તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Are Thinking Of Investing For Your Daughter, Find Out Here Where To Invest In Sukanya Yojana And Mutual Fund.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્સનલ ફાઈનાન્સ:દીકરી માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અહીં જાણો સુકન્યા યોજના અને મ્યુચ્યુઅલ ફંડમાંથી ક્યાં રોકાણ કરવું સારું રહેશે

3 મહિનો પહેલા
  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અત્યારે વાર્ષિક 7.6% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું
  • HDFC ચિલ્ડ્રન ગિફ્ટ ફંડે છેલ્લા 10 વર્ષમાં 10%થી પણ વધારે રિટર્ન આપ્યું છે

મ્યુચ્યુઅલ ફંડ્સ આપણા દેશમાં રોકાણ માટે એક સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.ઘણા ફંડ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં સારું એવું રિટર્ન આપ્યું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તે વાતને લઈને મૂંઝવણમાં છે તે તેમની પોતાની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી ક્યાં રોકાણ કરવું જોઈએ. આજે અમે તમને આ બંને સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમે તમારા અનુસાર યોગ્ય ઓપ્શનની પસંદગી કરી શકો.

સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક બાળકીના જન્મ પછી તેની 10 વર્ષની ઉંમર થતાં જ ખાતું ખોલાવી શકાય છે.આ સ્કીમ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં ખોલી શકાય છે.સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અત્યારે વાર્ષિક 7.6% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

250 રૂપિયામાં ખાતું ખોલાવી શકાશે
તેમાં 250 રૂપિયામાં ખાતું ખોલાવી શકાશે. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક બાળકીના જન્મ પછી તેની 10 વર્ષની ઉંમર થતાં જ ખાતું ખોલાવી શકાય છે.દીકરી 21 વર્ષની થઈ જાય અથવા છોકરીના લગ્ન થયા પછી અકાઉન્ટ મેચ્યોર થઈ જશે અને તમને વ્યાજ સાથે સંપૂર્ણ પૈસા મળશે.

5 વર્ષ પછી બંધ પણ કરાવી શકાય છે ખાતું
ખાતું ખોલ્યાના 5 વર્ષ પછી બંધ પણ કરાવી શકાય છે. જો કોઈ ગંભીર રોગ થાય અથવા જો ખાતું કોઈ અન્ય કારણોસર બંધ કરવામાં આવી રહ્યું હોય તો તેને બંધ કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ તેના પરના વ્યાજ બચત ખાતાં અનુસાર ચૂકવવામાં આવશે.

દીકરી 18 વર્ષની થાય ત્યારે અડધા પૈસા ઉપાડી શકાય છે
સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં 18 વર્ષની વય પછી બાળકના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચની દૃષ્ટિએ 50% સુધી ઉપાડ કરી શકાય છે.ખાતું ખોલાવવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આપવું જરૂરી છે. આ સાથે બાળક અને માતા-પિતાની ઓળખ અને સરનામાંનો પુરાવો આપવો પડશે.આ ખાતું દેશમાં ગમે ત્યાં ટ્રાન્સફર કરાવી શકાય છે. જો ખાતાધારક અકાઉન્ટ ખોલાવવાની મૂળ જગ્યાએથી બીજા કોઈ સ્થળે શિફ્ટ થઈ જાય તો તેને આ સુવિધા મળે છે. આ માટે કોઈ ચાર્જ નથી.જો 21 વર્ષ પૂરા થતાં પહેલાં ખાતું બંધ કરાવવામાં આવી રહ્યું હોય તો ખાતાધારકે એફિડેવિટ આપવું પડશે કે ખાતું બંધ કરતી વખતે દીકરીની ઉંમર 18 વર્ષથી ઓછી નથી.

ટેક્સ છૂટનો લાભ મળે છે
ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પૈસા જમા કરાવવા પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મેળવી શકાય છે.

મ્યુચ્યુઅલ ફંડ
મ્યુચ્યુઅલ ફંડ વધારે રિટર્ન આપી શકે છે

સુકન્યા સમૃદ્ધિ યોજનાઓમાં ભલે ટેક્સનો ફાયદો મળતો હોય પરંતુ તેમાં તમને એક નક્કી વ્યાજ મળે છે, જેમાં તમે તેનાથી વધારે ફાયદો નથી કમાઈ શકતા. સમયની સાથે વધતી મોંઘવારીની સમસ્યાને ધ્યાનમાં રાખતા બાળકોના ભવિષ્ય માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ સારું સાબિત થઈ શકે છે. ઈક્વિટી મ્ચ્યુઅલ ફંડમાં ઈન્ડેક્સ ફંડ, લાર્જ કેપ ફંડ, અને મિડ કેપ ફંડમાંથી જરૂર પ્રમાણે કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો. ઈક્વિટી ફંડમાં રિસ્ક પ્રોફાઈલના હિસાબથી રોકાણ યોજના પસંદ કરી શકાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 10 વર્ષ અથવા તેનાથી વધારે સમયના રોકાણ માટે ઈક્વિટી મ્ચ્યુઅલ ફંડમાં રોકાણ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ચાઈલ્ડ મ્યુચ્યુઅલ ફંડનો ઓપ્શન મળે છે
ચાઈલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પણ બાળકોના ભવિષ્યને જોતા સારું છે. જો કે, તેના માટે લાંબા સમયનું રોકાણ વધું સારું છે. ચાઈલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાંથી મળતું રિટર્ન મોંઘવારીની સમસ્યાનો સામનો કરવા માટે પણ સક્ષમ છે. જો કે, એવું નથી કે, બાળકોના નામથી માત્ર તે જ ફંડમાં રોકાણ કરી શકાય છે, જેની સાથે ચાઈલ્ડ સંકળાયેલ છે. આવા પ્લાન ખાસ કરીને બાળકોના નામે રોકાણ કરવા માટે લલચાવે છે. જો કે, તેમાંથી કેટલાક સારા પ્લાન પણ છે. પરંતુ તે ઉપરાંત માતાપિતા અન્ય મ્યુચ્યુઅલ ફંડ્સ પણ જોઈ શકે છે.

ટોપ ચિલ્ડ્રન પ્લાનના રિટર્ન
HDFC ચિલ્ડ્રન ગિફ્ટ ફંડ

  • 10 હજારની મંથલી SIPની 10 વર્ષમાં વેલ્યુઃ 20.68 લાખ રૂપિયા
  • એક્સપેન્સ રેશિયો: 2.06% (5 નવેમ્બર, 2020)
  • મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ: 5000 રૂપિયા
  • મિનિમમSIP: 500 રૂપિયા

કેટલું રિટર્ન મળશે

સમયગાળોરિટર્ન (%)
છેલ્લા 3 મહિના6.40
છેલ્લા 6 મહિના25.23
છેલ્લા 1 વર્ષ4.81
છેલ્લા 3 વર્ષ4.10
છેલ્લા 5 વર્ષ9.15
છેલ્લા 7 વર્ષ13.23
છેલ્લા 10 વર્ષ10.50

ICICI પ્રુડેન્શિયલ ચાઈલ્ડ કેર ફંડ

  • 10 હજારની મંથલી SIPની 10 વર્ષમાં વેલ્યુઃ 18.23 લાખ રૂપિયા
  • એક્સપેન્સ રેશિયો: 2.52% (5 નવેમ્બર, 2020)
  • મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ: 5000 રૂપિયા
  • મિનિમમ SIP: 500 રૂપિયા

કેટલું રિટર્ન મળશે

સમયગાળોરિટર્ન (%)
છેલ્લા 3 મહિના5.07
છેલ્લા 6 મહિના18.42
છેલ્લા 1 વર્ષ4.81
છેલ્લા 3 વર્ષ0.05
છેલ્લા 5 વર્ષ2.29
છેલ્લા 7 વર્ષ6.79
છેલ્લા 10 વર્ષ12.37

UTI ચિલ્ડ્રન કરિયર ફંડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન

  • 10 હજારની મંથલી SIPની 10 વર્ષમાં વેલ્યુઃ 18.15 લાખ રૂપિયા
  • એક્સપેન્સ રેશિયો: 2.76% (5 નવેમ્બર, 2020)
  • મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ: 1000 રૂપિયા
  • મિનિમમ SIP: 500 રૂપિયા

કેટલું રિટર્ન મળશે

સમયગાળોરિટર્ન (%)
છેલ્લા 3 મહિના8.82
છેલ્લા 6 મહિના28.12
છેલ્લા 1 વર્ષ4.45
છેલ્લા 3 વર્ષ1.48
છેલ્લા 5 વર્ષ8.28
છેલ્લા 7 વર્ષ11.66
છેલ્લા 10 વર્ષ8.03

સોર્સઃ વેલ્યૂ રિસર્ચ અને groww.in

સુકન્યા યોજના અથવા મ્યુચ્યુઅલ ફંડ ક્યાં રોકાણ કરવું?
બંને સ્કીમની પોતાની વિશેષતા અને ખામીઓ છે. જો તમે થોડું જોખમ લઈ શકો છો તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું તમારા માટે યોગ્ય રહેશે. તેમજ જો તમે રિસ્ક લીધા વગર એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં તમારા પૈસા સુરક્ષિત રહે અને તમને સારું એવું વળતર મળે તો સુકન્યા યોજના તમારા માટે સારી રહેશે. તે ઉપરાંત જો તમે ઈન્કમ ટેક્સ બચાવવા માટે રોકાણ કરવા માગો છો તો સુકન્યા યોજનામાં રોકાણ કરી શકો છો. તેમાં ટેક્સ છૂટનો લાભ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser