• Gujarati News
  • Utility
  • If You Are A Little Careless, You Can Also Grow A Moustache, Control Your Weight Or You Will Regret It.

મહિલા માટે કામના સમાચાર:જો તમે પણ થોડી લાપરવાહી કરો છો તો તમને પણ ઊગી શકે છે મૂછ, વજન કંટ્રોલ કરો, નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે

12 દિવસ પહેલા

કેરળમાં એક 35 વર્ષની મહિલા પુરુષો જેવી મૂછ રાખે છે. આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે. શાયજા નામની આ મહિલાની લોકો ખૂબ જ મજાક ઉડાવે છે, આમ છતાં પણ તે મૂછ રાખે છે.

મૂછ ન કપાવવા પાછળ આ રહ્યું કારણ
એક ઈન્ટરવ્યુમાં શાયજાએ જણાવ્યું હતું કે મૂછને અત્યારસુધીમાં કુલ 6 સર્જરી કરાવી છે. ક્યારેક બ્રેસ્ટમાં ગાંઠ હોવાને કારણે સર્જરી કરાવી, તો ક્યારેક અંડાશયમાંથી કોથળીઓને દૂર કરવા માટે સર્જરી કરાવી છે.

આટલી બધી સર્જરી કરાવ્યા બાદ આત્મવિશ્વાસ આવ્યો અને વિચાર્યું કે મારે એવું જીવન જીવવું જોઈએ, જેનાથી મને ખુશી મળે. માત્ર એટલા માટે જીવશો નહીં કે હું બીજાઓને સારા દેખાઉં. શાયજાએ કહ્યું હતું કે તેને મૂછો રાખવી ગમે છે, તેથી તે એને ક્યારે પણ કપાવશે નહીં.

શાયજાની જેમ ઘણી સ્ત્રીઓના હોઠ, ચહેરા અને ગરદન પર વધુ વાળ હોય છે. કેટલાકને મૂછો પણ હોય છે. આવો... જાણીએ આજે કામના સમાચારમાં આ વિશે સમગ્ર માહિતી.

સવાલ : સ્ત્રીઓને હોઠના ઉપરના ભાગમાં, છાતી, પેટના નીચેના ભાગે, વધુપડતા વાળ કે હાર્ડ વાળ હોય તો એને શું કહેવામાં આવે છે?
જવાબ :

અમેરિકાના ક્લેવલેન્ડ ક્લિનિકના કહ્યા અનુસાર, ઘણી વખત આવી પણ ઘટના બને છે કે પુરુષોના શરીરના જે ભાગો પર જાડા વાળ હોય છે એ જ ભાગોમાં જ સ્ત્રીઓને હાર્ડ વાળ હોય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને હિરસુટિઝમ કહેવામાં આવે છે. આ બીમારી હોર્મોનલ અસંતુલનને કારણે થાય છે.

સવાલ : હિરસુટિઝમમાં મહિલાઓના શરીરમાં કયું હોર્મોન્સ વધે છે?
જવાબ :
ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ ડૉ. અર્ચના નિરુલા જણાવે છે, જે મહિલાઓને હિરસુટિઝમની તકલીફ હોય છે એમાંથી લગભગ અડધાથી વધુ મહિલાઓમાં એન્ડ્રોજન નામનું હોર્મોન વધે છે. જેમ-જેમ એન્ડ્રોજન હોર્મોનનું લેવલ વધે છે, ધીમે ધીમે શરીરમાં અન્ય લક્ષણો જોવા મળી શકે છે. આ પ્રક્રિયાને વિરલાઇઝેશન કહેવામાં આવે છે.

સવાલ : હિરસુટિઝમની સમસ્યા ન થાય અથવા બચવા માટે શું ઉપાય કરી શકાય છે?
જવાબ :
સામાન્ય રીતે તો હિરસુટિઝમને રોકી શકાતું નથી, પરંતુ જો તમારું વજન વધારે છે, તો તમે ચોક્કસપણે વજન ઘટાડીને હિરસુટિઝમને કંટ્રોલમાં કરી શકો છો. જો મહિલાઓ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમની એટલે કે યુવાન થવાની ઉંમરમાં હોય તો વજન કંટ્રોલ કરવાથી મદદ થઇ શકે છે.

સવાલ : એન્ડ્રોજન હોર્મોન્સ સિવાય હિરસુટિઝમના અન્ય કારણો શું છે?
જવાબ :
ઘણા કારણો છે, આ વિશે સારી રીતે જાણીએ.

ટેસ્ટોસ્ટેરોન: આ પુરુષોમાં જોવા મળતું સેક્સ હોર્મોન્સ છે. જ્યારે સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ લેવલ વધે છે ત્યારે વાળ અનિચ્છનીય જગ્યાએ ખૂબ જ ઝડપથી વધે છે.

જિનેટિક : કેટલીક મહિલાઓને આ સમસ્યા જિનેટિક એટલે કે પરિવારમાંથી જ થાય છે.

ઈન્સુલિન : હિરસુટિઝમની સમસ્યાનું એક કારણ ઇન્સ્યુલિનમાં વધારો છે. એનું લેવલ વધુ અંડાશયના કોષોને એન્ડ્રોજન હોર્મોન્સ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓમાં આ થવાની શક્યતા વધુ હોય છે.

દવાઓ: એવી કેટલીક દવાઓ છે, જે મહિલાઓના શરીરમાં હોર્મોન્સના લેવલને અસર કરી શકે છે. એ એનાબોલિક સ્ટીરોઈડ નામની હોર્મોન દવા અને મિનોક્સિડીલ (રોગેઈન) નામની દવાને કારણે પણ થઈ શકે છે.

પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) : આ એક એવી સ્થિતિ છે, જેમાં સ્ત્રીઓના સેક્સ હોર્મોન્સનું બેલેન્સ બગડે છે.

કુશિંગ સિન્ડ્રોમ : આ ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિના શરીરમાં કોર્ટિસોલ (એક પ્રકારના હોર્મોન)નું લેવલ ખૂબ વધી જાય છે.

ટયૂમર : અંડાશય અથવા મૂત્રપિંડ પાસેની ગ્રંથીઓમાં ગાંઠો પણ ક્યારેક હિરસુટિઝમનું કારણ બની શકે છે.

પ્રશ્ન- મારે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
જવાબ- કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલનાં કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ, ડૉ. રેશ્મા. ટી. વિશ્નાની કહે છે કે વાળમાં અચાનક વધારો થવાનું કારણ ડૉક્ટરને મળ્યા પછી જ જાણી શકાય છે, તેથી આ સ્થિતિમાં વિલંબ કર્યા વિના નિષ્ણાતને મળો. મહિલાના સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં લીધા પછી ડોકટરો દવા શરૂ કરે છે. એનાથી છુટકારો મેળવવા માટે ડોક્ટરના સૂચન પર લેસર ટ્રીટમેન્ટ પણ લઈ શકાય છે.

લેસર ટ્રીટમેન્ટ માટે કેટલા સીટિંગની જરૂર છે એ હેર ગ્રોથ પર ડીપેન્ડ કરે છે. આ ટ્રીટમેન્ટથી વાળનો ગ્રોથ મૂળમાંથી ખતમ થઈ જાય છે. તેમ છતાં જો પાછળથી હોર્મોનલ અસંતુલન થાય છે. તો વાળના ગ્રોથ સમસ્યા ફરી શરૂ થવાની સંભાવના છે. તમારે એવા ડૉક્ટરને જોવાની જરૂર છે, જે હોર્મોન્સ સંબંધિત રોગોમાં નિષ્ણાત અથવા ત્વચાની સમસ્યાઓનો કેવી રીતે નિરાકરણ કરી શકે છે.