• Gujarati News
  • Utility
  • If The Earth's Mercury Rises To 2 Degrees Then There Will Be A Cataclysm, The Epicenter Of The Rising Temperature Is India

ક્લાઈમેટ ચેન્જ પર ઍક્સપર્ટની ચેતવણી:જો પૃથ્વીનો પારો 2 સેલ્શિયસ ડિગ્રી સુધી વધશે તો પ્રલય આવી જશે, વધતા તાપમાનનું કેન્દ્રબિંદુ ભારત છે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વને ડર છે કે, જો પૃથ્વીનું તાપમાન 1.5 થી 2 ડિગ્રી સેલ્શિયસ સુધી વધી જશે તો અહીં જીવન અશક્ય બની જશે. જોકે, વાસ્તવમાં તાપમાનમાં 2 ડિગ્રીથી વધુનો વધારો થયો છે. યુનિવર્સિટી ઑફ એરિઝોનાના વરિષ્ઠ આબોહવા નિષ્ણાત અને અમીરાતના પ્રોફેસર ગાઈ મૈકફર્સનનું આ જ કહેવું છે. આનો પુરાવો એ છે કે, સૂર્ય પૃથ્વી પર પ્રતિ ચોરસ મીટર દીઠ 2 વોટ ઉર્જાનો વરસાદ કરી રહ્યો છે અને હાલ ભારત વધતાં તાપમાનનું કેન્દ્ર બની ગયું છે. ઑક્ટોબર-2020માં પ્રકાશિત પુસ્તક 'ધ ઇવેન્ટ હોરાઇઝન'માં જાણીતા પૅલિયો ક્લાઇમેટ એક્સપર્ટ એન્ડ્ર્યૂ જેક્સને પણ આ વાત કહી છે.

દેશમાં હીટવેવ જેટલો તીવ્ર છે તેટલો દુનિયામાં ક્યાંય નથી

  • 10 વર્ષ પહેલા માર્ચ-એપ્રિલમાં હિમાલય પર બરફ હતો, તે હવે માર્ચમાં ગાયબ છે. હિમાલય ભારતની સરહદોમાં ઉત્તરીય ઠંડા પવનોને ઓગળતા અટકાવી રહ્યો છે.
  • એશિયામાં જ્વાળામુખીના સ્રોત ઘણા છે પણ જો પેસિફિક ઓશનના ટોંગા જ્વાળામુૃખી જેવું કોઈ જ્વાળામુૃખી ફાટી નીકળે તો જોખમ વધશે, કારણકે ભારત પૃથ્વીના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં છે અને અહીંનું ઓઝોન સ્તર સૌથી નબળું છે.
  • ભારતમાં જેટલું તીવ્ર હીટવેવ વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહિં મળે.

તીવ્ર ગતિએ આર્કટિકમાં બરફ પીગળી રહ્યો છે
આર્કટિક સફેદ રંગનો બરફીલો દરિયો છે અને સફેદ રંગ એ સૂર્યના કિરણોને સૌથી વધુ પરાવર્તિત કરે છે અને ઠંડક જાળવી રાખે છે. આ બરફ 10,000 ટન પ્રતિ સેકન્ડની ઝડપે પીગળી રહ્યો છે. તે કદાચ આ દાયકાના અંત સુધીમાં તે સંપૂર્ણપણે પીગળી જશે. વાદળી સમુદ્ર સૂર્યના કિરણો અને તેની હૂંફને શોષી લેશે. બરફ ઓગળવાથી વાતાવરણમાં લાખો ટન મિથેન વાયુ ઓગળી જશે અને આનાથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં અનેકગણો વધારો થશે, જે ગરમીને વધારી શકે છે.

ભૂગર્ભ જળના સ્રોતને છોડ સાથે છાંયડો આપવો જરૂરી

  • ક્લાઇમેટ ચેન્જની અસરથી બચવાનો પહેલો રસ્તો એ છે કે, દુનિયાના તમામ લોકોએ પોતાની જમીન અને જળસ્રોતોને શક્ય હોય ત્યાં સુધી છાંયડો પૂરો પાડવો જોઇએ, જે વૃક્ષોથી શક્ય છે.
  • બીજો રસ્તો એ છે કે, પર્વતો, છત અને દરેક ખાલી અને ઉંચી જગ્યા પર સોલર રિફ્લેક્ટર લગાવવામાં આવે અને તે કિરણે જમીન પર પડે તે પહેલાં તેને આકાશ તરફ ડાયવર્ટ કરી દેવા. હાથ પર હાથ રાખીને બેસવાથી વિનાશક અસર થવી નિશ્ચિત જ છે.

ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઘટાડવાથી ગ્લોબલ વોર્મિંગમાં વધારો થશે
ઔદ્યોગિકીકરણને કારણે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વધારો થયો છે, જે ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરી રહ્યું છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, ઔદ્યોગિકીકરણથી પર્યાવરણમાં એરોસોલ્સ પણ મિક્સ થાય છે, જે સૂર્યની ગરમીને પૃથ્વી પર આવતા પણ અટકાવે છે. આને 'એરોસોલ માસ્કિંગ' કહે છે એટલે કે હવે અચાનક જ જો ઔદ્યોગિકરણ ઓછું કરશો તો તાપમાનમાં વધારો થશે, કારણકે એરોસોલ્સનું પ્રમાણ તરત જ ઘટી જશે. આ એક પ્રલયકારી ઘટના છે.