જો તમે સેવિંગ અકાઉન્ટ ખોલાવવાનું વિચારી રહ્યા હો તો તમારે સૌપ્રથમ જાણવું જોઈએ કે તમે જે બેંકમાં ખાતું ખોલાવી રહ્યા છો તે સેવિંગ અકાઉન્ટ પર વ્યાજ આપી રહી છે કે નહીં. ઘણા લોકો સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજ દર અને સેવિંગ અકાઉન્ પર લાગનારા ચાર્જિંસ જાણ્યા વગર જ કોઇપણ બેંકમાં પોતાનું સેવિંગ અકાઉન્ટ ખોલાવી દે છે. સેવિંગ અકાઉન્ટ ખોલાવતા પહેલાં આ 5 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
મંથલી એવરેજ બેલેન્સ ધ્યાનમાં રાખો
મંથલી એવરેજ બેલેન્સ એટલે એ રકમ જે તમારે તમારા અકાઉન્ટમાં રાખવી ફરજિયાત છે. વિવિધ બેંકોમાં આ રકમ વધારે કે ઓછી હોઈ શકે છે. આવી સ્થિતિમાં ખાતું ખોલાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે મિનિમમ બેલેન્સ અમાઉન્ટ શક્ય તેટલી ઓછી હોવી જોઈએ, નહીં તો તમારે દંડ ભરવો પડી શકે છે. મંથલી એવરેજ બેલેન્સ અર્બન અને સેમી અર્બન પ્રમાણે અલગ-અલગ હોય છે.
કેટલું વ્યાજ મળી રહ્યું છે?
કોઈપણ બેંકમાં સેવિંગ અકાઉન્ટ ખોલાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જ જોઇએ કે તે બેંક તમને સેવિંગ અકાઉન્ટ પર કેટલું વ્યાજ આપે છે. જુદી જુદી બેંકો તમને જુદા-જુદા દરે વ્યાજ આપે છે. તેથી, દરેક બેંક વિશે માહિતી લો અને પછી નક્કી કરીને જે બેસ્ટ હોય તેમાં તમારું અકાઉન્ટ ખોલાવો.
ઓનલાઇન બેંકિંગ અને એપ્લિકેશન સર્વિસ
દરેક બેંક તમને ઓનલાઇન બેંકિંગ અને એપ્લિકેશન્સની સુવિધા આપે છે. પરંતુ આવી સ્થિતિમાં કઈ બેંકની ઓનલાઇન બેંકિંગ સર્વિસ વધુ સરળ અને સુરક્ષિત છે, તમારે એ ચેક કરીને તેમાં જ તમારું અકાઉન્ટ ખોલાવવું જોઈએ. તે જ રીતે, તમારે એ પણ જોવું જોઈએ કે બેંક એપ્લિકેશન શક્ય તેટલી લાઇટ હોય, નહીં તો તમારે તેનો ઉપયોગ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
વધુ વ્યાજ માટે સેવિંગ પ્લસ અકાઉન્ટ ખોલાવી શકાય છે
SBI સહિત દેશની ઘણી મોટી બેંકો ગ્રાહકોને અનેક પ્રકારના ખાતા ખોલાવવાની મંજૂરી આપે છે, તેમાંથી એક SBIનું સેવિંગ પ્લસ અકાઉન્ટ છે. આ અકાઉન્ટ્સ મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ સાથે લિંક હોય છે. તેમાં રસપ્લસ અમાઉન્ટ એક નિશ્ચિત મર્યાદા કરતાં વધી જાય તો તે આપમેળે ફિક્સ ડિપોઝિટ (FD)માં ટ્રાન્સફર થઈ જાય છે. આમાં તમે સામાન્ય સેવિંગ અકાઉન્ટની તુલનાએ વધુ વ્યાજ મેળવી શકો છો.
ચાર્જિસ પણ ધ્યાનમાં રાખો
બેંકો તમને બેલેન્સના મેસેજ મોકલવા, ATMમાંથી પૈસા ઉપાડવા, ચેક બુક લેવા અને બેંકમાં જઇને પૈસા ઉપાડવા અથવા જમા કરાવવા માટે પણ કેટલીક ફી વસૂલ કરે છે. આવી સ્થિતિમાં સેવિંગ અકાઉન્ટ ખોલાવતાં પહેલાં આવા ચાર્જિસ વિશે પણ જાણી લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.