તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • If You Are Planning To Do RD, First Find Out Where Investing In Post Office Or SBI Will Be Most Beneficial.

સુરક્ષિત રોકાણ:RD કરાવવાનો પ્લાન કરતા હોવ તો, પહેલા જાણી લો કે પોસ્ટ ઓફિસ અથવા SBIમાં ક્યાં રોકાણ કરવાથી વધારે ફાયદો થશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

આ મોંઘવારીના સમયમાં મંથલી સેલરીવાળા માટે મોટું ફંડ તૈયાર કરવું સરળ કામ નથી. પરંતુ તમે દર મહિને થોડી બચત કરીને આવું કરી શકો છો. તેમાં રિકરિંગ ડિપોઝિટ એટલે કે RD તમારી મદદ કરી શકે છે. આ સ્કિમ અંતર્ગત તમે નાની બચત કરીને મોટી રકમ ભેગી કરી શકો છો. આજે અમે તમને પોસ્ટ ઓફિસ RD અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) RD વિશે જણાવી રહ્યા છીએ.

સૌથી પહેલા સમજો RD શું છે?
રિકરિંગ ડિપોઝિટ કે RD વધારે બચત કરવામાં તમારી મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંક તરીકે કરી શકો છો. દર મહીને તમે સેલરી આવે ત્યારે એક નિશ્ચિત રકમ ભરતા રહો અને મેચ્યોર થવા પર તમારા હાથમાં એક મોટી રકમ આવશે. તેનો મેચ્યોરિટી પિરિઅડ સામાન્ય રીતે 6 મહિનાથી 10 વર્ષની વચ્ચે રહે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) RD સંબંધિત ખાસ બાબતો

 • SBIમાં તમે 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.
 • SBI RD પર મહત્તમ 5.4% વ્યાજ મળી રહ્યું છે.
 • સિનિયર સિટીઝનને તેના પર 0.50% વધારે વ્યાજ મળે છે.
 • તેમાં મિનિમમ 100 રૂપિયા દર મહિને રોકાણ કરી શકાય છે.
 • તેનાથી વધારે 10ના મલ્ટીપલમાં તમે કોઈપણ રકમ જમા કરાવી શકો છો. મેક્સિમમ ડિપોઝિટ રકમની કોઈ લિમિટ નથી.

કેટલા વર્ષ માટે રોકાણ કરવા પર કેટલું વ્યાજ મળશે​​​​​​​​​​​​​​

સમયગાળોવ્યાજ દર (% માં)
1થી 2 વર્ષ માટે4.9
2થી 3 વર્ષ માટે5.1
3થી 5 વર્ષ માટે5.3
5થી 10 વર્ષ માટે5.4

પોસ્ટ ઓફિસ RD સાથે સંબંધિત ખાસ બાબતો

 • તેમાં 5 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે. જો કે, તમે તેને તમારા હિસાબથી આગળ વધારી શકો છો.
 • જો તમે 5 વર્ષ પહેલા પૈસા ઉપાડો છો તો તમારે દંડ ભરવો પડશે.
 • ઈન્ડિયા પોસ્ટની RD પર 5.8% વ્યાજ મળી રહ્યું છે.
 • તેમાં મિનિમમ 100 રૂપિયા દર મહિને રોકાણ કરી શકાય છે.
 • તેના કરતાં વધારે 10ના મલ્ટીપલમાં તમે કોઈપણ રકમ જમા કરી શકો છો. મેક્સિમમ જમા રકમની કોઈ મર્યાદા નથી.

RD પર મળતા વ્યાજ પર પણ ટેક્સ આપવો પડશે
રિકરિંગ ડિપોઝિટ (RD)થી થતા વ્યાજની આવક જો 40 હજાર રૂપિયા (સીનિયર સિટીઝનના કેસમાં 50 હજાર રૂપિયા) સુધી હોય તો તમારે કોઈ ટેક્સ આપવો નહીં પડે. તેનાથી વધારે આવક પર 10% TDS કાપવામાં આવશે.