તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Are The Guarantor Of A Loan, Be Prepared To Repay The Loan In Case Of Default, Urge The Borrower To Buy Insurance Cover.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણકારી:કોઈની લોનના ગેરંટર બનતાં પહેલાં આ વાંચી લો, તે વ્યક્તિ ડિફોલ્ટર બનશે તો તમારે લોન ચૂકવવી પડશે, લોન લેનારે વીમો પણ લેવો જોઈએ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોનની ગેરંટી આપનારી વ્યક્તિ પણ લોન લેનારી વ્યક્તિ સમાન જવાબદાર હોય છે
  • એકવાર તમે જ્યારે ગેરંટર બની જાઓ તો જવાબદારીમાંથી છૂટવું મુશ્કેલ હોય છે

કોરોના રોગચાળાને કારણે ઘણા લોકોની કમાણી પર અસર પડી છે. એને કારણે ઘણા લોકોને તેમની લોન ભરપાઈ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જો લોન લેનારી વ્યક્તિ લોનના હપતા ભરપાઈ ન કરી શકી તો લોન ડિફોલ્ટ થવાને કારણે લોન લીધેલી વ્યક્તિ જ નહીં, ગેરંટરને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આવા જ કેસમાં ગેરંટર હો તો અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.

ડિફોલ્ટ થવા પર શું કરવું?
એકવાર જો તમે ગેરેન્ટર બની જાઓ તો જવાબદારીમાંથી છૂટવું બહુ મુશ્કેલ થઈ જશે. ગેરંટી માત્ર એવા જ કિસ્સામાં આપવી જોઇએ, જ્યાં મૂળ ખાતાધારક ચુકવણી ન કરી શકે તો તમે તેની લોનની જવાબદારી લેવા માટે તૈયાર હો. જો લોન લેનારી વ્યક્તિ નિયમિત હપતા ન ભરે અને બેંક તમને લોન ભરપાઈ કરવા કહે તો તમે લોન લેનાર સાથે વાત કરીને લોન ચૂકવી શકો છો. આવું કરવાથી ગેરંટર ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ હેઠળ લોન લેનારા પાસેથી પછી પૈસા વસૂલ કરી શકે છે.

ગેરંટરમાંથી પોતાનું નામ કઢાવવા શું કરવું?
જો તમે કોઈના ગેરંટર હો અને હવે પોતાનું નામ કઢાવવા માગતા હો તો એ સરળ નથી. જ્યાં સુધી લોન લેનારી વ્યક્તિ કોઈ અન્ય ગેરંટર ન શોધી શકે ત્યાં સુધી બેંક નામ કાઢવાની મંજૂરી આપતી નથી. નવા ગેરંટર મળ્યા પછી લોન લેનારી વ્યક્તિ, ગેરંટર અને એ વ્યક્તિ જેને તમે ગેરંટર બનાવવા માગતા હો તેણે બેંકમાં સંપર્ક કરવાનો રહેશે. જોકે બીજો ગેરંટર શોધ્યા છતાં એ બેંક પર નિર્ભર કરે છે કે તે તેની મંજૂરી આપે છે કે નહીં.

ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે
ગેરંટરે લોન લેનારી વ્યક્તિને પૂરતું લોન ઇન્શ્યોરન્સ કવર ખરીદવા પર ભાર આપવો જોઇએ. એનાથી જો કંઇપણ અયોગ્ય થાય તો ગેરંટર લોનની ચુકવણી માટે જવાબદાર રહેશે નહીં. ઇન્શ્યોરન્સ કવરના પૈસાથી લોનની રકમની ચુકવણી કરી શકાશે.

ગેરંટર ક્યારે જરૂરી હોય છે?
બેંક તમામ લોન માટે ગેરંટર રાખવા માટે આગ્રહ રાખતી નથી, પરંતુ જ્યારે ગેરંટી પર્યાપ્ત નથી હોતી અને તેમને લોનની ચુકવણી અંગે શંકા હોય ત્યારે તેઓ આવું કરવાનું કહે છે. મોટી રકમની લોન માટે ગેરંટર હોવો જરૂરી છે.

ગેરંટરને લગતા નિયમો શું છે?
નિયમો અનુસાર, જે વ્યક્તિ લોનની ગેરંટી આપે તે પણ લોન લેનારી વ્યક્તિ જેટલી જ જવાબદાર હોય છે. ડિફોલ્ટની સ્થિતિમાં બેંક પહેલા લોન લેનારાને નોટિસ મોકલે છે અને જવાબ ન મળવાના કિસ્સામાં લોન લેનારા તેમજ ગેરંટરને પણ નોટિસ મોકલવામાં આવે છે. બેંક શક્ય એટલું લોન લેનારા પાસેથી જ વસૂલી કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ અસફળ રહેવા પર ગેરંટરને પણ ડિફોલ્ડ માટે જવાબદાર ગણવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો