• Gujarati News
 • Utility
 • If You Are Knowingly Treating An Illness From YouTube Or The Internet, You May Die, Keep This In Mind

ઓનલાઇન ઈલાજ કરતા હોવ તો સાવધાન:યુટ્યુબ કે ઇન્ટરનેટ પરથી બીમારીનો ઈલાજ જાણીને કરતા હોવ તો થઇ શકે છે મોત, રાખો આ ધ્યાન

14 દિવસ પહેલા

આજકાલ નાનું બાળક હોય કે પછી વયો વૃદ્ધ લોકો હોય બધા જ પર યુટ્યુબનું ભૂત સવાર હોય છે. યુટ્યુબ જોઈ-જોઈને તો લોકો ઘરે બેસીને અડધા ડોક્ટર, જ્યોતિષ અને ફૂડ બ્લોગર થઇ જાય છે. આ લોકો ઘરે બેસીને આ નુસખા જ નથી અજમાવતા પરંતુ બીજા લોકોને પણ ફોરવર્ડ કરીને પોતાને જ્ઞાની સાબિત કરે છે. પરંતુ ક્યારે આ જ્ઞાન તમને ભારે પડી શકે છે. આજે કામના સમાચારમાં આપણે આ બાબતે વાત કરીશું.

આજના અમારા નિષ્ણાતો છે, મેક્સ હોસ્પિટલના મેડિકલ એડવાઇઝર અને ડાયરેક્ટર (ઇન્ટરનલ મેડિસિન) ડો.રાજીવ ડાંગ, ડો.મધુ ગોયલ, ફોર્ટિસ લા ફેમ, ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ, હેલ્થ એક્સપર્ટ ડો.અબરાર મુલતાની અને આયુર્વેદિક હેલ્થ એક્સપર્ટ, ફાઉન્ડર, આયમ હેલ્થકેરના સ્થાપક ડો.અજાયિતા છે.

યુટ્યુબ અને ઇન્ટરનેટ પરના જ્ઞાનથી દર્દી અને ડોક્ટર બંનેને થાય છે તકલીફ
મેક્સ હોસ્પિટલના એડવાઈઝર અને ડાયરેક્ટર (ઈન્ટરનલ મેડિસિન) ડો.રાજીવ ડાંગ જણાવે છે કે, આજકાલ દરેક બીજો દર્દી ઈન્ટરનેટ અને યુટ્યુબ પરથી કંઈક જોઈને કે વાંચીને આવે છે. પછી અમે સલાહ આપીએ છીએ ત્યારે અમારી વાત વચ્ચેથી કાપીને અમને કહે છે કે ડોક્ટર સાહેબ મેં તો યુટ્યુબ પર આ વાંચ્યું હતું. ઘણી વખત તેઓ પોતાનો ઈલાજ પણ કરાવી લે છે અને કેસ બગડ્યા પછી અમારી પાસે આવે છે.

યુટ્યુબમાંથી સારવાર કર્યા બાદ લોકો આ કરે છે

 • નાની-મોટી દવાઓ લઇ લે છે
 • તેઓ નકામા પ્રશ્નો પૂછે છે.
 • તેઓ પણ આગ્રહ રાખે છે અને ટેસ્ટ કરાવી લે છે.
 • તેઓ પોતાને દવાઓના નિષ્ણાત માને છે.
 • કેટલાક લોકો સીધે સીધું કહે છે કે અમને કેન્સર છે.

ત્યાં સુધી કે લોકો ઇન્ટરનેટ પરથી વીડિયો જોઈને સર્જરી અને ડિલિવરી કરવાનું શીખી રહ્યા છે
ડો.મધુ ગોયલ, ફોર્ટિસ લા ફેમે, ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, અમારી પાસે આવતા ઘણાં કપલ નોર્મલ ડિલિવરીની બદલે સર્જરી કરાવવા ઈચ્છે છે. તે લોકો કહે છે કે, નોર્મલ ડિલિવરીથી તેમને ડર લાગે છે.

આવા લોકો ઇન્ટરનેટ પર મુશ્કેલીઓ વાંચીને ડરી જાય છે અને અમારી પાસે આવીને આ પ્રકારની વાત કરવા લાગે છે. જ્યારથી ફિલ્મ 3 ઈડિયટ્સમાં બતાવવામાં આવ્યું છે કે ડિલિવરી ઈન્ટરનેટને જોઈને કરી શકાય છે, ત્યારથી ઘણા દર્દીઓ તેને ખૂબ જ સરળ વિચારવા લાગ્યા છે. તેના કારણે જ્યારે કોઈ ગૂંચવણ ઊભી થાય છે ત્યારે માતા અને બાળક બંનેના જીવને જોખમમાં પણ મુકાઈ શકે છે.

સવાલ : કોઈ બીમારી વિશે સામાન્ય માણસે ઇન્ટરનેટ અને યુટ્યુબમાં બિલકુલ જોવું ન જોઈએ?
જવાબ : એવું નથી, અમે દરીઓને બીમારી વિશે જાણવા માટે મનાઈ ન કરી શકીએ પરંતુ ઇન્ટરનેટ અને યૂટ્યૂબ પરથી માહિતી જાણીને પોતાની રીતે મતલબ કાઢે છે. જેમાં દર્દીઓ અને ડોક્ટર બંને પરેશાન છે. કોઈ વ્યક્તિ વર્ષો સુધી ભણીને ડોક્ટર બને છે અને બીમારીનો ઈલાજ કરે છે, અને તમે ગણતરીની કલાકોમાં બીમારી વિશે જાણીને ઈલાજ કરી લો છો.

સવાલ : દર્દીને પોતાની બીમારી વિશે ઇન્ટરનેટ કે યુ-ટ્યુબ પર સર્ચ કરીને ડોક્ટર પાસે જવું હોય તો કેવી રીતે જઈ શકાય?
જવાબ : તમારે મનમાં કોઈ ભાર સાથે નહીં પરંતુ ભરોસા સાથે ડોક્ટર પાસે જાઓ. જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે જ તમારો ઈલાજ થઇ શકશે. તમે બીજા ડોક્ટરની પણ સલાહ લઇ શકો છો, પરંતુ ઇન્ટરનેટ પર આધારિત ન રહો.

ઇન્ટરનેટ પર સામાન્ય બીમારીની સારવાર કરવાને બદલે લથડી શકે છે તબિયત.. આવો જાણીએ નીચેના ગ્રાફિક્સથી

સાઇબરકાંડ્રિયાને લઈને કરવામાં આવેલા રિસર્ચ વિશે પણ જાણીએ...

Pew Research Center કેટલાક લોકો પર સર્વે કર્યો હતો. જેના પરિણામમાં જાણવા મળ્યું હતું કે...

 • ગયા વર્ષે 72% લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ઓનલાઇન સર્ચ કરી હતી.
 • 35% અમેરિકન પુખ્ત વયના લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તેમની તબીબી સ્થિતિનો ઇલાજ કરવાનો પ્રયાસ કર્યો હતો.
 • અન્ય એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે 10 ટકા લોકો ઓનલાઇન મળી આવેલી તબીબી માહિતી વાંચીને અને જોયા પછી ચિંતા અને ભયનો અનુભવ કરે છે.

સવાલ : સાઇબરકાંડ્રિયાથી બચવા માટે શું કરી શકાય?
જવાબ : આ માટે 2-3 વાતને રાખો ધ્યાન...

 • હંમેશા એ વાત યાદ રાખવી જોઈએ કે, ઇન્ટરનેટ પર બધી જ વાત સાચી નથી હોતી.
 • જો શરીરમાં કોઈ બદલાવ કે બીમારીના લક્ષણ જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
 • ડોક્ટરની સલાહ પર ધ્યાન આપો, તેમની સલાહ વગર કંઈ પણ ન કરો અને વિચારશો નહીં.
 • શરદી-ઉધરસમાં કે વજન ઘટાડવા માટે ઘણા લોકો યુટ્યુબને જોઈને લીંબુ પાણી પીતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમણે ડોક્ટરની સલાહ વગર આવા પ્રિસ્ક્રિપ્શન બિલકુલ ન અપનાવવા જોઈએ. નીચે આપેલા ગ્રાફિકમાં અમે તેને જણાવી રહ્યા છીએ

હવે વાત કરીએ દૂધીના જ્યુસની
દૂધીનું જ્યુસ પીધા બાદ હોસ્પિટલ પહોંચી આયુષ્માન ખુરાનાની પત્ની
વર્ષ 2021માં એક્ટર આયુષ્માન ખુરાનીની પત્ની તાહિરા કશ્યપની તબિયત દૂધીનો રસ પીધા બાદ લથડી હતી. રસ પીતા જ તાહિરાને ઓછામાં ઓછી 17 વખત ઉલટી થઇ હતી. તેનું બ્લડ પ્રેશર પણ ઘટીને 40 થઈ ગયું હતું.

દૂધીના જ્યુસથી કિડની પણ ફેલ થઇ શકે
દૂધીનું શાક સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ તે જંગલી હોય કે કડવી હોય તે તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. તેથી કોઈ ઈલાજ કે સારવાર માટે યુટ્યુબ કે ઇન્ટરનેટ પર ભરોસે ન રહેવું જોઈએ. સૌથી પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.