તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Are Planning To Buy Gold Jewelery, First Know How To Determine Its Price By Carat.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનું ખરીદતી વખતે સાવચેતી રાખવી:સોનાની જ્વેલરી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય, તો પહેલા જાણીલો કેરેટ પ્રમાણે તેની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાની કિંમત હંમેશાં કેરેટ પ્રમાણે નક્કી થાય છે
  • સોનાની જ્વેલરી પર તેની કિંમત અને મેકિંગ ચાર્જ પર 3% GST લાગે છે

આ અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ 10 ગ્રામ સોનાનો ભાવ 47 હજાર રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે સોના વિશે ઘણી બાબતો જાણવી જરૂરી છે. સોનાની કિંમત હંમેશાં કેરેટ પ્રમાણે નક્કી કરવામાં આવે છે, તેથી સોનું રીદતી વખતે કેરેટ પ્રમાણે સોનાની સાચી કિંમતનું કેલ્ક્યુલેશન કરવું. તે ઉપરાંત હોલમાર્ક જોઈને સોનું ખરીદવું. હોલમાર્ક સરકારી ગેરંટી હોય છે.

હોલમાર્ક જોઈને જ સોનું ખરીદવું
ભેળસેળથી અને છેતરપિંડીથી બચવા માટે હોલમાર્ક જોઈને સોનું ખરીદવું. હોલમાર્ક સરકારી ગેરંટી હોય છે. હોલમાર્કને ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)દ્વારા નક્કી કરવામાં આવે છે. સોનાની જ્વેલરી ખરીદવા પર તેની કિંમત અને મેકિંગ ચાર્જ પર 3%નો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગે છે.

કેરેટ દ્વારા સોનાની કિંમત જાણવી સરળ છે
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેના ઝવેરાત બનાવવામાં આવતા નથી, કેમ કે, તે નરમ હોય છે. અત્યારે 24 કેરેટ સોનાની કિંમત 47 હજાર રૂપિયા છે આવી સ્થિતિમાં 22 કેરેટ સોનાની કિંમત (47000/24)x22=43083 રૂપિયા થશે. એવી જ રીતે 20 કેરેટ ગોલ્ડની કિંમત પણ નક્કી થશે. એટલે 10 ગ્રામ દિઠ (47000/24)x20=39166 રૂપિયા થશે.

91.66% શુદ્ધ હોય છે 22 કેરેટ સોનું
સામાન્ય રીતે જ્વેલરી માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જે 91.66% શુદ્ધ હોય છે. 1 કેરેટ ગોલ્ડનો અર્થ થાય છે 1/24% ગોલ્ડ, એટલે કે તમારું સોનું માત્ર 4.16% જ શુદ્ધ છે. જો તમારી જ્વેલરી 22 કેરેટની છે તો 22ને 24દ્વારા ભાગાકાર કરીને તેને 100 દ્વારા ગુણાકાર કરો. (22/24)x100= 91.66 એટલે કે તમારા દાગીનામાં વપરાયેલ સોનાની શુદ્ધતા 91.66% છે. 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ માનવામાં આવે છે.

તમામ કેરેટનો હોલમાર્ક અંક અલગ હોય છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 પર 750 લખેલું હોય છે. તેનાથી શુદ્ધતામાં કોઈ શંકા નથી રહેતી.

10 વર્ષમાં 135% મોંઘુ થયું સોનું
5 ફેબ્રુઆરી 2010ના રોજ 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દિઠ 20 હજાર રૂપિયાની આસપાસ હતી. જે 5 ફેબ્રુઆરી 2021ના રોજ 47 હજારે પહોંચી હતી. એટલે કે છેલ્લા 10 વર્ષમાં સોનાની કિંમતમાં 135%નો વધારો થયો છે.

બજેટમાં 5% ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવી
નાણામંત્રી નિર્મલા સિતારમણે નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા બજેટમાં સોના અને ચાંદી પર આયાત ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર આયાત ડ્યુટીમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે. અત્યારે સોના અને ચાંદી પર 12.5% આયાત ટ્યુડી ચૂકવવી પડે છે. 5 ટકાના ઘટાડા બાદ માત્ર 7.5 ટકા જ ઈમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડશે. તેનાથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે.

2020માં સોનાની માગ ઘટી
ગત વર્ષે દેશમાં સોનાની માગમાં ઘટાડો નોંધાયો હતો. તેના કારણે દેશમાં સોનાની ઈમ્પોર્ટ 2020માં 344.2 ટન રહી છે, જે ગત વર્ષની તુલનામાં 47% ઓછી છે. 2019માં તે 646.8 ટન હતી. ભારત વિશ્વનો સૌથી મોટો સોનાની આયાત કરતો દેશ છે. જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં સોનાની સૌથી વધારે માગ રહે છે. દેશમાં સામાન્ય રીતે 800થી 900 ટન સોનાની આયાત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો