તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If You Are Interested In The Mysterious World Of Space, Make A Career In Astronomy, You Will Get Many Job Opportunities At Home And Abroad.

કરિયર ઈન સ્પેસ સાયન્સ:સ્પેસની રહસ્યમય દુનિયામાં ઈન્ટરેસ્ટ હોય તો એસ્ટ્રોનોમીમાં કરિયર બનાવો, દેશ-વિદેશમાં નોકરીની અનેક તક મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફિલ્ડમાં નોકરીની સાથે તમને રિસર્ચ માટે પણ નવી તક મળતી રહેશે
  • Msc, Bsc, ME અને PhD કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે સારી તક છે

એસ્ટ્રોનોમી એટલે કે સ્પેસ સાયન્સ બ્રહ્માંડના રિસર્ચ સાથે જોડાયેલું સાયન્સ છે. તેમાં પૃથ્વીનાં વાયુમંડળની બહારની દુનિયા અને તેના નિર્માણની પ્રક્રિયા વિશે ભણાવવામાં આવે છે. ખાસ કરીને આ એક એવું એક્ટર છે જેમાં ભવિષ્યમાં રોજગાર મળી શકે છે. ભણવાનું જેટલું રસપ્રદ છે એટલું જ અધરું છે અને મહેનત માગી લે છે.

જો તમને પણ સાયન્સમાં રસ હોય અને સ્પેસ સાયન્સમાં કરિયર બનાવવાની ઈચ્છા હોય તો ઈસરો સહિત ઘણા બધા રસ્તા તમારા માટે ખૂલી શકે છે. નોકરીની સાથે તમને રિસર્ચ માટે પણ નવી તક મળતી રહેશે.

લાયકાત શું હોવી જોઈએ?
સ્પેસ સાયન્સ કરિયર બનાવવા માટે મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. ઘણી યુનિવર્સીટી સ્પેસ સાયન્સમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પણ કરાવે છે. ઘણી સંસ્થાનમાં તો સ્પેસ સાયન્સ વિશે શોધ પણ કરી શકાય છે. તેમાં Msc, Bsc, ME અને PhD કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે સારી તક છે. આ ઉપરાંત ઈસરોમાં Bsc અને ડીપ્લોમા કરી ચૂકેલા વિદ્યાર્થીઓને પણ એડમિશન મળે છે.

સ્પેશિયલાઈઝ્ડ ફિલ્ડ
એસ્ટ્રોનોમી બ્રહ્માંડનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. ખાસ કરીને અવકાશીય પિંડોની ગતિ, સ્થિતિ, આકાર, સંરચના અને વ્યવહાર. એસ્ટ્રોફિઝિક્સ એસ્ટ્રોનોમીની બ્રાંચ છે, તે તારા, આકાશગંગા અને બ્રહ્માંડના અભ્યાસમાં કામમાં આવે છે. એસ્ટ્રોબાયોલોજીમાં જીવનની શરુઆત, ઉદ્ધવ અને અસ્તિત્વની સંભાવનાનો અભ્યાસ સામેલ છે. એસ્ટ્રોકેમેસ્ટ્રીમાં અંતરિક્ષમાં કેમિકલ પ્રોસેસની સ્ટડી કરવામાં આવે છે.

શોધની સાથે ઘણી સંભાવનાઓ પણ
હાલની તારીખમાં સ્પેસ સાયન્સમાં કરિયર બનાવવાના ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. PG કે PhD હોલ્ડર પ્રોજેક્ટ કરી શકે છે. ઈસરો, સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને ABBA-બેંગલુરુની જોબમાં સારો પગાર મળે છે. વિદેશમાં પણ ખગોળશાસ્ત્રના ઘણા પ્રોગ્રામ ચાલુ છે વિદ્યાર્થીઓ તેમાં પણ એડમિશન લઇ શકે છે.

આ ઉપરાંત એસ્ટ્રોફિઝિક્સ, ગેલેક્ટિક સાયન્સ, સ્ટેલર સાયન્સ, રીમોટ સેન્સિંગ, હાઇડ્રોલોજી, કાર્ટોગ્રાફી, અર્થ પ્લેનેટ્રી સાયન્સ, બાયોલોજી ઓફ અધર પ્લાનેટ, એસ્ટ્રોનોટિક્સ, સ્પેસ કોલોનાઈઝેશન, ક્લાઈમેટોલોજીમાં કામ કરી શકે છે. આ ફિલ્ડમાં સ્પેસ સાયન્ટિસ્ટ ઉપરાંત મેટ્રોલોજિકલ સર્વિસ, એન્વાયરમેન્ટલ મોનિટરિંગ, એસ્ટ્રોનોમિકલ ડેટા સ્ટડી પણ જોડી શકાય છે.

એસ્ટ્રોનોટ કેવી રીતે બનશો?
એસ્ટ્રોનોટ બનવા માટે સારી ફિટનેસ સાથે મેન્ટલ એટીટ્યુટ પણ હોવો જરૂરી છે. ઈમર્જન્સીમાં ઝડપથી નિર્ણય લેવાની શક્તિ અને ધીરજની જરૂર છે. એન્જિનિયરિંગ, ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી કે અર્થ સાયન્સમાં યોગ્યતા જરૂરી છે. કોઈ મિશન સ્પેશિયલિઝટ પાસે PhDની ડિગ્રી પણ હોય છે.