તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If The Child Is Disappointed With The Loss, Then Tell Him Victory Defeat Is Part Of The Game

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકો સાથે કેવો વ્યવહાર કરવો?:જો બાળકો હારથી ઉદાસ થાય તો તેમને સમજાવો, હાર-જીત રમતનો એક ભાગ હોય છે

4 મહિનો પહેલા

પેરેન્ટ્સ સામે ઘણા પડકારો હોય છે. જેમ-જેમ બાળકો મોટા થાય છે, તેમ તેમની જરૂરિયાતો બદલાતી જાય છે. તેમનામાં ઘણા પ્રકારની ફીલિંગ એક સાથે ચાલે છે છે અને તે ઘણા ફેરફારોમાંથી પસાર થાય છે.

ઘણી વખત તમે જોયું હશે કે બાળકો પિયર ગ્રૂપમાં રહીને અલગ વ્યવહાર કરવા લાગે છે. 5 વર્ષ સુધીમાં બાળકોની અંદર કોમ્પિટીટિવનેસની ભાવનાઓ આવી જાય છે. તે તેમનાં અંદર લાંબા સમય સુધી રહે છે. આ દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારની હારને પસંદ કરતા નથી અને ના તેઓ તેમના કરતા આગળ જતા અન્ય કોઈને જોઈ શકે છે. તેઓ હંમેશા પોતાની જાતને જ વિજેતા માને છે. તેવામાં તેમની અંદર અલગ પ્રકારની ફીલિંગ ડેવલપ થાય છે, જે તેમના વ્યવહારમાં જણાઈ આવે છે.

જો બાળકોમાં કોમ્પિટીટિવનેસની ફીલિંગ હોય તો તેમને સમજવી જરૂરી
તે સમજવું મુશ્કેલ પરંતુ જરૂરી હોય છે કે આખરે બાળકોને શું પસંદ છે અને કોઈ વસ્તુ માટે તેમનું રિએક્શન શું છે અને તેઓ શું ઈચ્છે છે? ટેક્સાસમાં રહેતી લિન્ડા બેલંટન મોર્રાડ જણાવે છે કે, તેમનું 5 વર્ષનું બાળક સ્કૂલ, ઘર અને ડાન્સ ક્લાસમાં રડે છે. તેની અંદર કોમ્પિટિશનની ભાવના તેનું કારણ છે.

તે લાઈનમાં ફર્સ્ટ ઊભા રહેવા માગે છે અને દરેક રમતમાં જીતવા માગે છે. તેઓ તે રમતને રમવા નથી માગતા જેમાં તેઓ જીતી નથી શકતા. લિંડા જણાવે છે કે, તેમને તેને સમજાવ્યું કે દરેક વખતે તમે જીતો એવું ન પણ થઈ શકે.

તો બીજી તરફ કેસમાં એક્સપર્ટ્સનું માનવું છે કે- સ્પર્ધાની ભાવના સાથે ડીલ કરવી એક લાંબી પ્રોસેસ છે. આ સમયે તે સમજવું જરૂરી હોય છે કે બાળકો કયા સ્ટેજ પર છે અને તેમના અંદર કયા પ્રકારની ભાવનાઓ છે. તેથી આ સ્ટેજમાં તેમની પર્સનાલિટી પર ધ્યાન આપવું અને ગાઈડ કરવા જરૂરી હોય છે.

બાળકોનું ડેવલપમેન્ટ લેવલ શું છે?
ક્લિનિક એસોસિએટ પ્રોફેસર શેલી બેવાઈલ હંટર જણાવે છે કે, 5 વર્ષની ઉંમરમાં મોટાભાગના બાળકો ગેમ્સના રૂલ યાદ કરવાનું શરૂ કરે છે. તેઓ તેને યાદ કરવામાં બધી એનર્જી લગાવી દે છે. તેમના માટે રમતના રૂલ જરૂરી હોય છે. તેઓ રૂલને માત્ર યાદ નથી કરતા પરંતુ જો રમતમાં તેનું પાલન ન કરવામાં આવે તો તેઓ દુઃખી પણ થઈ જાય છે.

ભાવનાત્મક રીતે પ્રી અને પ્રારંભિક એલીમેન્ટ્રી સ્કૂલમાં બાળકો તેમની લાગણીઓ પર જાતે કંટ્રોલ કરવાનું શીખે છે. આ સ્ટેજમાં તેઓ સાચા અને ખોટા નિર્ણય પણ લઈ લેતા હોય છે.

અમેરિકામાં થયેલી એક સ્ટડીના 5 વર્ષના બાળકોને બે ચોઈસ આપવામાં આવી હતી. પ્રથમ ચોઈસ એ હતી કે દરેક બાળકોને એક સ્ટીકર આપવામાં આવશે. બીજી ચોઈસ એ હતી કે એક બાળકોને બે સ્ટીકર આપવામાં આવે અને બીજા બાળકોને ત્રણ સ્ટીકર આપવામાં આવે. તેમાં બાળકોએ પ્રથમ ચોઈસ સિલેક્ટ કરી. તેનાથી ખબર પડે છે કે બાળકોને ગમતું નથી કે તેમના સાથે કોઈ સારી રીતે વાત કરે.

ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ બીકી કેનેડીનું કહેવું છે કે, બાળકોમાં પ્રતિસ્પર્ધાની ફીલિંગ્સ પૂરી કરવા માટે તેમના ઈમોશનને પ્રિ-રેગ્યુલેટ કરી દેવા જોઈએ. તેમને ગેમ પહેલાં જ જણાવી દેવું જોઈએ કે હાર-જીત રમતનો જ એક ભાગ છે. તેમાં નિરાશ થવાની જરૂર નથી. બાળકો હારે તો તેમને મોટિવેટ કરી શકાય છે. બાળકોનો વ્યવહાર તેમના ડેવલપમેન્ટ સાથે જોડાયેલો છે. તેમાં ખબર પડે છે કે તેમનો વિકાસ કઈ પરિસ્થિતિમાં થયો છે અને તેમના ઈમોશન પર કેવી રીતે કંટ્રોલ કરી શકાશે?

કોઈ પણ ગેમ કે સ્પર્ધા પહેલાં આપણે બાળકોની ભાવનાનો અંદાજો લગાવી દેવો જોઈએ. તેનાથી આપણે બાળકોનો વ્યવહાર સરળતાથી સમજી શકીશું. બાળકોમાં આ પ્રકારની સ્પર્ધાને લઇને કોઈને કોઈ ફીલિંગ તો રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો