તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Can Not Get Out, Then Create An Environment Like Outside At Home; Five Easy Ways To Feel Like And Alone In The Home

ઘરમાં એકાંત જગ્યા કેવી રીતે શોધવી:પ્રાઇવેટ સ્પેસથી આરામ મળે છે, છોડ સાથે રહેવાથી સ્ટ્રેસ ઓછો થશે, જાણો પરિવાર વચ્ચે એકાંત શોધવાની 5 રીત

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ઘરમાં એવી જગ્યા શોધો જેનો ઉપયોગ થતો નથી અથવા ઓછો થાય છે
  • છોડ, ફોટોઝ અને હેડફોન એકાંત અનુભવ કરાવવામાં તમારી સૌથી વધારે મદદ કરી શકે છે

કોરોનાવાઈરસ દરમિયાન મોટાભાગના લોકો બહાર જવાનું ટાળે છે. આખો દિવસ પરિવારની સાથે જ સમય પસાર કરી રહ્યા છે. તેવામાં પ્રાઇવેટ સ્પેસ ઓછી થઇ ગઈ છે. કોરોનાની પહેલાં આપણે અમુક સમય માટે બહાર જઈ શકતા હતા, પરંતુ હવે પ્રોટોકોલને લીધે આપણે આવું કરી શકતા નથી.

રોજબરોજની બિઝી લાઈફમાં પ્રાઇવેટ સ્પેસ ઘણી જરૂરી છે. તેમાં આપણને માનસિક આરામ મળે છે. ડિઝાઈન વિથ સાયન્સની ફાઉન્ડર સૈલી આગસ્ટિન કહે છે કે, પ્રાઇવેટ સ્પેસમાં આપણને પોતાનો પડછાયો મળે છે. પોતાના વિશે વિચારવા, સારી-ખરાબ વસ્તુઓ વિશે વિચારવા પ્રાઇવેટ સ્પેસ ઘણી જરૂરી છે.

સૈલી આગસ્ટિનના જણાવ્યા પ્રમાણે, જો તમે મગજને શાંતિ આપવા માગો છો તો કોઈ નવી જગ્યાએ જવાની જરૂર નથી. તમે ઘરે જ તમારી પ્રાઇવેટ સ્પેસ બનાવી શકો છો. આવું કરવા કઈ વધારે કરવાની જરૂર પણ નથી. એક તકિયો ને હેડ ફોન પ્રાઇવેટ સ્પેસ બનવામાં તમારી મદદ કરી શકે છે.

પરિવાર વચ્ચે પ્રાઇવેટ સ્પેસ શોધવાના પાંચ રસ્તા જાણો:
1. ઘરમાં એવી જગ્યા શોધો, જેનો ઉપયોગ ઓછો થતો હોય
આર્કિટેક્ટ માલાચી કોનોલીના જણાવ્યા પ્રમાણે, કોરોનાએ આપણને વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે આપણે ઘરની સ્પેસનો સારો રીતે ઉપયોગ કેવી રીતે કરવો? આ માટે આપણે રેસ્ટોરાં અને સ્કૂલો પાસેથી શીખવું જોઈએ, જ્યાં દરેક ખૂણાનો સારો ઉપયોગ થાય છે. આ જ રીતે આપણે પણ આખા ઘરનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આપણે ઘરમાં એવી જગ્યા શોધવી જોઈએ જેનો ઉપયોગ ઓછો અથવા તો થતો જ નથી.

2. લિવિંગ એરિયા કે બેડ રૂમને બે ભાગમાં વહેચી દો
ઘરમાં પ્રાઇવેટ સ્પેસ શોધવા માટે આપણે રૂમ ડિવાઈડર્સ (લાકડાંની દીવાલ જેનાથી રૂમને બે ભાગમાં વહેચવામાં આવે છે), બુકકેસ અને હાઉસ પ્લાન્ટનો ઉપયોગ કરી શકો છો. આ રીત ઘણી સરળ છે અને તેમાં વધારે ખર્ચ પણ નથી આવતો.

પિકૉક ચેર
પિકૉક ચેર

સૈલી આગસ્ટિનના જણાવ્યા અનુસાર, એક એવી ખુરશી જે તમને એકાંત મહેસૂસ કરાવી શકે, જે પાછળની તરફ ઊંચી હોય અને બેસ્યા બાદ પણ આખું શરીર તેમાં સમાઈ જાય. તેના માટે પિકૉક ચેર સારો ઉપાય છે. તેમાં પ્રાઈવેટ સ્પેસ શોધી શકાય છે.

3. હેડફોન લગાવો અને પોતાને અન્ય લોકોથી દૂર કરો
નોઈઝ કેન્સલેશનવાળા હેડફોન પણ તમને એકાંત મહેસૂસ કરાવી શકે છે. જો તમારી પાસે રેગ્યુલર ઈયર ફોન છે, તો પણ તમે તેનાથી એકાંત અનુભવી શકો છો, પરંતુ આમ તમે ત્યારે જ કરી શકો છો જ્યારે તમે માનસિક રીતે તૈયાર હો. એક્સપર્ટ જણાવે છે કે, જો ઘરમાં ઘણા મેમ્બર્સ અને બાળકો હોય તો તમે નોઈઝ કેન્સલેશનવાળા હેડફોન સિવાય ઠંડીમાં ધાબળાનો પ્રયોગ પણ કરી શકો છો.

નોઈઝ કેન્સલિંગ હેડફોન
નોઈઝ કેન્સલિંગ હેડફોન

સૈલી આગસ્ટિનના કહેવા પ્રમાણે, આ દરમિયાન જો તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે અથવા તમારે કશું કહેવું હોય તો તમારે હેડફોન કાઢવાની જરૂર નથી. તમે અવાજને થોડો ધીમો કરી એક શબ્દ અથવા ઓછામાં ઓછા શબ્દોમાં જવાબ આપી શકો છો. તેનાથી તમારા એકાંતમાં બાધા નહિ પહોંચે.

4. છોડથી ઘરમાં જ ગાર્ડન જેવો માહોલ બનાવો
બની શકે તો પોતના ઘરમાં આરામ કરવાની જગ્યા બારી આગળ સેટ કરો. બારીની બહાર નાના નાના છોડ વાવો. કેટલાક છોડને ઘરની અંદર પણ રાખી શકાય છે. આમ કરવાથી તમને ગાર્ડન જેવો અનુભવ થશે.

હાઉસ પ્લાન્ટ
હાઉસ પ્લાન્ટ

રોલિંગ્સ કોલેજથી સાયકોલોજીમાં PhD કરી રહેલા પૉલ હૈરિસને એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, છોડની મદદથી એકાંત અને તણાવમુક્ત રહેવાનો ઉપાય અન્ય ઉપાય કરતાં સરળ છે.

5. તસવીરો પણ તમારી મદદ કરી શકે છે

વોલ પેન્ટિંગ્સ
વોલ પેન્ટિંગ્સ

સૈલી આગસ્ટિનના જણાવ્યા મુજબ, ‘લિવિંગ એરિયામાં નાના કટઆઉટ અને તસવીરો લગાવીને ઘરમાં અલગ વાતાવરણ ઊભું કરી શકાય છે. જ્યારે પણ તણાવ અનુભવાય અથવા એકાંતની જરૂર હોય તો આપણે એ તસવીરોને જોઈ શકીએ છીએ, તેમના વિશે વિચારી શકીએ છીએ અને તેમની સાથે વાત પણ કરી શકાય છે.’ સૈલી જણાવે છે કે ‘આ એક મેડિટેશનની જેમ છે. આવી શાંતિ મેળવવા માટે આપણે બસ પોતાને માનસિક રીતે તૈયાર કરવાની જરૂર છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો