કામના સમાચાર:ડિલિવરી બોય જો તમારી સાથે ગેરવર્તન કરે, તો થઈ શકે છે જેલ, બાળકો અને મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું

10 દિવસ પહેલાલેખક: અલિશા સિન્હા

ઘણીવાર એવી ઘટના વિશે સાંભળ્યું હોય છે કે ફૂડ ડિલિવરી બોય મહિલા ગ્રાહકો સાથે છેડતી કરતા હોય છે. અમુક વાર મહિલાઓ આ અંગેની ફરિયાદ કરતાં ડરતી હોય છે, પરંતુ આ બાબતે ગભરાવાની બિલકુલ જરૂર નથી, તમે પોલીસ ફરિયાદ કરી શકો છો.

આજે કામના સમાચારમાં જાણીશું કે ડિલિવરી બોયથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય
આજે કામના સમાચારોમાં અમારા નિષ્ણાતો શુભંકર બુજાડે, મેનેજિંગ ડિરેક્ટર, DoorPar India private limited, સીમા રાઠોડ, કિડ્સ કેર થેરપી સેન્ટર, ભોપાલના રિહેબ સાઇકોલોજિસ્ટ અને ફેમિલી એન્ડ ક્રિમિનલ લૉ એક્સપર્ટ એડવોકેટ સચિન નાયક છે.

સૌથી પહેલાં ગ્રાફિક્સ વાંચીએ

સવાલ : ડિલિવરી બોયથી ગ્રાહકોએ કેવી રીતે સુરક્ષિત રહેવું જોઈએ, જેથી પ્રોડક્ટ ડિલિવર થયા બાદ ખોટા મેસેજ કે કોલ ન કરી શકે?
જવાબ :
શુભંકર બુજાડે- જ્યારે તમે કોઈ પ્રોડક્ટ કે ફૂડ ઓર્ડર કરો છો ત્યારે તમારો નંબર ડાયરેક્ટ ડિલિવરી બોય પાસે નથી જતો. પહેલા આ ફોન કંપનીમાં જાય છે અને પછી કંપની ડિલિવરી બોયને કનેક્ટ કરે છે અને તમારી વાત ડિલિવરી બોય સાથે કરાવે છે.

ઘણીવાર બાળકો ડિલિવરી બોય પાસેથી સામાન લે છે, પરંતુ આ પહેલાં બાળકને એવી ટ્રેનિંગ આપવી જોઈએ કે તે કેવી રીતે સુરક્ષિત રહી શકે છે.

નોંધ : આ ગ્રાફિક્સને મહિલાઓ પણ ફોલો કરી શકે છે.

સવાલ : જો કોઈ ડિલિવરી બોય કોઈ બાળક, મહિલા કે યુવતીઓ સાથે ખરાબ વર્તન કરે છે તો તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરી શકાય?
એડવોકેટ સચિન નાયક- જો બાળક હોય તો તેનાં માતા-પિતા અને છોકરી કે મહિલાએ પોતે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી શકે છે. આખો મામલો જણાવવા પર પોલીસ FIR નોંધશે અને મામલાની તપાસ કર્યા બાદ આરોપીને જેલમાં મોકલવામાં આવશે. જો આરોપી જેલમાંથી છૂટ્યો હોય અને તમે આગળ લડવા માગતા હો, તો તમે આરોપીના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી શકો છો.

સવાલ : જો આ પ્રકારની ઘટનામાં બીજા દિવસે જામીન મળી જાય છે, બાદમાં આરોપી ફરીથી પરેશાન કરે છે તો શું કરી શકાય છે?
એડવોકેટ સચિન નાયક : જો આરોપી ફરીવાર પરેશાન કરશે તો ફરી પોલીસ ફરિયાદ કરવી પડશે. ડિલિવરી બોયના જામીન નામંજૂર કરવા માટે એક અરજી કોર્ટમાં અને બીજી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

જો અન્ય કોઈ યુવતી સાથે આ પ્રકારની ઘટના ઘટે છે તો પોલીસમાં ફરિયાદ કરી શકે છે. જો તેને ખબર પડે કે આ ડિલિવરી બોય પહેલાં પણ કોઈ છોકરી સાથે ગેરવર્તન કરી ચૂક્યો છે, તો યુવતીએ પોલીસને જણાવવું જોઈએ કે તેણે આ પહેલાં પણ કોઈ છોકરી સાથે આવું જ વર્તન કર્યું હતું. આ સાથે કોર્ટમાં એવું પણ કહી શકાય છે કે આ વ્યક્તિ સમાજ માટે યોગ્ય નથી, તેથી જેલમાં જ રાખવામાં આવે.

સવાલ : આઇપીસી એક્ટ 354 અને 354A શું છે?

એડવોકેટ સચિન નાયક જણાવે છે કે 354- આ કલમ છોકરીના ગૌરવને ઠેસ પહોંચાડવા બદલ આરોપી પર આ કલમ લગાડવામાં આવે છે. આ એક્ટ હેઠળ 1-5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

354A આ જાતીય સતામણી માટેનો લગાવવામાં આવતી કલમ છે. જો તમે છોકરીની પરવાનગી વિના તેની સાથે શારીરિક સંપર્ક કરવાનો પ્રયાસ કરો છો અથવા તેને ઓફર કરો છો અને તેને પોર્નોગ્રાફી બતાવો છો, તો આવાં કૃત્યોને ગુનો ગણવામાં આવશે. આ ગુનામાં 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.