જો તમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવા જઈ રહ્યા છો તો તમને બેંકોના વ્યાજ દર ખબર હોવા જોઈએ. SBI, HDFC, ICICI અને એક્સિસ બેંકે તાજેતરમાં FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. જો કે, સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ સ્કિમ્સના વ્યાજ દરમાં ઘટાડો નથી કર્યો. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટમાં તમને પહેલા જેટલું વ્યાજ મળતું રહેશે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, તમને ક્યાં રોકાણ કરવા પર કેટલું વ્યાજ મળશે.
ક્યાં કેટલું વ્યાજ મળી રહ્યું છે
2 વર્ષની FD પર વ્યાજ
બેંક | વ્યાજ દર (% માં) |
પોસ્ટ ઓફિસ | 5.50 |
એક્સિસ | 5.25 |
SBI | 5.10 |
ICICI | 5.00 |
HDFC | 4.90 |
3 વર્ષની FD પર વ્યાજ
બેંક | વ્યાજ દર (% માં) |
પોસ્ટ ઓફિસ | 5.50 |
SBI | 5.30 |
HDFC | 5.15 |
એક્સિસ | 5.25 |
5 વર્ષની FD પર વ્યાજ
બેંક | વ્યાજ દર (% માં) |
પોસ્ટ ઓફિસ | 6.70 |
એક્સિસ | 5.75 |
HDFC | 5.50 |
SBI | 5.40 |
ICICI | 5.35 |
5 વર્ષની FD પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે
5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવાય છે. તેમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ લઈ શકાય છે.
FDમાંથી મળતા વ્યાજ પર ટેક્સ આપવો પડશે
જો FDની વ્યાજની આવક 40,000 રૂપિયા (સિનિયર સિટિઝનના કિસ્સામાં 50,000 રૂપિયા) સુધીની હોય તો તમારે એના પર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. આની ઉપરની આવક માટે 10% TDS કાપવામાં આવે છે. જો તમારી FDથી થતી વાર્ષિક વ્યાજ આવક 40 હજાર રૂપિયાથી વધારે છે પરંતુ કુલ વાર્ષિક વ્યાજ (વ્યાજની આવક સહિત) તે મર્યાદિત નથી, જ્યાં ટેક્સ લાગશે ત્યાં બેંક TDS કટ નહીં કરે. તેના માટે સિનિટર સિટીઝનને બેંકમાં ફોર્મ 15H અને અન્ય લોકોને ફોર્મ 15G જમા કરવાનું હોય છે.
ફોર્મ 15G અથવા ફોર્મ 15H સ્વ-ઘોષણાવાળા ફોર્મ છે. તેમાં તમારે જણાવવું પડે છે કે તમારી આવક ટેક્સની મર્યાદાની બહાર છે. જે આ ફોર્મ ભરે છે તેને ટેક્સમાંથી રાહત મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.