• Gujarati News
  • Utility
  • If There Is An Error In The Tweet, There Is No Need To Delete It, The Latest Feature Is Coming, Let's Know The Whole Process

કામના સમાચાર:ટ્વીટમાં જો ભૂલ હોય તો ડીલીટ કરવાની જરૂર નહીં રહે, આવી રહ્યું છે લેટેસ્ટ ફીચર, આવો જાણીએ સમગ્ર પ્રોસેસ

એક મહિનો પહેલા

છેલ્લાં ઘણા સમયથી ટ્વિટરમાં એડિટ બટનની માગ કરવામાં આવી રહી હતી. યુઝર્સની માગ હતી કે, ટ્વિટરમાં પણ ફેસબુકની જેમ એડિટ બટનનો વિકલ્પ હોય તો ટ્વીટમાં કોઈ ફેરફાર કરી શકાય. હવે કંપનીએ પણ યુઝર્સની માગને સ્વીકારીને જલ્દી જ આ અપડેટની જાહેરાત કરી દીધી છે.

આજે કામના સમાચારમાં જાણીએ કે, ટ્વિટરમાં એડિટ બટનની શરૂઆત ક્યારથી થશે, આ માટે આપણે પૈસા આપવા પડશે કે નહીં જેવા તમામ સવાલના જવાબો.

સવાલ : ટ્વિટરમાં એડિટ બટનની શું ખાસિયત છે?
જવાબ : ટ્વિટર પર એકવાર પોસ્ટ કરવામાં આવેલી કોઈપણ વસ્તુનો અર્થ છે કે તે હવે બદલાશે નહીં. એડિટ બટનની ખાસિયત એ છે કે હવે તમે ફેસબુક પોસ્ટની જેમ જ તમારી ટ્વીટને પણ એડિટ કરી શકશો.

સવાલ : લોકોને કેવી રીતે ખબર પડશે કે ટ્વીટને એડિટ કરવામાં આવ્યું છે?
જવાબ : હા, યુઝર્સને ખબર પડશે કે તમે ટ્વીટને એડિટ કર્યું છે. યુઝર્સને એ પણ ખબર પડશે કે, ઓરિજનલ કન્ટેન્ટમાં શું-શું ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે કે તમે ટ્વીટમાં કોઈ ફેરફાર કરો છો તો એડિટની હિસ્ટ્રીમાં બીજા યુઝર્સ જોઈ શકશે.

સવાલ : એડિ ટબટનનું અપડેટ ક્યારથી ઉપલબ્ધ થશે?
જવાબ : થોડા અઠવાડિયા બાદ એડિટ બટનનું ફીચર શરૂ કરવામાં આવશે. જેની તારીખની હજુ સુધી કોઈ ખબર પડી નથી.

સવાલ : આ એડિટ બટન બધા માટે હશે કે પછી Blue Tick વાળા યુઝર્સ માટે?
જવાબ : એડિટ બટન ન તો બધાને મળશે ન તો બ્લુ ટીક ધરાવતા લોકોને. જે લોકોએ Twitter Blueનું સબ્સ્ક્રિપશન લીધું છે, તે લોકોને જ એડિટ બટનનો લાભ મળશે. Twitter Blue સબ્સ્ક્રિપશનનો મતલબ છે કે આ પેઈડ સબસ્ક્રાઇબર્સ છે. પેઈડ સબસ્ક્રાઇબર્સ બાદ આ આ ફીચર નોર્મલ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થઇ શકે છે.

સવાલ : એડિટ બટનનો ઉપયોગ કરીને ભૂલ કેવી રીતે સુધારી શકાય?
જવાબ : જો ટ્વીટમાં સ્પેલિંગ મિસ્ટેક અથવા કન્ટેન્ટની ભૂલ હશે તો Twitter Blueમાંથી Send બટન દબાવીને તમે તમારી ટ્વિટને Undo કરી શકશો અને તમારી ભૂલ સુધારવામાં આવશે એટલે કે એડિટ કરવામાં આવશે.

સવાલ : એડિટ બટન માટે કોઈ પૈસા આપવા પડશે?
જવાબ : એડિટ બટન સાથે અપડેટ ફક્ત Twitter Blue સબ્સ્ક્રિપ્શન લેનારા યુઝર્સ માટે હશે અને આ સબ્સ્ક્રિપ્શન માટે યુઝર્સે લગભગ $ 4.99 એટલે કે લગભગ 400 રૂપિયા પ્રતિ મહિને ચૂકવવા પડશે.