છેલ્લાં ઘણા દિવસથી સમાચારમાં 'કોપીરાઇટ ' શબ્દ વારંવાર સાંભળવા મળે છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માગતા હોવ અથવા તો બનાવી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. આજકાલ ફેસબુક રીલ્સ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સનો જમાનો છે. જેમાં મ્યુઝિક અને ગીતમાં કોપીરાઇટની તલવાર લટકતી જોવા મળે છે. જો તમે પણ કોપીરાઇટનો ભંગ કરો છો તો તમારી સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે.
આજના અમારા નિષ્ણાત છે, મધ્યપ્રદેશ હાઇકોર્ટના, જબલપુરના એડવોકેટ અશોક પાંડે.
સવાલ : કોપી રાઈટ શું છે?
જવાબ : સરળ ભાષામાં સમજવામાં આવે તો, બીજાની સંપત્તિની ચોરી કરવી, આ ચોરીનો મતલબ એ નથી કે, તમે કોઈના પૈસા, કે બીજી કોઈ વસ્તુની ચોરી કરવી.
ઉદાહરણ : જો તમે કોઈ એક આલ્બમ બનાવ્યું હોય અને તેમાં 10 ગીતો હતા. તમે આ ગીતોનું નિર્દેશન, રચના અને નિર્માણ કર્યું છે. હવે બીજા કોઈએ આ જ આલ્બમ ચોરી લીધું અને તેને પોતાના નામે વેચવાનું શરૂ કર્યું છે તો તે કોપીરાઇટ છે.
સવાલ : રાહુલ ગાંધીનો રેલીનો જે મામલો છે તે કોપીરાઈટ હેઠળ છે કે નહીં? આ ઘટનામાં તો ફક્ત મ્યુઝિક જ પ્લે કરવામાં આવતું હતું.
જવાબ : રાહુલ ગાંધી દ્વારા કેજીએફ મ્યુઝિકનો ઉપયોગ પ્રમોશનલ વીડિયોમાં કર્યો હતો. આ માટે પાર્ટીએ ના તો મ્યુઝિક ક્રિએટરની પરમિશન લીધી ન તો ક્રેડિટ આપી હતી. તેથી આ ઘટના કોપીરાઈટ ઉલ્લંઘન હેઠળ આવે છે.
સવાલ : જો પર્સનલ વીડિયો પર્પઝથી કોઈ મ્યઝિકનો ઉપયોગ કરવામાં આવે છે તો, કોઈ લીગલ કેસ થશે કે નહીં?
જવાબ : કોઈ પણ લખાણ એટલે કે લેખન, મ્યુઝિક, સંગીત અને ફિલ્મ જેવી બાબતો પર માલિકનો સંપૂર્ણ કાનૂની અધિકાર હોય છે. આ પ્રકારની સામગ્રીનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરી શકાય છે. તે કાનૂની રીતે માન્ય છે, પરંતુ તેનો ઉપયોગ પ્રસાર અને ધંધાકીય માટે કરવો એ કોપીરાઇટનું ઉલ્લંઘન છે.
સવાલ : કોપીરાઇટને લઈને દેશમાં કોઈ કાયદો કે એક્ટ છે?
જવાબ : જી, હા. કોપીરાઈટ એક્ટ 1957
સવાલ : સરળ ભાષામાં કહેવામાં આવે તો કોપીરાઇટ એક્ટ આપણા માટે શું કરે છે?
જવાબ : કોપીરાઇટ એક્ટ તમારા કામને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે. જેથી કોઈ પણ તમારા જુદા જુદા ક્ષેત્રોથી જોડાયેલા ઓરીજનલ કામની કોઈ કોપી કરી શકશે નહીં અથવા તેમના પર અધિકાર કરી શકશે નહીં.
સવાલ : કોપીરાઈટ એક્ટનો ઉપયોગ કરવાનો અધિકાર કોની પાસે છે?
જવાબ : વધુ પડતાં કેસમાં કોપીરાઈટ એક્ટ દ્વારા ઓનર અથવા ક્રિએટર તેના કામ પર અધિકાર મેળવી છે. ઘણીવાર ક્રિએટરના માલિક પણ તે કામ પર કોપીરાઈટનો અધિકાર મેળવી શકે છે.
સવાલ : કોપીરાઈટ હેઠળ કેસ કરવા માંગીએ છીએ તો કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ : જો તમે કોઈ વસ્તુ માટે કોપીરાઇટનો કેસ ત્યારે જ કરી શકો છો, જયારે તમારું પોતાનું ક્રિએશન હોય. અથવા તે બધી જ વસ્તુના કોપીરાઇટ્સ તમારી પાસે હોય.
સવાલ : જો બીજાના મ્યુઝિક અને ગીતનો ઉપયોગ પૂછ્યા વગર કે ક્રેડિટ આપ્યા વિના કરવો એ કોપીરાઇટનું ઉલ્લંઘન છે, તો શું આપણે ગીતોને રીલ્સમાં મૂકીને પણ કાયદાનો ભંગ કરીએ છીએ? જવાબ : ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા સોશિયલ પ્લેટફોર્મ, જે મ્યુઝિક અથવા ગીતોને રીલ્સ અને શોર્ટ્સમાં મૂકવાનો વિકલ્પ આપવામાં આવે છે, તેમની પોતાની ઇનબિલ્ટ મ્યુઝિક કેટલોગ છે. આ કેટલોગમાં રહેલાં ગીતો આ પ્લેટફોર્મ્સ પોતે જ તેમના માલિક અથવા ક્રિએટર પાસેથી અધિકાર લે છે.
સવાલ : જો આપણે તેમના કેટલોગમાંથી સંગીત કે ગીતો ન લઈએ અને પોતે આ ગીતને વિડિયોમાં મૂકીને ઇન્સ્ટા, ફેસબુક કે યુ-ટ્યુબમાં શેર કરીએ તો પણ કોપીરાઇટનો ભંગ થશે? જવાબ : બિલકુલ, આ સ્થિતિમાં તમે કોપીરાઈટનો ભંગ કરો છો તો આ પ્લેટફોર્મ તમારું કન્ટેન્ટ ડીલીટ કરી શકે છે.
સવાલ : એવી કઇ વસ્તુ છે જે કોપીરાઈટમાં નથી આવતી એટલે કે,તમે બીજા પર કોપીરાઈટ એક્ટ હેઠળ કેસ ન કરી શકો?
જવાબ :
રીપ્રોડક્શન ઓફ ઓડિયો :
તમે કોઈ ધંધો કરવા, સંગીતનું નિર્દેશન કરવા અથવા ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો છે
રીપ્રૉડક્શન ઓફ સિસ્ટમ : એક સિસ્ટમ બનાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે, તમે મ્યુનિસિપલ કોર્પોરેશનને કચરો સાફ કરવા માટે એક સિસ્ટમ કહી હતી. તેમને કહ્યું કે તમારા વિસ્તારમાં સ્વચ્છતા આ રીતે સારી રહેશે.
રીપ્રૉડક્શન ઓફ ઇન્ફોર્મેશન : કોઈને પણ કોઈપણ માહિતી આપવી એ કોપીરાઇટનું ઉલ્લંઘન માનવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, સમાચારને લગતી કોઈપણ માહિતી.
પબ્લિક ડોમેન : પબ્લિક ડોમેનને આ રીતે સમજો. માની લો કે તમે કોઈ સરકારી વેબસાઈટ પર જઈને ત્યાંથી કોઈ સ્કીમ વાંચી કે જોઈ અને તેનો ઉપયોગ કરવા લાગ્યા તો તે કોપીરાઈટનું ઉલ્લંઘન નહીં ગણાય.
સવાલ : કોપીરાઈટ એક્ટમાં દોષિત સાબિત થાય છે તો કેટલી સજા મળશે?
જવાબ : 1 વર્ષ સુધીની સજા સાથે દંડ. આ સિવાય...
ડેમેજ ક્લેમ કરવામાં આવી શકે છે. કોપીરાઇટનું ઉલ્લંઘન કરીને વ્યક્તિએ મેળવેલા નફાની રકમ અનુસાર પણ ડેમેજ ક્લેમ કરી શકાય છે.
સવાલ : કોપીરાઇટનો અધિકાર ઓનર અથવા ક્રિએટર પાસે કેટલા વર્ષ સુધી રહી શકે છે? જવાબ : ફોટોગ્રાફ -60 વર્ષ( પહેલા પબ્લિકેશન બાદ) સાહિત્ય, નાટક, સંગીત, કલાત્મક કાર્ય - જ્યાં સુધી સર્જક જીવંત છે અને તેના મૃત્યુ પછી 60 વર્ષ સુધી સિનેમા, સાઉન્ડ રેકોર્ડિંગ, સરકારી કાર્ય, પ્રકાશન ઉપક્રમ, આંતરરાષ્ટ્રીય એજન્સી અને ફોટોગ્રાફ - 60 વર્ષ (કેલેન્ડરનું વર્ષ, જ્યારે તે પ્રથમ વખત પ્રકાશિત થયું હતું)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કોપીરાઇટની જવાબદારી પણ વાંચો- ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ (2000)ની કલમ 79 મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઇ અન્યના ફોટો, વીડિયો કે કન્ટેન્ટ શેર કરવા માટે યુઝર માટે જવાબદાર રહેશે નહીં. જો આવી કોઈ પણ કન્ટેન્ટ શેર કરવામાં આવે તો તે કન્ટેન્ટને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરવાની જવાબદારી પ્લેટફોર્મની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.