એક ટેક્નિકલ ડોમેન અને એક લીગલ કોન્ટ્રાક્ટ હોવાને કારણે મોટાભાગના લોકો માટે વીમાની શરતોને સમજવી ખૂબ મુશ્કેલ છે. આ સિવાય, જ્યારે વીમા કોન્ટ્રાક્ટ વાત આવે છે ત્યારે નિયમો, શરતો અને વીમાને લગતી શબ્દોની જાળ સમજવી એક સામાન્ય માણસ માટે બહુ અઘરું કામ હોય છે. વીમા અંગે જાગૃતિ લાવવામાં આ બાબત અડચણ બની શકે છે. અહીં અમે આરોગ્ય વીમાથી સંબંધિત આવા કેટલાક ખુલાસા કરી રહ્યા છીએ. તમારે આ વિશે જાણવું જ જોઇએ કે જેથી તમે વીમા અંગે વધુ સારો નિર્ણય લઈ શકો.
કો-પેમેન્ટ
કો-પેમેન્ટ, વીમા લેનારા અને વીમા કંપની વચ્ચે ક્લેમ રકમની પૂર્વ નિર્ધારિત ટકાવારી (pre-defined percentage) વહેંચવાનો વિકલ્પ સૂચવે છે. આ વિકલ્પનો ઉપયોગ હેલ્થ પ્લાન ખરીદતી વખતે પ્રીમિયમ ઘટાડવામાં મદદ કરે છે. એક કો-પેમેન્ટ વીમા કંપનીની જવાબદારી પ્રતિબંધિત કરે છે કારણ કે, વીમા લેનાર વ્યક્તિ તેના ખિસ્સાંમાંથી કુલ ક્લેમની રકમના કેટલાક ટકા ભોગવવા સંમત થાય છે.
કપાત અથવા ડિડક્ટેબલ
ડિડક્ટેબલ અથવા કપાત એ એક વિશિષ્ટ રકમ હોય છે, જેની હેઠળ વીમાધારકને આરોગ્ય વીમા યોજના અમલમાં આવે તે પહેલાં ખર્ચ સહન કરવાનું કહેવામાં આવે છે. દરેક પોલિસીમાં સ્વૈચ્છિક કપાતનો એક કમ્પોનન્ટ હોય છે. જો કે, આ વ્યવસ્થા વીમાદાતાને તેમની જવાબદારીના ભાગમાંથી મુક્ત કરે છે, તેથી પ્રીમિયમ ઘટાડવામાં તે મદદરૂપ થાય છે. ડિડક્ટેબલ જેટલું વધારે થાય છે પ્રીમિયમ એટલું જ ઓછું હોય છે.
ઉદાહરણ તરીકે, જો તમે તમારી પોલિસીમાં 10,000 રૂપિયાની કપાત અથવા ડિડક્ટેબલનો ઓપ્શન પસંદ કર્યો હશે તો 1 લાખ રૂપિયાની ક્લેમની સ્થિતિમાં તમારે પહેલાં 10,000 રૂપિયા સહન કરવા પડશે. બાકીના 90,000 રૂપિયા વીમા કંપની ધ્યાનમાં રાખશે. જો ક્લેમની રકમ 10,000 રૂપિયાથી ઓછી હોય તો ગ્રાહકે સંપૂર્ણ ખર્ચો ઉઠાવવો પડશે.
ડે કેર ટ્રીટમેન્ટ
તે સામાન્ય અથવા સ્થાનિક એનેસ્થેસિયા હેઠળ 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં અથવા ડે કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવે તેવી સ્થિતિમાં સારવાર અથવા ઓપરેશનની કાર્યવાહીથી સંબંધિત છે. ડે કેર ટ્રીટમેન્ટમાં OPDનો સમાવેશ થતો નથી તે નોંધવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેટલીક સામાન્ય ડે કેર ટ્રીટમેન્ટમાં મોતિયાનું ઓપરેશન, કોરોનરી એન્જીયોગ્રાફી, કીમો થેરપી, ડાયાલિસિસ વગેરે સામેલ છે.
ગ્રેસ પિરિઅડ
જો તમે સમયસર તમારું વીમા પ્રીમિયમ ચૂકવવાનું ભૂલી જાઓ તો વીમા કંપની તમને ચૂકવણી કરવા માટે 30 દિવસનો વધારાનો સમય આપે છે. જો કે, તમે આ લેપ્સ સમય દરમિયાન કવર નહીં કરી શકો. પરંતુ જો એકવાર તમે પ્રીમિયમ ચૂકવી લીધું તો પોલિસી ફરીથી રિન્યૂ કરવામાં આવે છે અને તેના હેઠળ બધા લાભો જાળવી રાખવામાં આવે છે.
હોસ્પિટમાં ભરતી થયા પહેલા અને પછીનો ખર્ચ
ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, કન્સલ્ટેશન વગેરેમાં હોસ્પિટલમાં દાખલ થવા પહેલાં કરવામાં આવતા ખર્ચને હોસ્પિટલમાં દાખલ થયા પહેલાંના મેડિકલ ખર્ચ (pre-hospitalization medical expenses) તરીકે ઓળખવામાં આવે છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી થતા ખર્ચને હોસ્પિટલમાં દાખલ કર્યા પછીના મેડિકલ ખર્ચ (post-hospitalization medical expenses) તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ફોલો-અપ દવાઓ, સ્ક્રિનિંગ, ફિઝિયોથેરપી, ડાયાલિસીસ, કીમો ટ્રીટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
હોસ્પિટલમાં દાખલ થવા પહેલાંનો 30થી 60 દિવસનો સમયગાળો પ્રિ-હોસ્પિટલાઇઝેશન જ્યારે હોસ્પિટલમાં દાખલ થયાના 90થી 180 દિવસના સમયગાળાને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન માનવામાં આવે છે.
ફ્રી લુક પિરિઅડ
ફ્રી લુક પિરિઅડ પોલિસી ડોક્યૂમેન્ટ મળવાની તારીખથી 15 દિવસનો સમયગાળો છે, જે દર નવા હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા વ્યક્તિગત અકસ્માત પોલિસીધારકને આપવામાં આવે છે. આ સમય દરમિયાન તમે ફરીથી વિશ્લેષણ કરી શકો છો કે કોઈ વિશિષ્ટ યોજના તમારા માટે યોગ્ય છે કે નહીં. જો તમને આ નિર્ધારિત 15 દિવસની અંદર પોલિસી નથી આવતી તો તેને કેન્સલ કરી શકાય છે. તમને પ્રીમિયમ પરત આપી દેવાશે. જો કે, કવરના કિસ્સામાં વીમાદાતા વહીવટી ખર્ચ માટે તમારી પાસેથી ચાર્જ લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.