તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If The Job Is Lost During The Corona Period, The Government Will Give Unemployment Allowance, Half The Salary For 3 Months

રાહત:કોરોનાકાળમાં નોકરી જતી રહેશે તો સરકાર બેરોજગારી ભથ્થું આપશે, 3 મહિના સુધી અડધો પગાર મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેનો ફાયદો લગભગ 35 લાખ કામદારોને મળશે
  • માર્ચ અને ડિસેમ્બરની વચ્ચે નોકરી ગુમાવનારા લોકોને જ તેનો ફાયદો મળશે

કોરોનાવાઈરસ મહામારીને કારણે લોકોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને રાહત આપવા માટે એક પગલું ભર્યું છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે જાહેરાત કરી છે કે, આ વર્ષે માર્ચથી લઈને ડિસેમ્બરની વચ્ચે કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ નોકરી ગુમાવે છે, તો સરકાર બેરોજગારી ભથ્થું ચૂકવશે. તેનાથી લગભગ 35 લાખ કર્મચારીઓને ફાયદો થશે.

કોણે મળશે ફાયદો?
તેનો ફાયદો તે બેરોજગાર લોકોને મળશે, જેમણે 24 માર્ચથી 31 ડિસેમ્બર 2020ની વચ્ચે નોકરી ગુમાવી છે. તે ઉપરાંત કંપનીએ વર્કર્સ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) અંતર્ગત રજિસ્ટર્ડ કરાવવું જરૂરી છે. કામદારોને લાભ આપવા માટે, અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના, જેનું સંચાલન ESICની તરફથી કરવામાં આવે છે. તેને 30 જૂન 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત બેરોજગારી ભથ્થું મળે છે.​​​​​​​

ESI સ્કીમ સાથે 2 વર્ષ સુધી જોડાયેલ હોવું જરૂરી છે
તેનો ફાયદો તે કામદારોને મળશે જે ESI સ્કીમની સાથે ઓછામાં ઓછા છેલ્લા 2 વર્ષથી જોડાયેલા છે. અર્થાત કે જેઓ 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2020 સુધી આ સ્કીમ સાથે જોડાયેલા છે, તેમને તેનો ફાયદો મળશે. આ દરમિયાન 1 ઓક્ટોબર 2019થી 31 માર્ચ 2020ની વચ્ચે ઓછામાં ઓછું 78 દિવસ કામ કરવું જરૂરી છે.

3 મહિનાની અડધી સેલરી મળશે
બેરોજગાર વ્યક્તિ 3 મહિના માટે આ ભથ્થું મેળવી શકે છે. તે 3 મહિના માટે સરેરાશ સેલરીના 50 ટકા ક્લેમ કરી શકે છે. અગાઉ આ મર્યાદા 25 ટકા હતી.પરંતુ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં બેરોજગાર થવાના 90 દિવસ પછી તેનો ફાયદો મળતો હતો. તેને ઘટાડીને 30 દિવસ કરવામાં આવ્યો છે.

21000 રૂ. સુધી સેલેરી પર ફાયદો મળે છે
ESIનો ફાયદો ખાનગી કંપનીઓ, ફેકટરીઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓને મળે છે. તેના માટે ESI કાર્ડ બનાવવામાં આવે છે. કર્મચારી આ કાર્ડ અથવા કંપની તરફથી લાવેલા દસ્તાવેજોના આધારે યોજનાનો લાભ લઈ શકે છે. ESIનો લાભ તે કર્મચારીઓને ઉપલબ્ધ છે, જેમની માસિક આવક 21 હજાર રૂપિયા કે તેથી ઓછી છે. જો કે, દિવ્યાંગ લોકોના કિસ્સામાં આવકની મર્યાદા 25000 રૂપિયા છે.

કેવી રીતે લાભ મેળવી શકાય છે?
ESIC સાથે સંકળાયેલા કર્મચારી ESICની કોઈપણ બ્રાંચમાં જઈને તેના માટે અપ્લાય કરી શકે છે. ત્યારબાદ ESIC દ્વારા અરજીની પુષ્ટિ કરવામાં આવશે અને જો તે યોગ્ય જણાશે તો સંબંધિત કર્મચારીના ખાતામાં રકમ જમા કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો