તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If You Are Going To Take A Loan, Find Out How You Will Benefit From It, What Will Be The Effect Of RBI Decisions

વ્યાજ દરમાં ઘટાડો ન થયો:જો તમે લોન લેવા જઇ રહ્યા છો, તો જાણો તમને તેનો ફાયદો કેવી રીતે મળશે, RBIના નિર્ણયોની શું અસર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજ દરમાં થોડો પણ ફેરફાર ગ્રાહકો માટે ઘણો મહત્ત્વપૂર્ણ રાખે છે
  • મોટાભાગની હોમ લોન ફ્લોટિંગ રેટના આધારે આપવામાં આવે છે

રિઝર્વ બેંકે દરોને યથાવત રાખ્યા છે, હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે બેંક કોઈ પણ સ્થિતિમાં તેના વ્યાજના દરમાં વધારો કરશે નહીં. વર્તમાન પરિસ્થિતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, હાલના દેણદાર અને જે ભવિષ્યમાં લોન લેવા જઇ રહ્યા છે તેમને તેનો ફાયદો કેવી રીતે મળી શકે છે.

વ્યાજ દર સૌથી મહત્ત્વપૂર્ણ ફેક્ટર છે
વ્યાજ દર સૌથી મહત્ત્વપૂર્ણ ફેક્ટર છે જે એ નક્કી કરે છે કે તમે લોન માટે કેટલું વ્યાજ ચૂકવશો. હોમ લોન એક એવી લોન હોય છે જેને ઘણા વર્ષો સુધી ચૂકવવી પડે છે. તેથી વ્યાજ દરમાં થોડો ફેરફાર આવા ગ્રાહકો માટે ઘણું મહત્ત્વ રાખે છે.

લોન લેનાર નવા ગ્રાહકો માટે
મોટાભાગની હોમ લોન ફ્લોટિંગ રેટના આધારે આપવામાં આવે છે. ફ્લોટિંગનો અર્થ સમયાંતરે દરોમાં ફેરફાર. RBIએ 1 ઓક્ટોબર 2019થી બેંકોમાંથી તમામ ફ્લોટિંગ રેટ રિટેલ લોનનો રેપો રેટ જેમ કે એક્સટર્નલ બેંચમાર્કમાંથી લિંક કરવાનું ફરજિયાત કરી દીધું હતું. મોટાભાગની બેંકોએ તેમની લોન માટેના બેંચમાર્ક તરીકે રેપો રેટનો ઉપયોગ કર્યો છે. રેપો રેટ છેલ્લા બે દાયકામાં સૌથી નીચલા સ્તરે છે અને તેનો લાભ લોન લેનારાઓ ઉઠાવી રહ્યા છે.

રેપો રેટમાં કોઈ વધારો ન થવાથી નવા ગ્રાહક જે નજીકના ભવિષ્યમાં હોમ લોન લેવાની યોજના બનાવી રહ્યા છે, તેમને પોતાનું ઘર ખરીદવાની પ્રક્રિયા માટે વધારે સમય મળશે અને અત્યારે પણ ઓછા દરે લોન મેળવી શકે છે.

જૂના ગ્રાહકો માટે સમીક્ષા અને કાર્ય કરવાનો સમય
રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો અર્થ એ છે કે હાલના હોમ લોન લઈ ચૂકેલા લોકો તે જ વ્યાજ દર પર પોતાના હપ્તા ચૂકવવાનું ચાલુ રાખશે. પરંતુ જો તમારી લોન 5 વર્ષ કરતાં જૂની છે તો તમારા માટે ઇન્ટરેસ્ટ રેટ રિઝ્યુમ એટલે કે BPLR, બેઝ રેટ, MCLR અથવા એક્સટર્નલ બેંચમાર્ક રેટ (EBR)ની તપાસ કરવીએ તમારા માટે સારું રહેશે. જેના અંતર્ગત તમારી લોન મંજૂર કરવામાં આવી છે.

વધારે વ્યાજની ચૂકવણી કરી રહ્યા છો તો જાણો
જો તમે તમારી લોનને એક્સટર્નલ બેંચમાર્ક લિંક્ડ લોનમાં શિફ્ટ નથી કરી તો સંભાવના છે કે તમે નવા એક્સટર્નલ બેંચમાર્ક લિંક કરવામાં આવેલા હોમ લોન પર વધારે વ્યાજ દરનું પેમેન્ટ કરી શકો છો. જો તમે વધારે વ્યાજ દરની ચૂકવણી કરી રહ્યા છો તો તમે તમારી હાલની બેંકને EBR સાથે લિંક્ડ લોન પર પોતાની લોનને સ્વિચ કરવા માટે કહી શકો છો. તેના માટે તમારે સામાન્ય સ્વિચિંગ ફીનું પેમેન્ટ કરવું પડે છે.

બેંક સુવિધા નથી આપી રહી તો બીજી બેંકમાં જવું
જો તમારી બેંક આ સુવિધા આપી નથી રહી અથવા EBR સાથે લિંક્ડ હોમ લોન પર પણ વધારે દર લેતી હોય તો તમે તમારી લોનને બીજી બેંકમાં સ્વિચ કરવા પર વિચાર કરી શકો છો. ફ્લોટિંગ રેટ લોન હોવાને કારણે સ્વિચ કરવા માટે કોઈ દંડ નથી. તેનો અર્થ એ થાય છે કે તમારે માત્ર પ્રોસેસિંગ ફી અને નવી બેંકના અન્ય ચાર્જિસની ચિંતા કરવાની છે.

જો તેનો ફાયદો દેખાય છે તો તમે આ પગલું ભરી શકો છો. નિષ્ણાતોની સલાહ છે કે ગ્રાહકોએ બેલેન્સ ટ્રાન્સફર કરવા પર વિચાર કરવો જોઈએ જ્યારે વ્યાજ દરમાં ઘટાડો 0.5 % અથવા તેનાથી વધારે હોય.

ઓટો લોન લેનાર ગ્રાહક
ઓટો લોનની મહત્તમ મુદત 5 વર્ષથી 7 વર્ષની વચ્ચે હોય છે. તે એ વાત પર નિર્ભર કરે છે કે શું તમે નવી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો અથવા તમે લોન લીધી છે. તમે તમારા ફાયદા માટે રેપો દરમાં આ યથાવતનો યોગ્ય ઉપયોગ કરી શકો છો.

ઓટો લોનના નવા ગ્રાહક
ભારતમાં મોટાભાગની કાર લોનનું ફાઈનાન્સિંગ અત્યારે પણ ફિક્સ્ડ ઈન્ટરેસ્ટ રેટના આધારે થાય છે. એટલે કે લોનના સમયે તમને જે પણ વ્યાજ દર મળે છે તે લોનના સંપૂર્ણ કાર્યકાળ માટે સમાન રહેશે. તેથી જ્યારે કોઈ કાર લેવા માટે લોન લે છે તો આ બાબત ઘણી મહત્ત્વપૂર્ણ બની જાય છે. તેથી જો તમે ઓછા વ્યાજ દરની અવધિમાં લોન લો છો તો પણ તમે બેંક દ્વારા વ્યાજ દરને વધારો કરવામાં આવ્યો હોવા છતાં લોનની અવધિના દરમિયાન ઓછા હપ્તાની ચૂકવણીનો લાભ ઉઠાવી શકો છો.

સૌથી ઓછા વ્યાજ દરનો સમય
ઉદાહરણ તરીકે, હાલમાં, તમે વાર્ષિક 7.75%થી 7.95%ના સૌથી નીચા દરે કાર લોન લઈ શકો છો. તેથી જો તમે હજી પણ તેના વિશે વિચારી રહ્યા છો કે કઈ કાર ખરીદવી છે તો વ્યાજ દરો પર RBIના નિર્ણયથી તમને અંતિમ નિર્ણય લેવા માટે થોડો વધુ સમય મળી ગયો છે. કેમ કે બેંક હાલ તેના વ્યાજ દરમાં વધારો કરશે નહીં.

ઓટો લોનના વર્તમાન ગ્રાહક
જો તમે 2 વર્ષ પહેલા લોન લીધી હોય અને આજે સૌથી ઓછા દરે લોન ઉપલબ્ધ છે તો આ જ તક છે જ્યારે તમે તમારી લોનને બીજી બેંકમાં સ્વિચ કરી શકો છો. પરંતુ આવું કરતાં પહેલા ફોરક્લોઝર ચાર્જ વિશે જાણવું જોઈએ. તે સામાન્ય રીતે ફિક્સ્ડ રેટવાળી લોન પર લેવામાં આવે છે. જો ફોરક્લોઝર ચાર્જ ઓછા છે અને કોઈ અન્ય બેંકમાંથી ઓછા દરે પ્રાપ્ત કરવાનો લાભ વધારે છે તો તમારે તેના વિશે જરૂરથી વિચારવું જોઈએ.

નવા ગ્રાહકોએ નવી રીત શોધવી જોઈએ
જો તમે એક નવી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી પાસે હાલમાં ઓછા દરે આવું કરવા માટે વધારે સમય હશે. કેમ કે બેંકો દ્વારા નજીકના સમયગાળામાં દરોને વધારવામાં આવે તેવી સંભાવના નથી. બેંક પસંદ કરતા પહેલા, ખાતરી કરો કે તમારી પાસે સારો ક્રેડિટ સ્કોર હોય જેથી તમે તમારા ક્રેડિટ સ્કોરના આધાર પર શ્રેષ્ઠ દરની તપાસ કરી શકો.

ખર્ચ પર બચત કરો
જો તમે પર્સનલ લોન લઈ રાખી છે તો તમે ઘણું બધુ કરી શકતા નથી કારણ કે પર્સનલ લોન સામાન્ય રીતે ફિક્સ્ડ રેટની સાથે ટર્મ લોન તરીકે આપવામાં આવે છે. પરંતુ જો તમે ઘણી વધારે અથવા 16% કરતાં વધારે દરથી વ્યાજની ચૂકવણી કરી રહ્યા છો તો સારું રહેશે કે તમે અન્ય બેંકોના દરોની તપાલ કરો કે ક્યાંક તેમના દર તેનાથી પણ ઓછા તો નથીને.

પર્સનલ લોન ઓછા સમય માટે હોય છે
પર્સનલ લોન સામાન્ય રીતે ઓછા સમય માટે હોય છે અથવા એવું કહો કે હંમેશાં 3-5 વર્ષ માટે હોય છે. તેથી જ્યારે તમે તેને પોતાના રિપેમેન્ટના પહેલા હાફમાં જ સ્વિચ કરો છો તો તેનાથી સારી એવી બચત થઈ શકે છે. આવું એટલા માટે કેમ કે, તમારા રિપેમેન્ટ સમયના પહેલા હાફમાં તમારા હપ્તામાં વધારે વ્યાજ લેવામાં આવે છે, તેથી કોઈપણ રીતે સ્વિચ કરવાથી વ્યાજના દરોમાં અથવા ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થાય છે.