આપણે ઘણીવાર ટ્રેનમાં કે પછી ફ્લાઈટમાં મુસાફરી કરીએ છીએ તો સામાનનો ચોરી થઈ જાય છે. અમુકવાર તો લાખ મહેનત કરવા છતાં પણ આ સામાનની કોઈ ભાળ મળતી નથી. તો અમુકવાર રેલવેતંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ હાથ ઊંચા કરી દેવામાં આવે છે. ત્યારે આપણને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જો તમારા સામાનની પણ ચાલુ ટ્રેનમાં ચોરી થઈ જાય છે તો ક્યારે, કેવી રીતે અને ક્યાં ફરિયાદ કરવામાં આવે તો તમારો સામાન તમને પરત મળી શકે છે? આજે કામના સમાચારમાં આપણે આ બાબતે વાત કરીશું. આજે કામના સમાચારમાં અમારા એક્સપર્ટ છે સુપ્રીમ કોર્ટના એડવોકેટ સચિન નાયક, એડવોકેટ ચિકિશા મોહંતી અને એડવોકેટ અવિનાશ ગોયલ.
સવાલ : ચાલુ ટ્રેનમાં પેસેન્જરનો સામાન ખોવાઈ જાય તો શું કરી શકાય?
જવાબ: ચાલુ ટ્રેનમાં પેસેન્જરનો સામાન ખોવાઈ જાય તો ટ્રેનની અંદર ટીટીઇ (Travelling Ticket Examiner ), કંડક્ટર, કોચ એટેન્ડન્ટ, ગાર્ડ આરપીએફ અથવા જીઆરપી એસ્કોર્ટને આ ઘટનાની જાણ કરો. તેઓ તમને તમારા ચોરેલા અથવા ખોવાયેલા માલ વિશે ફરિયાદ કરવામાં મદદ કરશે.
સવાલ: ટ્રેનમાં ચોરી થાય છે તો કોણ એક્શન લઈ શકે છે RPF કે GRP?
જવાબ: GRP એક્શન લઈ શકે છે. જીઆરપી પોલીસ પાસે ભારતીય પેનલ કોડના કેસો પર કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. તમે ચાલતી ટ્રેનમાં આરપીએફ કે ટીટીઇ પાસેથી એફઆઇઆર ફોર્મ લઈને ફરિયાદ ચોક્કસ કરી શકો છો, પરંતુ આરપીએફ તમારો કેસ પણ જીઆરપી પોલીસને સોંપી દેશે.
સવાલ : ટ્રેનમાં સામાનની ચોરી થાય છે તો FIR માટે પેસેન્જરે રેલવે સ્ટેશન પર ઊતરવું જરૂરી છે?
જવાબ: ના, એવું કરવું જરૂરી નથી. તમે ચાલુ ટ્રેનમાં પણ એફઆઈઆર નોંધાવી શકો છો, પરંતુ જો પરિસ્થિતિ વધુ ખરાબ હોય અને મુસાફરની જુબાનીની જરૂર હોય તો તમારે સ્ટેશન પર ઊતરીને જીઆરપી પોલીસ સ્ટેશનમાં આપવી પડી શકે છે.
સવાલ : મુસાફર પાસેથી FIR ફોર્મ લીધા બાદ રેલવે સ્ટાફ શું કરશે?
જવાબ: સ્ટાફ આ ફોર્મ નજીકના સ્ટેશનની જીઆરપી પોલીસચોકીને મોકલશે, જેને કારણે પીડિતાને તેના કેસમાં થયેલી કાર્યવાહીથી વાકેફ કરવામાં આવશે. આ ઉપરાંત જો પીડિત વ્યક્તિને એફઆઈઆર નોંધવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તે કોઈપણ મદદ માટે મુખ્ય રેલવે સ્ટેશનો પર આર.પી.એફ.નો સંપર્ક કરશે. તમે હેલ્પ પોસ્ટનો સંપર્ક કરી શકો છો.
સવાલ : જો આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહ્યા હોઈએ અને ચાલુ ટ્રેનમાં માલની ચોરી થઈ જાય, તો કયા રાજ્યમાં આપણે ફરિયાદ કરવી પડશે?
જવાબ: આ સવાલના જવાબ એક ઉદાહરણથી સમજીએ....ધારો કે તમે મધ્યપ્રદેશથી બિહારના કોઈ પણ શહેરમાં જઈ રહ્યા છો અને તમારો સામાન ચાલુ ટ્રેનમાં ચોરાઈ ગયો છે, પરંતુ તમને આ અલાહાબાદ, એટલે કે ઉત્તરપ્રદેશમાં જોવા મળે છે. ત્યારે આ સ્થિતિમાં તમે જે રાજ્યમાં ચોરીની ઘટના શોધી કાઢી છે એ જ હાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.
તમારો રિપોર્ટ ત્યાંના GRP સ્ટેશન પર મોકલવામાં આવશે. જો તમને કોઈ શહેર, ગામ કે નાના શહેરમાં ચોરીની જાણ થાય તો તમે ચાલુ ટ્રેનમાં લેખિત ફરિયાદ કરી શકો છો અને તમારી ફરિયાદ આગામી GRP સ્ટેશનમાં ફોરવર્ડ કરવામાં આવશે.
સવાલ : આજકાલ બધું જ ઓનલાઇન થવા લાગ્યું છે, શું આપણે ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકીએ?
જવાબ: મુસાફરો ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકે છે. તમે રેલ મદદ એપમાં સરળતાથી ફરિયાદ કરી શકો છો. તેને ઝીરો એફઆઈઆર માનવામાં આવશે અને તેના પર તરત જ તપાસ શરૂ કરવામાં આવશે.
સવાલ: ઝીરો FIRનો અર્થ શું છે?
જવાબ: ઝીરો એફઆઈઆરમાં કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકાય છે અને પછીથી એને યોગ્ય પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
નીચે આપણે રેલએપ વિશે માહિતી આપી રહ્યા છીએ, કારણ કે ઘણા મુસાફરોએ વાતચીતમાં અમને જણાવ્યું છે કે આ એપ પર ફરિયાદ કર્યા પછી તેમની સમસ્યા તરત જ સમજી લેવામાં આવી હતી અને એના પર કાર્યવાહી કરવામાં આવી છે.
સવાલ : શું રેલ મદદ એપ પર સામાન ચોરીની જ ફરિયાદ કરી શકાય છે કે બીજી પણ ?
જવાબ: તમે કોઈપણ પ્રકારની ફરિયાદ રેલ મદદ એપ દ્વારા કરી શકો છો, જેમ કે બાથરૂમ સાફ નથી, કોઈપણ પ્રકારની ચોરીની કે છેડછાડની ઘટના સિવાય તમે કોઈપણ સૂચન પણ આપી શકો છો.
સવાલ: ટ્રેન સિવાય ભારતના લોકો બસમાં પણ મુસાફરી કરે છે અને એમાં માલ ચોરાવાની અનેક ઘટનાઓ બનતી હોય છે તો મુસાફરો ફરિયાદ ક્યાં કરી શકે છે?
એડવોકેટ અવિનાશ ગોયલ જણાવે છે, આ સ્થિતિમાં મુસાફર પાસે બહુ ઓછા વિકલ્પા હોય છે.
પરંતુ જો હવે મનમાં સવાલ એ થાય છે કે ફ્લાઇટમાં તમારો સામાન ચોરી થાય છે તો તમારી પાસે શું વિકલ્પ છે. ગ્રાફિક્સથી જાણીને બીજા સાથે પણ શેર કરો...
ફ્લાઈટમાંથી ઊતર્યા બાદ તમારો સામાન તો મળી ગયો છે, પરંતુ નુકસાન થયું છે, તો ફોલો કરો આ ટિપ્સ-
તરત એરલાઇન સ્ટાફનો સંપર્ક કરો. તમારી બેગને થયેલા નુકસાન વિશે તેમને જાણ કરો. Property Irregularity formનું ફોર્મ ભરો અને એને સબ્મિટ કરો. નીચે વાંચો કેવી રીતે લેશો વળતર મેળવી શકો છો.
એડવોકેટ સચિન નાયક કહે છે, ટ્રેન અથવા ફ્લાઇટથી મુસાફરી દરમિયાન તમારો સામાન ખરાબ થઈ જાય છે. દાખલા તરીકે, ઉંદર તમારી બેગને કાપી નાખે છે. ત્યારે આવી સ્થિતિમાં પેસેન્જરને વળતર મળી શકે છે. વળતર એટલે કે કોઈ વસ્તુને નુકસાન થાય ત્યારે એનો ખર્ચ મળવો.
કેવી રીતે મળશે વળતર
આ માટે મુસાફરે થોડી વધુ મહેનત કરવી પડશે અને પહેલા જિલ્લા ગ્રાહક આયોગને લેખિત ફરિયાદ કરવી પડશે. કેસ ચાલશે. જ્યારે ચુકાદો આવશે અને તમે સાચા છો, ત્યારે તમને આ વસ્તુઓનો ખર્ચ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.