• Home
  • Utility
  • If you are in danger of losing your job, take out job insurance, you will get financial security

કોરોના ક્રાઇસિસ / નોકરી જવાનો ભય હોય તો જોબ ઇન્શ્યોરન્સ લો, પૈસાનું નુકસાન થતા બચશે અને નાણાકીય સુરક્ષા પણ મળશે

If you are in danger of losing your job, take out job insurance, you will get financial security
X
If you are in danger of losing your job, take out job insurance, you will get financial security

  • જો પોલિસીમાં આપેલા કારણોને કારણે નોકરી જતી રહે તો વ્યક્તિને કેટલીક રકમ મળે છે
  • પોલિસી હેઠળ નોકરી જવાથી અથવા અસ્થાયી સસ્પેન્શન પર આર્થિક કવરેજ આપે છે

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 12:29 PM IST

દિલ્હી. કોરોનાના વધતા જતા વિનાશની અસર અર્થવ્યવસ્થા પર પણ પડી છે. આર્થિક મંદીના કારણે ઘણા લોકોએ નોકરી ગુમાવી છે અને ઘણાની જોખમમાં છે. કોરોનાનો ચેપ ન લાગે એ માટે લોકો તેમની નોકરી પર જવાથી પણ ડરતા હોય છે. જો તમે પણ નોકરી જવાના ડરનો ભોગ બની રહ્યા હો તો તમે તેનો ઉકેલ જોબ ઇન્શ્યોરન્સ લઇને લાવી શકો છો. આ તમને તમારા ખરાબ સમયમાં આર્થિક મદદ કરશે.

નાણાકીય સુરક્ષા આપશે

જો પોલિસીમાં આપેલા કારણોસર જોબ જતી રહે તો વ્યક્તિને કવરની રકમ મળે છે. આ કારણોમાં ગંભીર બીમારી અથવા અકસ્માતને કારણે સંપૂર્ણ અથવા કાયમી અપંગ થવાનું પણ સામેલ થઈ શકે છે. આ મુખ્ય પોલિસી સાથે રાઇડર અથવા એડ ઓવ કવરની જેમ ઉપલબ્ધ થાય છે.

કવર શું થશે?

પોલિસી હેઠળ નોકરી જવાથી અથવા અસ્થાયી ધોરણે સસ્પેન્શન પર નાણાકીય કવરેજ પ્રાપ્ત થાય છે. આ સિવાય તમે વીમા કંપની દ્વારા ચલાવવામાં આવતી ત્રણ સૌથી મોટી EMI પણ વીમા કંપની દ્વારા કરવામાં આવે છે.

પોલિસી કોણ લઈ શકે?

આ માટે તમારે પગાર તરીકેની આવક હોવી જોઈએ. આ સિવાય જે કંપનીમાં અરજદાર કામ કરે છે તે રજિસ્ટર્ડ હોવી જોઇએ.

ક્લેમ કેવી રીતે મળે છે?

નોકરી જતી રહેવા પર પોલિસીધારકે વીમા કંપનીને જાણ કરવાની રહેશે. આ સાથે નોકરી ન હોવાનો પુરાવો અને તેની સાથે અન્ય દસ્તાવેજો આપવાના રહેશે. આ પછી, વીમા કંપની ક્લેમની તપાસ કરે છે. જો તે સાચી સાબિત થાય તો વીમા કંપની ક્લેમની રકમ ચૂકવે છે.

આ સ્થિતિમાં કવર નહીં મળે

જો તમે નબળું પ્રદર્શન અથવા છેતરપિંડી વગેરેને લીધે તમારી નોકરી છોડી દો તો તે આ પોલિસીમાં કવર નહીં થાય. જો વ્યક્તિની નોકરી વેટિંગ પિરિઅડ દરમિયાન જતી રહે અથવા પ્રોબેશન પિરિઅડ દરમિયાન છૂટી જાય તો તે પણ કવર નહીં થાય.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી