તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If The Insurance Policy Is Not Selected, It Can Be Refunded In Free Look Period, 15 Days To Check The Policy.

સુવિધા:ઇન્શ્યોરન્સ પોલિસી પસંદ ન આવી તો ફ્રી લુક પિરિઅડમાં પરત કરી શકાશે, પોલિસી ચેક કરવા માટે 15 દિવસનો સમય મળે છે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દરેક કંપની તેના ગ્રાહકોને 15-દિવસનો ફ્રી લુક પિરિઅડ આપે છે
  • જ્યારે પોલિસીનો સમયગાળો ઓછામાં ઓછો 3 વર્ષનો હોય ત્યારે જ ફ્રી લુક પિરિઅડનો લાભ આપવામાં આવશે

ઇન્શ્યોરન્સ પોલિસી લઈ લીધા બાદ ઘણીવાર લોકોને એવું લાગતું હોય છે કે આ પોલિસી મના માટે યોગ્ય નથી અથવા તેના નિયમો અને શરતો તેમની ઇચ્છા મુજબના નથી. જો તમે પોલિસી લઈ લીધા પછી આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો તો તમે ફ્રી લુક પિરિઅડનો લાભ લઈ શકો છો. દરેક કંપની તેના ગ્રાહકને 15 દિવસનો ફ્રી લુક પિરિઅડ આપે છે. આ સમય દરમિયાન તમે કંપનીને પોલિસી પરત કરી શકો છો. અહીં ફ્રી લુક પિરિઅડ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

પોલિસી યોગ્ય ન લાગે તો ફ્રી લુક પિરિઅડનો ફાયદો ઉઠાવો
ફ્રી લુક પોલિસીનો સમયગાળો પોલિસી ડોક્યૂમેન્ટ મળ્યાની તારીખથી 15 દિવસનો હોય છે. આ સમયગાળો તમને વીમા પોલિસીની ચકાસણી કરવાની તક આપે છે અને જો તમે પોલિસીના નિયમો અને શરતોથી સંતુષ્ટ ન હો તો તેમાંથી બહાર નીકળવાની પણ તક આપે છે. આ સમયગાળા દરમિયાન પોલિસી કેન્સલ કરી શકે છે અથવા તેની શરતોમાં ફેરફાર કરવાની માગ પણ કરી શકે છે. જો કોઈ પોલિસી કેન્સલ કરે તો મેડિલ ટેસ્ટ, ઇમરજન્સી રિસ્ક કવર, સ્ટેમ્પ ડ્યુટી વગેરેના ખર્ચ બાદ કર્યા પછી પ્રીમિયમ રકમ પોલિસીધારકને પરત કરવામાં આવશે.

3 વર્ષની પોલિસી હશે તો જ ફ્રી લુક પિરિઅડનો લાભ મળશે
હેલ્થ પ્લાન જેવી ઇન્ડેમ્નિટી પોલિસી એક એવી પોલિસી છે જેની પર લાભ પહેલેથી જ નિર્ધારિત હોય છે. ક્રિટિકલ ઇલનેસ પોલિસી અને પર્સનલ એક્સિડન્ટ પોલિસી ગ્રાહકોને 15 દિવસનો ફ્રી લુક પિરિઅડ આપે છે. પરંતુ જો પોલિસીનો ટર્ પિરિઅડ 15 દિવસનો હશે તો જ ફ્રી લુક પિરિઅડનો લાભ મળશે.

ફ્રી લુક પિરિઅડનો લાભ કેવી રીતે ઉઠાવવો?
​​​​​​​પોલિસીધારક વીમા કંપનીને તેના ફ્રી લુક પિરિઅડ તરફ કામ કરવા માટે લખી શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં ફ્રી લુક ફોર્મ્સ કંપનીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આમાં પોલિસીધારકે પોલિસીના ડોક્યૂમેન્ટ મળ્યાની તારીખ, એજન્ટની માહિતી અને કેન્સલ અથવા ફેરફારના કારણો વિશે માહિતી આપવાની રહેશે. આ સિવાય પોલિસીના સાચા દસ્તાવેજો, પ્રીમિયમની પ્રથમ રસીદ, કેન્સલ ચેક અને અન્ય દસ્તાવેજો સબમિટ કરવા પડે છે. પૈસા પાછા આપવાના કિસ્સામાં પોલિસીધારકે બેંકની માહિતી પણ આપવી પડે છે.