• Gujarati News
  • Utility
  • If You Are Planning To Get FD This Diwali, Then First Know Here Where You Will Get More Interest On Investing

રોકાણની વાત:આ દિવાળીએ FD કરાવવાનો પ્લાન બનાવતા હો, તો પહેલાં જાણી લો કઈ જગ્યાએ ઈન્વેસ્ટ કરવાથી વધારે વ્યાજ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 1 વર્ષની FD પર 5.10% વ્યાજ આપી રહી છે

આ દિવાળીએ જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDમાં રોકાણ કરવાનું પ્લાનિંગ કરતા હો તો તમને બેંકના વ્યાજદર વિશે માહિતી હોવી જરૂરી છે. દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 1 વર્ષની FD પર 5.10% વ્યાજ આપી રહી છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ દેશની મુખ્ય બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે..

2 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજદર (%માં)
પોસ્ટ ઓફિસ5.50
એક્સિસ5.25
SBI5.10
પંજાબ નેશનલ બેંક5.00
ICICI5.00
HDFC4.90

3 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજદર (%માં)
પોસ્ટ ઓફિસ5.50
SBI5.30
એક્સિસ5.25
HDFC5.15
ICICI5.15
પંજાબ નેશનલ બેંક5.00

5 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજદર(%માં)
પોસ્ટ ઓફિસ6.70
એક્સિસ5.75
SBI5.40
ICICI5.35
HDFC5.30
પંજાબ નેશનલ બેંક5.25

5 વર્ષની FD પર મળશે ટેક્સ છૂટનો ફાયદો
5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવામાં આવે છે. તેમાં રોકાણ કરવા પર ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો ફાયદો મળી શકે છે.

FD પર મળતા વ્યાજ પર પણ ટેક્સ આપવો પડશે
FDથી થતી વ્યાજની આવક જો 40,000 રૂપિયા(સીનિયર સિટિઝનના કેસમાં 50,000 રૂપિયા) સુધીની હોય તો તમારે કોઈ ટેક્સ નહીં દેવો પડે. તેની આવકમાં 10% TDS કાપવામાં આવે છે. જો તમારી FDની વર્ષની આવક 40 હજાર રૂપિયાથી વધારે છે પરંતુ કુલ વર્ષની આવક લિમિટ જેટલી નથી તો બેંક TDS કાપતી નથી. આ માટે સીનિયર સિટિઝને બેંકમાં ફોર્મ 15H અમે અન્ય લોકોએ ફોર્મ 15G જમા કરવાનું હોય છે.

ફોર્મ 15G કે ફોર્મ 15H સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. તેમાં તમે જણાવો છો કે, તમારી આવક ટેક્સની લિમિટથી વધારે છે.