• Gujarati News
  • Utility
  • If You Are Planning To Invest In Gold, You Can Invest Money Through Gold ETF, Mutual Fund Or Payment App.

ધનતેરસ ખાસ:સોનામાં રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો ગોલ્ડ ETF, મ્યુચ્યુઅલ ફંડ અથવા પેમેન્ટ એપ દ્વારા પૈસાનું રોકાણ કરી શકો છો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે ધનતેરસ છે અને આ દિવસે સોનું ખરીદવાનું ચલણ છે. આવી સ્થિતિમાં જો તમે પણ આજે સોનામાં રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ધનતેરસ પર તમે ઘરેબેઠાં જ સોનામાં રોકાણ કરી શકો છો. આ વખતે ગોલ્ડ ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અથવા પેમેન્ટ એપ દ્વારા ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આજે અમે તમને આ વિશે જણાવી રહ્યા છીએ.

1. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેટ ફંડ્સ (ગોલ્ડ ETF)
સોનાને શેરની જેમ ખરીદવાની સુવિધાને ગોલ્ડ ETF કહેવામાં આવે છે. આ એક્સચેન્જ ટ્રેડેટ ફંડ છે જેને સ્ટોક એક્સચેન્જ પર ખરીદી અને વેચી શકાય છે. જો કે, ગોલ્ડ ETFનો બેંચમાર્ક સ્પોર્ટ ગોલ્ડની કિંમત છે, તમે તેને સોનાની વાસ્તવિક કિંમતની આસપાસ ખરીદી શકો છો. ગોલ્ડ ETF ખરીદવા માટે તમારી પાસે એક ટ્રેડિંગ ડીમેટ અકાઉન્ટ હોવું જોઈએ. તેમાં સોનાની ખરીદી યુનિટિમાં કરવામાં આવે છે. તેને વેચવા પર તમને સોનું નહીં પરંતુ તે સમયના માર્કેટ મૂલ્યના બરાબર કિંમત મળે છે.

આ સોનામાં રોકાણ માટે સૌથી સસ્તો વિકલ્પ છે. તેને શેરની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જના કેશ માર્કેટમાં ખરીદી વેચી શકાય છે. ગોલ્ડ ETFનું એક યુનિટ એક ગ્રામ સોનાની બરાબર હોય છે, પરંતુ ગોલ્ડ ETFમાં કોઈ અપર લિમિટ નથી. ગોલ્ડ ETFમાં કોઈ લોકઈન પિરિઅડ નથી.

2. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETFનો જ એક પ્રકાર છે. આ એવી યોજના છે જેના દ્વારા મુખ્ય રીતે ગોલ્ડ ETFમાં જ રોકાણ કરી શકાય છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ભૌતિક સોનામાં સીધું રોકાણ કરવાની યોજના ધરાવતું નથી. જો કે, તે સ્થિતિને અપ્રત્યક્ષ રીતે લે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ઓપન-એન્ડેડ રોકાણ પ્રોડક્ટ છે, જે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેટ ફંડ (ગોલ્ડ ETF)માં રોકાણ કરે છે અને તેની નેટ એસેટ વેલ્યુ (NAV) ETFsના પ્રદર્શન સાથે કનેક્ટેડ હોય છે.

તમે માસિક SIP માધ્યમથી 500 રૂપિયાથી ઓછાની સાથે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો. તેને રોકાણ કરવા માટે ડીમેટ અકાઉન્ટની જરૂર નથી હોતી. તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ હાઉસના માધ્યમથી તેમાં રોકાણની શરૂઆત કરી શકો છો.

3. પેમેન્ટ એપથી પણ ખરીદી શકો છો ગોલ્ડ
હવે તમે તમારા સ્માર્ટફોનથી જ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. તેના માટે તમારે વધારે પૈસા ખર્ચ નહીં કરવા પડે. તમે તમારી અનુકૂળતા મુજબ ગમે તે ભાવે સોનું ખરીદી શકો છો. એટલે સુધી કે 1 રૂપિયાનું પણ સોનું ખરીદી શકો છો. આ સુવિધા એમેઝોન-પે, ગૂગલ-પે, પેટીએમ, ફોનપે અને મોબિક્વિક જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

ડિજિટલ ગોલ્ડ ખરીદવાના ઘણા ફાયદા છે. તમે 1 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો. તેના દ્વારા તમે શુદ્ધ સોનામાં રોકાણ કરો છો. જ્વેલરી મેકિંગનો ખર્ચ નથી આવતો. તેનાથી પણ પૈસાની બચત થાય છે. તેને ફિઝિકલ ગોલ્ડની જેમ સુરક્ષિત રાખી શકાય છે. ​​​​​​​

સોનાએ છેલ્લા 5 વર્ષમાં 57% જેટલું રિટર્ન આપ્યું
ગયા વર્ષે એટલે કે નવેમ્બર 2016માં આ સમયે સોનું 30,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું જે અત્યારે 48,000 પર પહોંચી ગયું છે. એટલે કે સોનાએ છેલ્લા 5 વર્ષમાં લગભગ 57% રિટર્ન આપ્યું છે. તેમજ છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો સોનાએ 80% જેટલું રિટર્ન આપ્યું છે.