આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો માત્ર 50 રૂપિયા આપીને રિ-પ્રિન્ટ કરાવી શકાશે, ઘેરબેઠાં ડિટેઇલ્સ અપડેટ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ આધાર કાર્ડ આપણા જીવનનું મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. ભારતીય યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (UIDAI)એ નવી સેવા રજૂ કરી છે. આ સુવિધા હેઠળ તમે સામાન્ય ફી ખર્ચીને ઓનલાઇન આધાર કાર્ડ પ્રિન્ટ કરાવી શકો છો. આ માટે તમારે www.uidai.gov.in પર જવું પડશે. જે લોકો પાસે પહેલેથી આધાર કાર્ડ છે. પરંતુ કોઈ કારણોસર ખોવાઈ ગયું હોય તો તે પણ પોતાનું આધાર કાર્ડ જૂના આધાર નંબર સાથે ફરી મેળવી શકે છે. જે લોકોના મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ અથવા લિંક નથી તેઓ પણ અરજી કરી શકે છે.


અગાઉ આધાર કાર્ડ ખોવાઈ જાય તો તેને ફરી પ્રિન્ટ કરાવી શકાતું નહોતું. આવી પરિસ્થિતિમાં તમારે UIDAIની વેબસાઇટ પરથી તેનું ઈ-વર્ઝન ડાઉનલોડ કરવું પડતું હતું અને તેને ઓળખના પુરાવા તરીકે રજૂ કરવું પડતું હતું.


રિ-પ્રિન્ટ કરવા કેટલી ફી ચૂકવવી પડશે?
UIDAIની વેબસાઇટ અનુસાર હવે કોઈપણ વ્યક્તિ ફક્ત 50 રૂપિયા (જીએસટી અને સ્પીડ પોસ્ટ ચાર્જ સહિત) ચૂકવીને ફરીથી પોતાનું આધાર કાર્ડ રિ-પ્રિન્ટ કરાવી શકે છો. આ રિ-પ્રિન્ટેડ આધાર કાર્ડને પાંચ વર્કિંગ ડેની અંદર ઈન્ડિયા સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારા નોંધાયેલા સરનામા પર મોકલી દેવામાં આવશે. તમે તમારું આધાર કાર્ડ ફરીથી રિ-પ્રિન્ટ કરવવા પોતાનો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ ઓળખ નંબર (VID)નો ઉપયોગ કરી શકો છો.


જો કે, આધારની રિ-પ્રિન્ટની અરજી કરતાં પહેલાં તમારો મોબાઇલ નંબર આધાર ડેટાબેઝમાં રજિસ્ટર્ડ હોવો જોઇએ. કારણ કે, વન ટાઇમ પાસવર્ડ (OTP) તમારા આ જ રજિસ્ટર્ડ નંબર પર આવશે. પરંતુ જો તમારો મોબાઇલ નંબર આધાર સાથે રજિસ્ટર્ડ નહીં હોય તો એવી સ્થિતિમાં તમે નોન રજિસ્ટર્ડ મોબાઇલ નંબરના માધ્યમથી પોતાનું આધાર કાર્ડ રિ-પ્રિન્ટ કરાવવા અરજી કરી શકો છો. જો કે, ત્યારે તમે વિગતોનું પૂર્વાવલોકન કરવામાં અસમર્થ રહેશો.


આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ. આધાર સર્વિસ હેઠળ ઓર્ડર આધાર રિ-પ્રિન્ટ પર ક્લિક કરો. આટલું કરતા જ એક નવી ટેબ તમારા કોમ્પ્યૂટર સ્ક્રીન પર ઓપન થશે. તમારે તમારા 12 ડિજિટનો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે અથવા 16 ડિજિટવાળો આઈડી નંબર અને સિક્યોરિટી કોડ નાખવાનો રહેશે. જો તમારો મોબાઇલ નંબર UIDAIના ડેટાબેઝમાં તમારા આધાર નંબર સાથે રજિસ્ટર્ડ નથી ત્યારે તેનો ઈશારો કરતાં બોક્સને સિલેક્ટ કરો. જો તમારો નંબર રજિસ્ટર્ડ છે તો સેન્ડ OTP ઓપ્શન પર ક્લિક કરો. જેનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ નથી તેઓ પણ પોતાનો મોબાઇલ નંબર નાખે. OTP તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. આ OTP માત્ર 10 મિનિટ માટે જ માન્ય રહેશે.


OTP એન્ટર કરો અને ટર્મ એન્ડ કન્ડિશનવાળાં બોક્સને સિલેક્ટ કરો. હવે સબમિટ બટન પર ક્લિક કરો. એકવાર OTP એન્ટર કર્યા પછી તમે તમારી આધાર ડિટેઇલ્સ વેરિફાય કરી શકશો. એકવાર આધાર ડિટેઇલ વેરિફાય થઈ જાય પછી તમારે મેક પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે સીધા પેમેન્ટ ગેટવે પર રિડાયરેક્ટ થઈ જશો.


તમે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPI વગેરે જેવા વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. તમારે આધાર કાર્ડ રિ-પ્રિન્ટ કરાવવા માટે માત્ર 50 રૂપિયા આપવા પડશે. પેમેન્ટ ડિટેઇલ એન્ટર કરો અને પે નાઉ પર ક્લિક કરો. એકવાર પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય પછી તમારી સ્ક્રીન પર એક એક્નોલેજમેન્ટ દેખાશે. તમે આ એક્નોલેજમેન્ટ સ્લિપ ડાઉનલોડ પણ કરી શકો છો. તેનો મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. આધાર લેટર આપવામાં આવેલ સરનામાં પર પહોંચી જશે. 
અરજદાર વધુ જાણકારી માટે UIDIની સત્તાવાર વેબસાઇટ પર લોગ ઇન કરી શકે છે. આધાર કાર્ડમાં કોઇ પ્રકારના ફેરફાર માટે પણ 25 રૂપિયાની ચૂકવણી કરીને ઓનલાઇન અરજી કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...