• Gujarati News
  • Utility
  • If The Daughter in law Abuses The Mother in law, It Can Be Expensive, The Son in law Can Be Jailed

કામના સમાચાર:જો પુત્રવધૂ સાસુ પર અત્યાચાર કરે છે તો ભારે પડી શકે, વહુને જેલ થઈ શકે છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે પુત્રવધૂ તેની સાસુના વિરુદ્ધમાં અનેક ફરિયાદો કરતી રહે છે. એવું નથી હોતું કે દર વખતે સાસુનો જ વાંક હોય, ક્યારેક ઊલટી ગંગા વહે એવી સ્થિતિ પણ સર્જાતી હોય છે. જો કોઈ પુત્રવધૂ તેની સાસુને શારીરિક, માનસિક કે આર્થિક રીતે ત્રાસ આપે તો વહુ વિરુદ્ધ ઘરેલુ હિંસા હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે.

આજે કામના સમાચારમાં આપણે વાત કરીશું ઘરેલુ હિંસાના કેસમાં સાસુના અધિકારો કયા કયા છે? આ સાથે જ તેમને મિલકત અને ભરણપોષણના કયા અધિકાર છે... આ પ્રકારના કિસ્સામાં પુત્રવધૂ સામે IPCની કલમ 308 હેઠળ અથવા ઘરેલુ હિંસા હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે.

શું છે 308- આ કલમ મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈના મૃત્યુનું કારણ બને છે, તો તેના પર દોષિત હત્યાનો આરોપ મૂકવામાં આવશે (જે હત્યાનું પ્રમાણ નથી). એ ઘટનામાં વહુને ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

સવાલ : ઘરેલુ હિંસા એટલે કે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ શું છે?
જવાબ: જો મહિલાને કોઈપણ કારણસર પરેશાન કરવામાં આવે છે તો તે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી શકે છે. આ અંતર્ગત મહિલા સુરક્ષા તેમજ ભરણપોષણ માટે કોર્ટમાં અરજી પણ કરી શકે છે.

સવાલ : સાસુએ પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી, આ સ્થિતિમાં કેસ દાખલ કરવાથી લઈને નિર્ણય આવે ત્યાં સુધી સાસુ-સસરાને પુત્રવધૂ તરફથી કેવી રીતે રક્ષણ મળશે?
જવાબ : સાસુની ફરિયાદ કર્યા પછી પ્રોટેક્શન ઓફિસર વિગતવાર તપાસ રિપોર્ટ (DIR) તૈયાર કરશે અને એને કોર્ટમાં રજૂ કરશે, જેને મેજિસ્ટ્રેટ ધ્યાનમાં લેશે અને પુત્રવધૂને સમન્સ પાઠવીને તેની નજીક ન જવા માટે આદેશ આપશે.

ઉપરોક્ત ગ્રાફિક્સમાં ભરણપોષણ, મિલકત અને ઘરેલુ હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે ઘરેલુ હિંસા અધિનિયમ વિશે પહેલેથી જ કહ્યું છે. તો ચાલો... જાણીએ મેઈન્ટેનન્સ અને પ્રોપર્ટી સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ...

સવાલ: સિનિયર સિટિઝન એક્ટ 2007, હેઠળ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં દીકરા-વહુએ સાસુના કયા-કયા ખર્ચ ઉઠાવવા પડશે?
જવાબ : વહુ અને દીકરાએ આ 4 ખર્ચ ઉઠાવવા પડશે

  • ખોરાક
  • કપડાં
  • ઘર
  • મેડિકલ સુવિધાઓ

સવાલ: જો સાસુના નામ પર ઘર ન હોય, એટલે કે સાસુએ પહેલાંથી જ તેના દીકરાના નામ પર ઘર કરી દીધું હોય ને વહુ પરેશાન કરતી હોય ત્યારે શું કરવું પડશે?
જવાબ: દિલ્હી હાઈકોર્ટના વકીલ એનકે અગ્રવાલના જણાવ્યા અનુસાર, જે બાળકો પ્રોપર્ટી લીધા બાદ સાસુ-સસરાને પરેશાન કરે છે તેમને તેમની પ્રોપર્ટી પણ પાછી આપવી પડી શકે છે.

સવાલ: જો પુત્રવધૂ રોજ તેની સાસુને મારે છે, તો પછી તે કઈ કલમ હેઠળ ફરિયાદ કરી શકે?
જવાબ: જો પુત્રવધૂ દરરોજ સાસુની મારપીટ કરે છે છે, તો સાસુ IPCની કલમ 323, 324, 325 અથવા 326 હેઠળ ફરિયાદ કરી શકે છે.

સવાલ: અમુક કિસ્સામાં પુત્રવધૂ, સાસુ સાથે મારપીટ નથી કરતી, પરંતુ ગાળો આપે છે ત્યારે સાસુ ફરિયાદ કરી શકે છે?
જવાબ: આ સ્થિતિમાં સાસુ, પુત્રવધૂ વિરુદ્ધ IPCની કલમ 509 હેઠળ ફરિયાદ દાખલ કરી શકે છે.