તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Aarogya Setu App Is Not Downloaded, Home Delivery Of Medicines Will Not Be Available

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય સેતુ એપ:જો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ નહીં કરો તો, દવાઓની હોમ ડિલિવરી જેવી સુવિધાઓ નહીં મળે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ એપમાં ટૂંક સમયમાં ટેલીફોનથી ડોક્ટરોની સાથે કન્સલ્ટેશનની સુવિધા જોડવામાં આવશે
 • ઓનલાઈન દવાઓની ડિલીવરી માટે આરોગ્ય સેતુ મિત્રએ 1mg, NetMeds, PharmEasay,અને MedLifeની સાથે ભાગીદારી કરી
 • આ એપ દ્વારા તમે લોકડાઉનનો ઈ-પાસ મેળવી શકશો
 • ટ્રેનમાં અને ફ્લાઈટમાં મુસાફરી માટે મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત

ભારતમાં કોરોનાવાઈરસના સંપર્કથી સુરક્ષિત રાખનારી આરોગ્ય સેતુ એપને 10 કરોડ ભારતીય ઉપયોગ કરી રહ્યા છે. આ એપને 2 એપ્રિલે લોન્ચ કરવામાં આવી હતી. એપના પહેલા 13 દિવસમાં 5 કરોડ યુઝર્સ થઈ ગયા હતા. ભારત સરકાર વારંવાર લોકોને અપીલ કરી રહી છે કે લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે. પરંતુ જો તમે હજી સુધી આ એપ ડાઉનલોડ નથી કરી તો તમે ઘણી જરૂરી સુવિધાનો લાભ ઉઠાવી શકશો નહીં.

જાણો આ સુવિધાઓ
1. ડોક્ટર પાસેથી ફ્રીમાં સલાહ
આ એપમાં ટૂંક સમયમાં ટેલીફોનથી ડોક્ટરોની સાથે કન્સલ્ટેશનની સુવિધા જોડવામાં આવશે. કેન્દ્ર સરકાર કોરોનાવાઈરસ મહામારી વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને મજબૂત બનાવવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. 

2. ઈ-પાસ માટે પણ કરી શકાશે અપ્લાય
આ એપ દ્વારા હવે તમે લોકડાઉનનો ઈ-પાસ મેળવી શકશો. આ વિશે આરોગ્ય સેતુ એપ પર નવું સેક્શન ઈ-પાસ (e-pass) જોડવામાં આવ્યું છે. એપમાં જોવા મળતી સૂચનાઓ અનુસાર, ટૂંક સમયમાં એપ પર ઈ-પાસની સુવિધા શરૂ થવાની છે. આવી સ્થિતિમાં જરૂરી કામ માટે બહાર ન નીકળી શકતા લોકોને રાહત મળશે. જો કે,  NIC (નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર) અથવા સરકાર દ્વારા આ સુવિધા વિશે કોઈ સૂચના જાહેર કરવામાં નથી આવી કે, આરોગ્ય સેતુથી ઈ-પાસ માટે શું શરતો હશે અને કઈ પરિસ્થિતિમાં લોકોને ઈ-પાસ જારી કરવામાં આવશે.

3. ઓનલાઈન દવાઓ મગાવી અને ટેસ્ટ કરાવવા માટે કરી શકો છો ઉપયોગ
ઓનલાઈન દવાઓની ડિલીવરી માટે આરોગ્ય સેતુ મિત્રએ 1mg, NetMeds, PharmEasay,અને MedLifeની સાથે  ભાગીદારી કરી છે, જે તમારા ઘર સુધી દવાઓ પહોંચાડવાનું કામ કરશે. તે ઉપરાંત હોમ લેબ ટેસ્ટ ડો. લાલ પેથલેબ્સ, મેટ્રોપોલ્સ અને અન્ય દ્વારા કરી શકાશે. 

4. રેલવેના મુસાફરો માટે ફરજિયાત
ભારતીય રેલવેની12 મેથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરી છે, જેમાં મુસાફરી માટે ‘આરોગ્ય સેતુ એપ’ને ફોનમાં ડાઉનલોડ કરવી ‘ફરજિયાત’ કરી  છે. રેલવે મંત્રાલયે તેની જાણકારી આપતા ટ્વિટ કરી છે. રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે, જે લોકોના ફોનમાં આરોગ્ય સેતુ એપ નહીં હોય, તેમને સ્ટેશન પર જ એપ ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ તેઓ ટ્રેનમાં બેસી શકશે. 

5. ફલાઈટમાં મુસાફરી કરવા માટે પણ જરૂરી 
જો તમે ફ્લાઇટથી ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ત્યાં પણ આરોગ્ય સેતુ એપ જરૂરી બનાવવામાં આવી છે. સરકાર 17 મે પહેલા એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. માત્ર સ્વસ્થ લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી મળશે. ઉડાન સેવાઓ ફરીથી શરૂ કરતા પહેલા સરકારે સ્ટાર્ન્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરી છે, આ લિસ્ટમાં લખ્યું છે કે ફોનમાં આરોગ્ય સેતુ એપ રાખવી ફરજિયાત છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો