• Gujarati News
  • Utility
  • If You Are Availing The Benefit Of Atal Pension Scheme, You Will Have To Pay The Remaining Installments By September 30, Otherwise You Will Have To Pay A Penalty.

મહત્ત્વની જાણકારી:તમે અટલ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં બાકીના હપ્તા જમા કરાવવા પડશે, નહીં તો તમારે દંડ ભરવો પડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ યોજના અંતર્ગત 60 વર્ષ થવા પર દર મહિને 1000થી 5000 રૂપિયાનું પેન્શન મળે છે
  • તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે

જો તમે અટલ પેન્શન યોજના (APY)નો લાભ લીધો હોય, તો 30 સપ્ટેમ્બર પહેલાં તમારા APY અકાઉન્ટને નિયમિત કરાવી લો, કેમ કે, આવું ન કરવા પર તમારે દંડ ભરવો પડશે. કોરોના મહામારીમાં લોકોને રાહત આપતા સરકારે જૂન 2020 સુધી અટલ પેન્શન યોજના (APY)યોગદાન માટે ઓટો-ડેબિટ બંધ કર્યું હતું, ત્યારબાદ ઓટો-ડેબિટ સુવિધા 1 જુલાઈથી ફરીથી શરૂ થઈ ગઈ હતી. ગ્રાહકોએ 30 સપ્ટેમ્બર સુધી તેમનું બાકીનું યોગદાન જમા કરાવવાનું છે.

તરત ચેક કરો
એવા સબસ્ક્રાઈબર્સે ખાસ ધ્યાન રાખવું જોઈએ જેઓ માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક ચુકવણી કરી રહ્યા છે અને જેની ચૂકવણી મે અથવા જૂનમાં કાપવામાં આવે છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે આ સબસ્ક્રાઈબર્સના APYમાં ચૂકવણી કરવામાં આવતી નથી. કેમ કે, માત્ર આ બે મહિના જ હતા જ્યારે અટલ પેન્શન યોજનામાં ઓટો ડેબિટની સુવિધા સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવી હતી. આવા સબસ્ક્રાઈબર્સે તરત ચેક કરવું જોઈએ કે તેમનું પેમેન્ટ કરવામાં આવ્યું છે કે નહીં, જો હપ્તાની ચૂકવણી કરવામાં નથી આવી તો તેની ચૂકવણી તરત કરવી જેથી દંડથી બચી શકાય.​​​​​​​

કેવી રીતે જાણવું કે હપ્તો કાપવામાં આવ્યો છે કે નહીં?
અટલ પેન્શન યોજનામાં તમામ હપ્તા સમય પર આપવામાં આવ્યા છે કે નહીં તે ચેક કરવા માટે APY ટ્રાન્ઝેક્શન કાઢો અથવા તેમાં રજિસ્ટર્ડ બેંક અકાઉન્ટનું સ્ટેટમેન્ટ કાઢો. તેનાથી સ્પષ્ટ થઈ જશે કે સબસ્ક્રાઈબરનો હપ્તો ક્યારે કાપવામાં આવ્યો છે.

તે ઉપરાંત તેની જાણકારી તમે https://npslite nsdl.com/CRAlite/EPranAPYOnloadAction પર મેળવી શકો છો. અહીં સબસ્ક્રાઈબર તેમનું APY સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકે છે. APY મોબાઈલ એપથી પણ સ્ટેટમેટને જોઈ શકાય છે. APY સ્ટેમેન્ટ ડાઉનલોડ થયા બાદ તે જરૂરથી ચેક કરવું કે તમારા બધા હપ્તા કાપવામાં આવ્યા છે કે નહીં.

કેટલી પેનલ્ટી ચૂકવવી પડશે
પેન્શન ફંડ નિયામક PFRDAના સર્ક્યુલર પ્રમાણે, લોકડાઉન દરમિયાન ટાળવામાં આવેલા અંશદાનનું યોગદાન 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2020ની વચ્ચે કરી શકાય છે. અંશધારકોને કોઈ દંડ તરીકે કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી. પરંતુ ત્યારબાદ પૈસા જમા કરાવનાર પાસેથી બાકી રકમ પર 1 ટકા વ્યાજ લેવામાં આવશે.​​​​​​​

2.40 કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે
સરકારની અટલ પેન્શન યોજનામાં જોડાવનાર લોકોની સંખ્યા 2.40 કરોડને પાર પહોંચી ગઈ છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના અનુસાર, આ નાણાકીય વર્ષમાં ઓગસ્ટ મહિના સુધીમાં તેમાં 17 લાખ લોકો જોડાયા છે. PFRDAના અનુસાર, આ સ્કીમમાં જોડાવનાર પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ 57:43 છે. આ યોજનાની શરૂઆત 9 મે, 2015ના રોજ થઈ હતી. ગત નાણાકીય વર્ષ એટલે કે 2018-19માં આ યોજના સાથે 70 લાખ લોકો સંકળાયેલા હતા.​​​​​​​

શું છે અટલ પેન્શન યોજના ?
તેના અંતર્ગત 60 વર્ષ થવા પર દર મહિને 1000થી લઈને 5000 રૂપિયા સુધી પેન્શન મળે છે. તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ સ્કીમ લે છે, તો તેને ઓછામાં ઓછા 20 વર્ષ રોકાણ કરવું પડશે. સ્કીમમાં સામેલ થવા માટે સેવિંગ બેંક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...