• Gujarati News
  • Utility
  • If You Are Planning To Break The Tax Saving FD Ahead Of Time, Find Out First How Much Tax You Have To Pay.

તમારા કામની વાત:તમે સમય પહેલાં ટેક્સ સેવિંગ FD તોડવાનું વિચારી રહ્યા છો તો, પહેલાં જાણી લો કેટલો ટેક્સ ભરવો પડશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેટલાક લોકો ઈન્કમ ટેક્સ બચાવવા માટે એવી જગ્યાએ રોકાણ કરે છે, જ્યાંથી તેમને ટેક્સ છૂટનો લાભ મળી શકે. તેના અંતર્ગત ઘણા લોકો ટેક્સ સેવિંગ FD (5 વર્ષની FD)માં રોકાણ કરે છે, પરંતુ ઈન્કમ ટેક્સ છૂટનો લાભ મેળવવા માટે તમારે તેમાં 5 વર્ષ માટે રોકાણ કરવું પડે છે. તે પહેલા પૈસા ઉપાડવા પર ટેક્સ છૂટનો લાભ નથી મળતો. અમે તમને જણાવી રહ્યા છીએ કે આવી સ્થિતિમાં તમારે કેટલો ટેક્સ આપવો પડશે.

શું છે ટેક્સ સેવિંગ FD?
5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવામાં આવે છે. તેમાં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. તમામ બેંક ટેક્સ સેવિંગ FD ઓફર કરે છે.

5 વર્ષ પહેલા FD તોડવા પર કેટલો ટેક્સ આપવો પડશે?
તમે જે વર્ષે આ યોજનામાં રોકાણ કર્યું, તે વર્ષે તમે આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા ટેક્સ છૂટનો લાભ લીધો છે. પરંતુ જો તમે તેને મેચ્યોર થાય તે પહેલા ઉપાડી લો છો તો જે વર્ષે તમે આવું કર્યું, તે વર્ષની તે સંપૂર્ણ રકમ તમારી આવકમાં ઉમેરવામાં આવશે, જેના પર તમને ઈન્કમ ટેક્સ છૂટનો લાભ લીધો છે. તે સિવાય પ્રાપ્ત વ્યાજને પણ તમારી આવકમાં ઉમેરવામાં આવશે. ત્યારબાદ તમે જે ઈન્કમ ટેક્સ સ્લેબમાં આવશો તેના આધારે તમારી પાસે ટેક્સ વસૂલવામાં આવશે.

ઉદાહરણ દ્વારા સમજો: માની લો કે 2019 (2019-20)માં ટેક્સ સેવિંગ FD કરીને તેના અંતર્ગત તમે વાર્ષિક આવક પર 1.5 લાખ રૂપિયા ટેક્સ છૂટનો લાભ લીધો છે. પરંતુ તમે 5 વર્ષની જગ્યાએ તેને એક વર્ષ બાદ એટલે કે 2020માં જ વચ્ચેથી FD તોડો છો તો તમે 1.5 લાખ રૂપિયા પર જે ટેક્સ છૂટનો લાભ લીધો છે, તે તમારી 2020 (નાણાકીય વર્ષ 2020-21)ની આવકમાં ઉમેરવામાં આવશે. ત્યારબાદ જે ઈન્કમ ટેક્સ સ્લેબમાં આવશો તેના આધારે તમારી પાસે ટેક્સ વસૂલવામાં આવશે.

શું છે સેક્શન 80C?
આયકર કાયદાની સેક્શન 80C હકીકતમાં ઈન્કમ ટેક્સ એક્ટ, 1961નો એક ભાગ છે. તેમાં એવા રોકાણના માધ્યમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં રોકાણકરને ઈન્કમ ટેક્સમાં છૂટ મળે છે. ઘણા લોકો નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું શરૂ કરી દે છે. આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત તમે કુલ આવકમાંથી 1.5 લાખ રૂપિયાની કપાતનો દાવો કરી શકો છો.