• Gujarati News
 • Utility
 • If There Is Domestic Violence Against A Woman Abroad, How Can A Complaint Be Made In Our Country, Know The Entire Process

કામના સમાચાર:વિદેશમાં મહિલા પર ઘરેલુ હિંસા થાય છે તો આપણા દેશમાં કેવી રીતે કરી શકાય ફરિયાદ, જાણો સમગ્ર પ્રક્રિયા

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મૂળ ઉત્તરપ્રદેશનની બિઝનોરની 30 વર્ષીય મનદીપના લગ્ન ન્યુયોર્કમાં એનઆરઆઈ રણજોધબિરસિંહ સંધુ સાથે થયા હતા. પતિને દીકરાની ઈચ્છા હોય તેવામાં બે દીકરીનો જન્મ થતા મનદીપને દરરોજ મારકૂટ કરતો હતો. તો બીજી તરફ રણજોધબિરસિંહ સંધુને બીજી મહિલા સાથે સંબંધ પણ હતો. ઘરેલુ હિંસાથી ત્રસ્ત મનદીપે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. મનદીપનો જીવન ટૂંકાવતા પહેલાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. તો બીજી તરફ ન્યુયોર્ક પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. તો પરિવારજનો મનદીપના મૃતદેહને ભારત લાવવાની કોશિશ કરી રહ્યા છે. આ બાદ તમને પણ NRI (નોન રેસિડન્ટ ઇન્ડિયન) સાથે લગ્નને લઈને ઘણાં સવાલ થશે. આ બધા જ સવાલના જવાબ આપી રહ્યા છે, સુપ્રીમ કોર્ટના વકીલ શશી કિરણ ને પટિયાલા કોર્ટના એડવોકેટ સીમા જોશી.

NRI અને PIO એવા લોકો છે, જેઓ વિદેશમાં રહે છે, શું તમને બંને વચ્ચેનો મૂળભૂત તફાવત ખબર છે? ના, તો પહેલાં જાણો
સવાલ : NRI કોને કહેવામાં આવે છે?
જવાબ : જે વ્યક્તિ સામાન્ય રીતે વર્ષમાં 183 દિવસ દેશની બહાર રહે છે તેમને NRI કહેવામાં આવે છે. પરંતુ હજુ પણ આ બાબત સ્પષ્ટ નથી. NRI પાસે ભારતીય સિટિઝનશીપ અને પાસપોર્ટ હોવો જોઈએ.

સવાલ : PIO કોને કહેવામાં આવે છે?
જવાબ : PIO એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજીન. PIOનો મતલબ છે જે વ્યક્તિ ભારતીય મૂળનો છે, પરંતુ તેનો જન્મ બીજા કોઈ દેશમાં થયો હતો. આ લોકો પાસે ભારતની સીટીઝનશીપ નથી. આ લોકોની ઘણી પેઢીઓ વિદેશમાં રહે છે.

સવાલ : શું NRI લગ્નમાં મેરેજ રજીસ્ટ્રેશન જરૂરી છે?
જવાબ : પછી ભલે તમે NRI સાથે લગ્ન કરી રહ્યાં હો કે તમારા દેશના નાગરિક સાથે. સરકારે દરેક માટે મેરેજ રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. લગ્ન કર્યા બાદ 30 દિવસની અંદર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તમે તેને આ રીતે સમજો છો - આજકાલ ઘણા પ્રકારના કિસ્સાઓ છે, જ્યાં લગ્ન થયા છે, તેની કોઈ સાબિતી નથી. આ સ્થિતિમાં કોઈ પણ ઘટના બને તો કાયદાનો સહારો લેવો મુશ્કેલ બની જાય છે. જો તમે લગ્નની નોંધણી કરાવી લો, તો તેમાં કંઈપણ ખોટું થાય તો કાયદાકીય મદદ તમને સરળતાથી મળી શકે છે.એ જ રીતે NRI લગ્નમાં 30 દિવસમાં કોઈ ગરબડ સમજાય તો તરત જ પગલાં લઈ શકાય છે.

સવાલ : શું NRI સાથે લગ્ન કરતી મહિલાઓને ઉત્પીડનથી બચાવવા માટે કોઈ કાયદો છે?
જવાબ : અત્યારે આ બાબતે કોઈ સ્પષ્ટ કાયદો નથી. આ બિલ પર 2019થી ચર્ચા ચાલી રહી છે, પરંતુ આજ સુધી આ બિલ પાસ થયું નથી. કોરોનાને કારણે આ બિલ પસાર કરવામાં વિલંબ થયો છે.

આ બિલની જોગવાઈઓ છે…

 • NRIએ લગ્ન પછી 30 દિવસની અંદર તેમનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
 • જો NRI લગ્ન રજીસ્ટ્રેશન વગરવિદેશ જાય છે, તો તેને હાજર થવા માટે નોટિસ આપવામાં આવશે.
 • આ સાથે એવું પણ માની લેવામાં આવશે કે એનઆરઆઈને આ સંબંધમાં નોટિસ મળી છે. હવે તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
 • એનઆરઆઈના નામે પણ ધરપકડ વોરંટ પણ બહાર પાડવામાં આવી શકે છે.
 • જો NRI દેશની કોર્ટમાં હાજર નહીં થાય તો તેને ભાગેડુ જાહેર કરવામાં આવશે.
 • ભારત સરકાર પાસે એનઆરઆઈના પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો પણ અધિકાર છે.

સવાલ : જો કોઈ મહિલાને તેના NRI પતિ સાથે વિદેશમાં રહેતી હોય અને તે દરમિયાન દહેજ માટે હેરાન કરવામાં આવે તો શું તે ભારતીય કાયદા મુજબ ફરિયાદ નોંધાવી શકે છે?
જવાબ : જો કોઈ મહિલાને હેરાન કરવામાં આવે છે, તો તે જે દેશમાં રહે છે તે દેશના કાયદા હેઠળ તેની ફરિયાદ કરી શકે છે.આ સાથે તે ભારતમાં ફરિયાદ પણ કરી શકે છે. આ ફરિયાદ CrPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ નોંધવામાં આવી શકે છે. ત્યારબાદ વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર NRI પતિને સમન્સ પણ આપવામાં આવશે.

જો કોઈ NRI પતિ પત્નીને છોડી દે છે અથવા ક્રૂરતા કરે છે તો તે સમયે 498 A IPC Gauri Act ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે.

સવાલ : વિદેશમાં લોકલ પોલીસ સિવાય મહિલા ઘરેલુ હિંસાની ફરિયાદ દેશમાં ક્યાં અને કેવી રીતે કરી શકાય છે?
જવાબ : આ અંગેની જાણકારી ઇન્ડિયન એમ્બેસીને આપી શકો છો. આ સાથે, તે રાષ્ટ્રીય મહિલા આયોગની સાઇટ ncw.nic.in પર જઈને NRI સેલમાં ઓનલાઈન ફરિયાદ પણ કરી શકે છે. આ સાથે જ મહિલાઓ જે દેશમાં રહે છે ત્યાં ઇન્ડિયન એસોસિએશનને માહિતી આપીને પણ મદદ માંગી શકે છે.

સવાલ : જો કોઈ મહિલા NRI પતિ પર દહેજ ઉત્પીડનનો આરોપ લગાવીને આપઘાત કરી છે તો ભારતમાં રહેતા પરિવારજનોને મૃતદેહ મળે છે?
જવાબ : હા, આ પ્રકારના મામલામાં માતા-પિતા મૃતદેહ માટે કહી શકે છે. આ માટે એમ્બેસીનો અથવા પ્રાઇવેટ એજન્સીનો સંપર્ક કરી શકો છો.

સવાલ : કોઈ પરિવારજનનું વિદેશમાં નિધન થઇ જાય છે ને મૃતદેહને ભારત લાવવા માટે શું પ્રક્રિયા છે?
જવાબ : દરેક દેશમાં સ્થાનિક નિયમના આધારે તેની પ્રક્રિયા બદલાઈ શકે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા હોય છે…

 • જે વ્યક્તિ મૃતદેહ લેવાનો દાવો કરી રહી છે તેણે તેનો સંબંધ જણાવવો પડે છે.
 • આ કામ માટે એક ફોર્મ ભરવાનું રહેશે.
 • ત્યાંની પોલીસ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.
 • મૃતકનો પાસપોર્ટ દેખાડવો જરૂરી છે,
 • ભારતીય દૂતાવાસમાંથી મૃત્યુ પ્રમાણપત્ર મળ્યા પછી વિઝા-પાસપોર્ટ રદ કરવામાં આવે છે.
 • ડૉક્ટર પાસેથી પ્રમાણપત્ર મેળવવું પણ જરૂરી છે. જેનાથી ખબર પડશે કે મૃતકને એવો કોઈ રોગ નથી જે અન્ય લોકોમાં ફેલાઈ શકે.
 • જ્યારે મૃતદેહ ભારત આવશે ત્યારે તેને કોણ કલેક્ટ કરશે તે સંબંધીનું એફિડેવિટ પણ જરૂરી છે.