રોકાણ:જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ પદ્ધતિ દ્વારા ઓછા પૈસાથી શરૂઆત કરી શકો છો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુચ્યુઅલ ફંડની જેમ ગોલ્ડમાં પણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) શરૂ કરી શકાય છે
  • તમે તમારા સ્માર્ટફોનથી જ પેમેન્ટ એપ દ્વારા ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો

સોનાએ છેલ્લા 1 વર્ષમાં સારું રિટર્ન આપ્યું છે. પરિણામે, સોનું રોકાણની દૃષ્ટિએ પસંદગીનું ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન બની રહ્યું છે. ડિજિટલ સોનામાં રોકાણ કરવાનો સૌથી મોટી ફાયદો એ છે કે તેમાં તમને શુદ્ધ સોનું તો મળશે જ સાથે તેમાં તમે ઓછા રૂપિયા સાથે પણ રોકાણની શરૂઆત કરી શકો છો. આજે અમે તમને 4 માધ્યમો વિશે જણાવી રહ્યા છે, જેના દ્વારા તમે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો.

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેન્ડ્સ ફંડ્સ (ETF)
સોનાને શેરની જેમ ખરીદી કરવાની સુવિધાને ગોલ્ડ ETF કહેવામાં આવે છે. આ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે. આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે જેને સ્ટોક એક્સચેંજ પર ખરીદી અને વેચી શકાય છે. જો કે, ગોલ્ડ ETFનો બેંચમાર્ક એ સોનાનો ભાવ છે. તેથી, તમે તેને સોનાના વાસ્તવિક ભાવની આસપાસ જ ખરીદી શકો છો. ગોલ્ડ ETF ખરીદવા માટે તમારી પાસે ટ્રેડિંગ ડીમેટ ખાતું હોવું આવશ્યક છે. આમાં યૂનિટમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. તેને વેચવા પર તમને માત્ર સોનું જ નહીં પરંતુ તે સમયના બજાર ભાવ જેટલી રકમ મળે છે.

તે સોનાના સસ્તા રોકાણોમાંથી એક છે. તેને શેરની જેમ નેશનલ સ્ટોક એક્સચેંજના કેશ માર્કેટમાં ખરીદી અને વેચી શકાશે. ગોલ્ડ ETFનું યૂનિટ એક ગ્રામ સોનાની બરાબર હોય છે. પરંતુ ગોલ્ડ ETFમાં કોઈ મેક્સિમમ લિમિટ નથી. ગોલ્ડ ETFમાં કોઈ લોક ઇન પિરિઅડ નથી હોતો. આમાં 3 વર્ષનો હોલ્ડિંગપિરિઅડ પૂરો કર્યા બાદ વેચવા પર ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે 20% LTCG ટેક્સ લાગે છે. તેમજ, 3 વર્ષ પહેલાં વેચવા પર એપ્લિકેબલ સ્લેબ દરે ટેક્સ લાગે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ
આ બોન્ડ ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવે છે અને સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ કરવામાં આવે છે. તમે એક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડ એ સરકારી બોન્ડ છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નહીં પરંતુ સોનાના વજનમાં હોય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનાનો હોય તો પાંચ ગ્રામ સોનાનો જેટલો ભાવ હશે એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે સેબીના અધિકૃત બ્રોકરને ઇશ્યૂની કિંમત ચૂકવવી પડશે. બોન્ડ વેચી દીધા બાદ નાણાં રોકાણકારોના ખાતાંમાં જમા થાય છે. આ બોન્ડ ભારતીય રિઝર્વ બેંક સરકાર વતી બહાર પાડવામાં આવે છે.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETFનો જ એક પ્રકાર છે. આ એવી યોજનાઓ છે જે મુખ્ય રીતે ગોલ્ડ ETFમાં રોકાણ કરે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ સીધી રીતે ભૌતિક સોનામાં રોકાણ નથી કરતા, પરંતુ તે સ્થિતિમાં અપ્રત્યક્ષ રીતે કરે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ઓપન-એન્ડેડ રોકાણ પ્રોડક્ટ છે જે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેટ ફંડ (Gold ETF)માં રોકાણ કરે છે અને તેમની નેટ એસેટ વેલ્યૂ (NAV)ETFsના પ્રદર્શન સાથે જોડાયેલી હોય છે.

તમે મહિને SIPના માધ્યમથી 1,000 રૂપિયાથી ઓછા પૈસાની સાથે ગોલ્ડ મ્ચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો. તેમાં રોકાણ કરવા માટે ડીમેટ ખાતાની જરૂર નથી પડતી. તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા તેમાં રોકાણની શરૂઆત કરી શકો છો.

પેમેન્ટ એપથી પણ ગોલ્ડ ખરીદી શકાય છે
હવે તમે તમારા સ્માર્ટફોનથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. તેના માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર પણ નથી પડતી. તમે તમારી સુવિધા પ્રમાણે જેટલી કિંમતનું સોનું ઈચ્છો છો એટલી કિંમતનું સોનું ખરીદી શકો છો, એટલે સુધી 1 રૂપિયાનું પણ ખરીદી શકો છો. આ સુવિધા એમેઝોન-પે, ગૂગલ-પે, પેટીએમ, ફોનપે અને મોબિક્વિક જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

ડિજિટલ ગોલ્ડ ખરીદવાના ફાયદા

  • તમે ઓછી માત્રામાં સોનું પણ ખરીદી શકો છો. તમે 1 રૂપિયા સાથે પણ રોકાણ શરૂ કરી શકો છો.
  • તેના દ્વારા તમે શુદ્ધ સોનામાં રોકાણ કરો છો.
  • જ્વેલરી મેકિંગનો ખર્ચો નથી આવતો. તેનાથી પણ પૈસાની બચત થાય છે.
  • તેને ફિઝિકલ ગોલ્ડની જેમ સુરક્ષિત રાખવા માટે હેરાન નથી થવું પડતું.
અન્ય સમાચારો પણ છે...