• Gujarati News
 • Utility
 • If You Are Not Happy With Your Partner Then There May Be Bitterness In The Relationship, This Is How To Know The Toxic Relationship

સંબંધમાં છે કડવાશ?:જો તમે તમારા પાર્ટનરથી ખુશ નથી તો સંબંધમાં હોઈ શકે છે કડવાશ, આ રીતે જાણો ટોક્સિક રિલેશનશિપને

16 દિવસ પહેલા
 • કૉપી લિંક

દિલ્હીમાં 27 વર્ષની શ્રદ્ધા હત્યા આફતાબે કરીને 35 ટુકડા કરી નાખ્યા હતા. આ હત્યા પાછળનું કારણ સંબંધમાં આવતી કડવાશ છે. જ્યારે સંબંધમાં કડવાશ એટલે કે ટોક્સિક આવી જાય છે ત્યારે બીજાની જિંદગી ખરાબ થઈ જાય છે. આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જેઓ કડવાશ ભરેલા (ટોક્સિક) સંબંધોમાં અટવાયેલા હોય છે. એવા લોકો હશે, જેઓ પોતે ટોક્સિક છે અને બીજાના જીવનને બરબાદ કરી રહ્યા છે.

આજે આપણે કામના સમાચારમાં જણાવીશું કે ટોક્સિક રિલેશનશિપ શું છે? અને કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય છે...
સૌથી પહેલા ટોક્સિક રિલેશનશિપમાં શું છે. જ્યારે કોઈ સંબંધમાં કડવાશ
આવે છે એટલે કે એમાં લડાઈ-ઝઘડા, મારપીટ થતી હોય અને પ્રેમ માટે કોઈ જગ્યા ન હોય એને ટોક્સિક રિલેશનશિપ કહેવામાં આવે છે.

કોઈને કેવી રીતે ખબર પડે કે તેમની રિલેશનશિપ ટોક્સિક થઇ ચૂકી છે?
આ વાતને ફક્ત ને ફક્ત તમે જ સમજી શકો છો કે તમારા સંબંધોમાં વધુ પ્રેમ છે કે નફરત અને ઝઘડો. જો તમારો પાર્ટનર આવું કામ કરી રહ્યો હોય અથવા એવું બોલતો હોય, જે તમને નુકસાન પહોંચાડી શકે છે. પછી તમારી રિલેશનશિપ ટોક્સિક થઈ શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે શારીરિક અને મૌખિક રીતે ખરાબ વર્તન કરે છે, ત્યારે એ સંબંધ ટોક્સિક હોય છે. આ માટે નીચે આપેલા ગ્રાફિક વાંચો અને એને અન્ય લોકો સાથે પણ શેર કરો-

આ રીતે જીવન જીવવાનો શો અર્થ છે? તમારે આ પ્રકારના સંબંધમાં આગળ વધી જવું જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બોલવું કે જ્ઞાન આપવું સહેલું હશે, પરંતુ મોટા ભાગના લોકો એવું કરી શકતા નથી. તેઓ વિચારે છે કે તેઓ તેને માત્ર એક તક આપવી જોઈએ. ભૂલ થાય તો વિચાર આવે કે આ છેલ્લી તક છે, પછી બધું પૂરું કરી લઈશ. પાર્ટનરને ફરીથી માફ કરવાની ભૂલ કરે છે અને બદલામાં મૃત્યુ મળે છે.

ટોક્સિક રિલેશનશિપ ફક્ત પતિ-પત્ની, લિવ-ઇનમાં રહેતા લોકોમાં અને લવર્સમાં નથી થતી, એક વાતને યાદ રાખો કે ટોક્સિક સંબંધ પરિવાર, ઓફિસ અથવ મિત્રો વચ્ચે થઈ શકે છે, જેનાથી ચિંતા થાય છે

ખરાબ વર્તન :
કેટલાક લોકોને તમારા કામ અને વાતમાં હંમેશાં ફરિયાદ અથવા નેગેટિવિટી જોવા મળે છે, જેને કારણે તમારી આસપાસનું વાતાવરણ પણ એવું જ બની જાય છે. આ તમારા સંબંધોને કડવાશ પેદા કરી શકે છે, જેમ કે કર્મચારી અને બોસ વચ્ચેનો સંબંધ.

બે વ્યક્તિ વચ્ચે ત્રીજી વ્યક્તિએ બોલવું :
કેટલીકવાર લોકો તેમના સંબંધોમાં અન્યની નેગેટિવિટીને વચ્ચે લાવે છે. આ સ્થિતિમાં કપલ એ વાતનું ધ્યાન રાખી શકતા નથી કે આમાં બંનેનો વાંક નથી, ત્રીજી વ્યક્તિને કારણે સંબંધો બગડી રહ્યા છે.

ટોક્સિક સંબંધ:
કેટલાક લોકોનો સ્વભાવ કડક હોય છે. તે કોઈપણ વ્યક્તિ સાથે પ્રેમથી વાત નથી કરી શકતા. આ સ્થિતિમાં તેમના તીખા અને કઠોર શબ્દો સાંભળીને તમને દુઃખ થાય છે. આ લોકોના સ્વભાવને કારણે જ દરેક સાથેના સંબંધ ટોક્સિક બની જાય છે.

પાર્ટનરને દગો આપવો :
જો એક પાર્ટનર બીજા સાથે દગો કરે છે તો સંબંધમાં આપોઆપ કડવાશ આવી જાય છે.

પાર્ટનરને મારપીટ કરવી કે માનસિક ટોર્ચર કરવું
એક પાર્ટનર વારંવાર અથવા જાણીજોઈને બીજાને દુઃખ પહોંચાડે છે, તે તકલીફ શારીરિક કે માનસિક બંને હોઈ શકે છે, તોપણ સંબંધમાં કડવાશ આવી જાય છે.

સંબંધમાં કડવાશ આવવા પાછળ આપણે કરીએ છીએ આ ભૂલ

માણસો તેમના સ્વભાવને બદલી શકતા નથી અને આપણે તેમની પાસેથી બદલાવની અપેક્ષા રાખીએ છીએ. મનોવૈજ્ઞાનિકો કહે છે, વ્યક્તિ પોતાની આદતો, વર્તન, વિચારને બદલી ન શકે, જેનો અર્થ એ છે કે જો ખૂબ ગુસ્સો આવે છે તો હું સંપૂર્ણપણે શાંત થઈ શકતો નથી.

બે લોકો ટોક્સિક રિલેશનશિપમાં છે તો એની શી અસર પડશે? જેમ કે...

 • જ્યારે આત્મસન્માનને ઠેસ પહોંચે છે ત્યારે આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે.
 • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડવા લાગે છે.
 • સંબંધમાં કડવાશ અન્ય સારા સંબંધો પર પણ અસર કરવા લાગે છે અને સંબંધ ખરાબ થઈ શકે છે
 • આવી સ્થિતિમાં આપણને લાગે છે કે આપણે એકલા છીએ, જેને કારણે કોઈપણ વ્યક્તિ ઊંઘની કમી અને હતાશા અનુભવવા લાગે છે.

જો તમારા સંબંધમાં કડવાશ આવે છે તો પરિવારને આ અંગે કરો જાણ

જ્યારે લિવ-ઈન-રિલેશનશિપમાં બે વ્યક્તિ વચ્ચે સંબંધમાં કડવાશ આવે છે ત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં પરિવારના સભ્યો સાથ આપતા નથી, તેથી જ વ્યક્તિ પાર્ટનરના ખરાબ વર્તનને છુપાવે છે, તેને સહન કરે છે અને વિચારે છે કે બધું સારું થઈ જશે. ઘણી વખત તે તેના પરિવારના સભ્યોને કહેવાની કોશિશ કરે છે કે તેની સાથે બધું ખોટું થઈ રહ્યું છે, પરંતુ સામેથી જવાબ આવે છે કે તે તમે જાતે કર્યું છે, તો હવે ભોગવો.

રિલેશનશિપ એક્સપર્ટ અર્જુન સહાય કહે છે કે...
જે સંબંધમાં કોઈ ઈમોશનલ કનેક્શન નથી કે સામેનો પાર્ટનર તમને હંમેશાં રિજેક્ટ કરતો હોય છે. આ પ્રકારનો સંબંધ ક્યારેય લાંબો ટકતો નથી. આ સ્થિતિમાં સમજી લો કે તમારે આ સંબંધને પૂરો કરી દેવો જોઈએ.

કેવી રીતે ટોક્સિક રિલેશનશિપને કરશો અલવિદા?

 • પાર્ટનરને સીધી રીતે એ જ કહી દો કે તમે આ સંબંધને પૂરો કરવા માગો છો.
 • રિલેશનશિપ પૂરું કરવાનું કારણ પણ જણાવો.
 • જો અચાનક જ વાતચીત બંધ નથી કરી શકતા તો ધીરે-ધીરે વાત કરવાનું બંધ કરો
 • જો તમને લાગે છે કે પાર્ટનરથી તમને કોઈ જોખમ છે તો પોલીસની મદદ લો.
 • ટોક્સિક પાર્ટનરથી વાતચીતને પૂરી કરો.