• Gujarati News
  • Utility
  • If You Are Interested In Computer Science And Engineering Research, Apply Online For The Facebook Fellowship Program 2021 By October 1.

ફેલોશિપ પ્રોગ્રામ:કમ્પ્યૂટર સાયન્સ અને એન્જિનિયરિંગનાં રિસર્ચમાં રસ ધરાવો છો તો 1 ઓક્ટોબર સુધી ફેસબુક ફેલોશિપ પ્રોગ્રામ 2021 માટે ઓનલાઈન અપ્લાય કરો

એક વર્ષ પહેલા

કમ્પ્યૂટર સાયન્સ અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં રિસર્ચમાં ફેલોશિપ માટે રાહ જોઈ રહેલા યુવાનો માટે સારી તક ફેસબુક ફેલોશિપ પ્રોગ્રામ 2021 આપી રહ્યું છે. 1 ઓક્ટોબર સુધી ઉમેદવારો research.fb.com પર જઈને અરજી કરી શકે છે.

યોગ્યતા
ફેસબુક ફેલોશિપ પ્રોગ્રામ 2021 માટે અરજી કરનારા ઉમેદવારોએ દેશની કોઈ પણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય અથવા ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કમ્પ્યૂટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં phDનો વિદ્યાર્થી હોવો જોઈએ.

આ ફિલ્ડમાં ફેલોશિપ મળશે
પ્રોગ્રામ હેઠળ અપ્લાયડ સ્ટેટિસ્ટિક્સ, AR/VR કમ્પ્યૂટર ગ્રાફિક્સ, AR/VR ફોટોનિક્સ એન્ડ ઓપ્ટિક્સ, AR/VR ફ્યુચર ટેક્નોલોજીસ, કમ્પ્યૂટેશનલ સોશિયલ સાયન્સ, કમ્પ્યૂટર વિઝન, ડેટાબેઝ સિસ્ટમ્સ, ઈકોનોમિક્સ એન્ડ કમ્પ્યૂટેશન, મશીન લર્નિંગ, નેટવર્કિંગ, સોશિયલ એન્ડ ઈકોનોમિક પોલિસી સહિતના વિષયોમાં ફેલોશિપ મળશે.

આ રીતે અરજી કરી શકાશે
ફેસબુક ફેલોશિપ પ્રોગ્રામ 2021 માટે ઓનલાઈન અરજી કરવા માટે research.fb.com/fellowship પર જઈને અપ્લાય લિંક પર ક્લિક કરવાનું રહેશે.

ફેસબુક ફેલોશિપ અવોર્ડમાં શું મળશે?

  • શૈક્ષણિક વર્ષ (મેક્સિમમ 2 વર્ષ અથવા 4 સેમેસ્ટર) માટે ટ્યુશન અને ફીની ચૂકવણી
  • રહેવા અને કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ટ્રાવેલ ખર્ચ માટે 42000 અમેરિકન ડોલરનું એન્યુઅલ સ્ટાઈપેન્ડ
  • ફેસબુક હેડક્વાટરમાં થનારા એન્યુઅલ ફેલોશિપ સમિટ માટે પેઈડ વિઝિટ
અન્ય સમાચારો પણ છે...