદવામાં આવી શકે. તે સાથે વધારે વેલ્યૂ ધરાવતા કેસોમાં 7 વર્ષની સખત કેદની સજા થઈ શકે છે.
અત્યાર સુધી 4.84 કરોડ ITR
31 ડિસેમ્બર સુધી કુલ 4.37 ITR ફાઈલ કરવામાં આવ્યા છે. પહેલી વખત ITRની તારીખ 31 જુલાઈથી 30 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી હતી. ત્યારબાદ વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.