• Gujarati News
  • Utility
  • If The Notice Period Is Not Completed At The Time Of Leaving The Job, The Employee Will Also Have To Pay 18% GST On The Outstanding Amount.

નિર્ણય:જો નોકરી છોડતી વખતે નોટિસ પિરિઅડ પૂરો ન કર્યો તો કર્મચારીએ બાકી રકમ પર 18% GST પણ ભરવો પડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય રીતે કર્મચારીના અપોઇન્ટમેન્ટ લેટરમાં એક નોટિસ પિરિઅડ હોય છે
  • નોટિસ પિરિઅડ જેટલા દિવસનો છે કર્મચારીએ નોકરી છોડવાના એટલા દિવસ પહેલાં કંપનીને જણાવવાનું હોય છે

સામાન્ય રીતે આ વાત દરેક લોકો જાણે છે કે નોટિસ પિરિઅડ પૂરો કર્યા વગર કંપની છોડતા કર્મચારીએ નોટિસ પિરિઅડના બાકી રહેલા સમયગાળા માટે કંપનીને થોડી રકમ ચૂકવવી પડે છે. હવે એ પણ જાણી લો કે આ રકમ ઉપરાંત આવા કર્મચારીએ સરકારને 18% GST પણ ચૂકવવો પડશે. ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે એક નિર્ણયમાં જણાવ્યું કે, નોટિસ પિરિઅડ પૂરો કર્યા વગર કંપની છોડીને જતા કર્મચારીએ બાકીના સમયગાળા માટે કંપનીને પગારની રકમ ચૂકવવાની સાથે સાથે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 18% ભરવાનો રહેશે.

કંપની કર્મચારીના અપોઇન્ટમેન્ટ લેટર પર એક નોટિસ પિરિઅડનો ઉલ્લેખ કરી શકે છે. નોટિસ પિરિઅડ જેટલા દિવસનો હોય કર્મચારીએ નોકરી છોડવાનાં એટલા દિવસ પહેલાં રાજીનામું આપવાનું હોય છે. જો કોઈ કર્મચારીનો નોટિસ પિરિઅડ 2 મહિનાનો હોય અને તે કર્મચારી રાજીનામું આપ્યા પછી માત્ર એક મહિના માટે જ કામ કરે તો બચેલા બાકીના મહિનાના પગારની રકમ કંપની કર્મચારી જોડેથી વસૂલે છે. જો આ રકમ 1,00,000 રૂપિયા હોય તો પછી ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગના નિર્ણય અનુસાર, કર્મચારીએ 18% GST સાથે કુલ 1,18,000 રૂપિયા ચૂકવવા પડશે.

અમનીલ ફાર્માસ્યુટિકલ્સના કર્મચારીએ આવા કેસમાં એડવાન્સ રૂલિંગની માગ કરી હતી.
ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે અમદાવાદ સ્થિત કંપની અમનીલ ફાર્માસ્યુટિકલ્સને લગતા કેસમાં નિર્ણય આપતા આ વાત કરી હતી. કંપનીના એક કર્મચારીએ આ કેસમાં એડવાન્સ રૂલિંગની માગ કરી હતી. આ કેસમાં 3 મહિનાનો નોટિસ પિરિઅડ હતો.