તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If The Insured Does Not Like The Terms Of The Policy, He Can Return The Policy Within 15 Days Of Purchase

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IRDAIની સ્પષ્ટતા:વીમાધારકોને પોલિસીની શરતો પસંદ નથી આવતી તો ખરીદીના 15 દિવસની અંદર પોલિસી પરત કરી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IRDAIએ વીમા પોલિસી ખરીદદારોને વધારાની સત્તા આપી
  • ખરીદનારને પોલિસીના દસ્તાવેજ મળ્યા બાદ શરતો અને ફાયદાની સમીક્ષા કરવા માટે 15 દિવસનો સમય મળશે

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ વીમા પોલિસી ખરીદદારોને વધારાની સત્તા આપી છે. IRDAIએ સર્ક્યુઅલ જાહેર કરીને જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિને પોલિસી ખરીદી વખતે સ્ટાન્ડર્ડ પર્સનલ એક્સિડન્ટ કવરની શરતો પસંદ ન આવે અથવા તેની જરૂરીયાતોને પૂર્ણ નથી કરતી તો તેઓ ખરીદીના 15 દિવસની અંદર પોલિસી પરત કરી શકે છે.

15 દિવસનો સમય મળશે
​​​​​​​
IRDAIએ સ્પષ્ટ કર્યું છે કે, ખરીદનારને પોલિસીના દસ્તાવેજ મળ્યા બાદ શરતો અને ફાયદાની સમીક્ષા કરવા માટે 15 દિવસનો સમય મળશે. જો તેને શરતો સ્વીકાર ન હોય તો પણ તે તેને પરત કરી શકે છે. વીમા નિયમનકારે આ એક પખવાડિયાને ફ્રી લુક પિરિઅડ નામ આપ્યું છે. ફેબ્રુઆરીમાં સ્ટાન્ડર્ડ પર્સનલ એક્સિડન્ટ કવર માટે માર્ગદર્શિકા જાહેર કરતી વખતે IRDAIએ ફ્રી લુક પિરિઅડ વિશે કોઈ જાણકારી નહોતી આપી. તેથી હવે સવાલ એ થાય છે કે જો ખરીદનાર પોલિસીની શરતોથી સંતુષ્ટ નહીં થાય તો શું થશે? શું તેમને ફ્રી લુક પિરિઅડ દરમિયાન પોલિસી રદ કરવાની તક નહીં મળે?

આ લોકોને નહીં મળે પોલિસીમાં ફ્રી લુક પિરિઅડનો ફાયદો
વીમા નિયમનકારે હવે સ્પષ્ટ કર્યું છે કે, ફ્રી લુક પિરિઅડ માત્ર નવી પોલિસી ખરીદદારોને મળશે. આ સુવિધાનો ફાયદો પોલિસી રિન્યુઅલ પર નહીં મળે. તે સાથે જો વીમાધારક ફ્રી લુક પિરિઅડ દરમિયાન કોઈ ક્લેમ નથી કરતો તો તેને ઈન્શ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવેલી સ્વાસ્થ્ય તપાસની ફી પાછી આપવી પડશે. સાથે સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ પણ આપવો પડશે.

મોટાભાગની ઈન્શ્યોરન્સ પોલિસીમાં ફ્રી લુક પિરિઅડ મળે છે
IRDAIના જણાવ્યા પ્રમાણે, જ્યાં જોખમ પહેલાથી શરૂ થઈ ગયું છે અને વીમાધારક પોલિસી પરત કરવાનો ઓપ્શન પસંદ કરે છે તો કવરની અવધિ માટે પ્રમાણસર જોખમ પ્રીમિયમ કાપવામાં આવશે. ફ્રી લુક પિરિઅડ તે સમય છે, જેમાં ખરીદનાર નવી ખરીદેલી ઈન્શ્યોરન્સ પોલિસીને બંધ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે ખરીદેલી વીમા પોલિસીથી ખુશ નથી તો તમે તેની સમીક્ષા કરીને નક્કી સમયગાળાની અંદર રદ કરી શકો છો. સામાન્ય રીતે તમામ પોલિસીમાં ફ્રી લુક પિરિઅડની જોગવાઈ છે, જે ખરીદનારને તેની સમીક્ષા કરવાની સ્વતંત્રતા આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો