તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Are Afraid To Go To The Hospital, Consult A Doctor Only On A Smartphone, Keep An Eye On Good Cameras And Internet; These 9 Ways Will Make Telemedicine Much Easier

ટેલીમેડિસિન:હોસ્પિટલ જતાં ડર લાગે છે તો સ્માર્ટફોન પર જ ડૉક્ટરની સલાહ લો, સારા કેમેરા અને ઇન્ટરનેટનું ધ્યાન રાખો; આ 9 રીત ટેલીમેડિસિનને વધારે સરળ બનાવશે

નિસર્ગ દીક્ષિતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ટેલીમેડિસિન સારો કોન્સેપ્ટ છે, એનાથી અન્ય શહેરોના શ્રેષ્ઠ ડૉક્ટરની સલાહ લઈ શકાય છે
  • વિડિયો અથવા ઓડિયો કોલ દરમિયાન નોટ્સ બનાવો, કોઈ વાત સમજણ ન પડે તો ડૉક્ટરની સલાહ લો

કોરોના વાઈરસના ડરે આપણને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની શીખ આપી છે, પરંતુ આ ડરને કારણે આપણે સ્વાસ્થ્યની અવગણના પણ કરવા લાગ્યા છીએ. પહેલાં આપણે થોડી તકલીફ થવા પર પણ ડૉક્ટરની સલાહ લેતા હતા, પરંતુ હવે આપણે ક્લિનિક અને હોસ્પિટલમાં જતાં ડરી રહ્યા છે. આ કારણે મહામારીમાં એક નવો ટેલીમેડિસિનનો ટ્રેન્ડ સામે આવ્યો છે. હવે દર્દીઓ ડૉક્ટર સાથે વાતચીતમાં વિડિયો કોલ, એપ કે મેસેજિંગની મદદ લઈ રહ્યા છે.

ગુજરાતના IOC વડોદરામાં સિનિયર કન્સલ્ટન્ટ સર્જન અને CMO ડૉક્ટર હિમાંશુ પાંડેયના જણાવ્યા પ્રમાણે, અમે રોજ દર્દીઓને ડિજિટલ રીતે સલાહ આપી રહ્યા છે. આ સારો કોન્સેપ્ટ છે. ટેલીમેડિસિન સરળ છે, પરંતુ એને લઈને કેટલીક સાવધાની પણ રાખવી જરૂરી છે.

ટેલીમેડિસિન શું છે?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, ટેલીમેડિસિનનો અર્થ છે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની મદદથી દર્દીઓ અને ડૉક્ટરનો સંપર્ક. આ સર્વિસની મદદથી દર્દીઓ પોતાના ડૉક્ટર પાસેથી મોબાઈલ કે લેપટોપની મદદથી સલાહ લઈ રહ્યા છે. મહામારી દરમિયાન તમે ટેક્નોલોજીની મદદથી સ્વાસ્થ્યની સારસંભાળની સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરી શકો છો.

આ 9 રીત તમને ટેલીમેડિસિન સફળ કરવામાં મદદ કરશે...

ટેલીમેડિસિન પહેલાં
1. લક્ષણો, દવાઓ અને સવાલોનું લિસ્ટ બનાવો:
જ્યારે પણ વિડિયો કોલ કે ડિજિટલ રીતે ડૉક્ટરની સલાહ લો ત્યારે પહેલા પોતાનાં લક્ષણોનું એક લિસ્ટ બનાવો. લિસ્ટમાં લખો કે તમને શું થઈ રહ્યું છે અને તમે કઈ દવાઓ લઈ રહ્યા છો. દવાઓ અને લક્ષણો ઉપરાંત નક્કી કરો કે તમે ડૉક્ટરને શું પ્રશ્નો કરવાના છો, કારણ કે વાતચીત દરમિયાન જો તમને કંઈક યાદ આવે તો તમે કહી શકશો.
2. જૂના મેડિકલ રેકોર્ડ સાથે રાખો: ડૉક્ટર સાથે વાતચીત પહેલાં જૂના રિપોર્ટ અને ટેસ્ટ રિપોર્ટ જેવી વસ્તુઓ સાથે રાખો. ટેલીમેડિસિનમાં સામેલ ડૉક્ટરને તેની જરુર પડી શકે છે, તો તમે તેને શેર કરી શકશો. તેવામાં તમે સમય અને ખર્ચ બચાવી શકો છો.
3. ટેક્નિકલ રીતે મજબૂત બનો: ડૉક્ટર સાથે વાતચીત કરતાં પહેલાં ઇન્ટરનેટ કનેક્શન અને બેટરી તપાસી લો. તમારો સ્માર્ટફોન અટકી તો રહ્યો નથી ને. ફોન રિસ્ટાર્ટ કરતા પણ મદદ થઈ શકે છે. એપ્લિકેશનની જાણકારી લો.

ટેલીમેડિસિન દરમિયાન
4. પિક્ચર અને ઓડિયો ક્વોલિટી સુધારો:
યાદ રાખો કે તમે ડૉક્ટર પાસેથી તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરી રહ્યા છો. તેથી એ જરૂરી છે કે તમે એકબીજાને યોગ્ય રીતે સાંભળી અને જોઈ શકો. વાતચીત કરવા માટે એક શાંત જગ્યાની પસંદગી કરો અને જેમની ટેલીમેડિસિન દરમિયાન જરૂરિયાત નથી તેવા અન્ય લોકોથી દૂર રહો. ટીવી અને રેડિયો જેવાં ઉપકરણો બંધ કરો. જો વિડિયો કોલ પર છો તો લાઈટનું ખાસ ધ્યાન રાખો.
5. દર્દીને સાથે રાખો: જો તમે ઘરના કોઈ સભ્ય તરફથી ડૉક્ટર જોડે વાત કરી રહ્યા છો તો તે દર્દીને જોડે રાખો. ભલે ચર્ચા તમે કરો, પરંતુ ડૉક્ટર દર્દી પર નજર રાખે એ જરૂરી છે.
6. અન્ય ઉપાય શોધો: ટેલીમેડિસિનને લીધે ઘણા ડૉક્ટર દર્દીઓથી ઓવરલોડ છે. જો વાતચીત દરમિયાન તમારો કોલ વચ્ચે અટકી પડે છે, તો ડૉક્ટરને કોઈ અન્ય પ્લેટફોર્મ પર વાત કરવા કહો. તેના માટે તમે ફેસટાઈમ અને વ્હોટ્સએપની મદદ લઈ શકો છો.
7. નોટ્સ બનાવો: તમારી પાસે લખવા અથવા ટાઈપ કરવાની વ્યવસ્થા જરૂર રાખો, કારણ કે વિડિયો અથવા ઓડિયો ચેટ દરમિયાન આપેલી ડૉક્ટરની સલાહ નોટ કરવી આવશ્યક છે. એને લીધે સારવાર દરમિયાન ભૂલ થવાની સંભાવના ઓછી થાય છે.

ટેલીમેડિસિન પછી
8. વાતચીત રિકોલ કરો: ડૉક્ટરની સલાહ લીધા બાદ ચર્ચા દરમિયાન કરવામાં આવેલી મહત્ત્વની વાતો ફરી યાદ કરો. જો ડૉક્ટર કોઈક માહિતી આપવાનું ભૂલી ગયા છે તો તેમને ઓફિસમાં મેસેજ કરી જાણ કરો કે તમે શું સમજ્યા છો અને તેમને પૂછો કે જે તમે સમજ્યા એ બરાબર છે કે કેમ.
9. ફીડબેક આપો: ડિજિટલી ડૉક્ટરની સલાહ લીધા બાદ તેમને ફીડફેક આપો. એ વાતથી કોઈ ફરક પડતો નથી કે ટેલીમેડિસિન સારું રહ્યું કે નહિ. તમારો ફીડબેક તમને અને અન્ય લોકોને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો