તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામની વાત:પ્લેનમાં કોઈ છીંકે છે તો કોરોના ફેલાવવાનું કેટલું જોખમ, કમ્પ્યુટર પર બનેલા હવાના એક કરોડ કણોથી સમજો સુરક્ષિત ઉડાનની પ્રક્રિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાની બીજી લહેર સુનામીની જેમ હોવા છતાં, લોકો સતત હવાઈ મુસાફરી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ થાય છે કે હવાઈ મુસાફરી કેટલી સુરક્ષિત છે?

અમેરિકાના એક જાણીતા મીડિયા હાઉસ ન્યૂયોર્ક ટાઈમ્સે તેના માટે કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા ઉડાન દરમિયાન વિમાનની અંદર હવાના પ્રવાહનું પરીક્ષણ કર્યું છે. સંશોધકોએ કમ્પ્યુટર સિમ્યુલેશનથી હવાના એક કરોડ કણ બનાવીને જોયું કે વિમાનની અંદર કોરોના ફેલાવવાનું કેટલું જોખમ છે. સિમ્યુલેશન દ્વારા વિમાના કેબિનમાં એન્જિન દ્વારા સામેલ થતી હવાનો પ્રવાહ, તે કેટલી ફેલાય છે, કોઈ મુસાફરોને છીંક આવવાની ઘટનામાં નીકળતા ડ્રોપલેટ્સ ફેલાવવાની રીતને સમજવામાં આવી. પરિણામ એ છે કે વિમાનની અંદરની હવા એટલી ઝડપથી બદલાઈ જાય છે કે સામાન્ય સ્થિતિમાં ઈન્ફેક્શન ફેલાવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ આ દરમિયાન જો કોઈ મુસાફરને છીંક આવે અથવા ઉધરસ ખાય છે તો જોખમ વધી જાય છે.

આવો જાણી આ સિમ્યુલેશનના પસંદ કરેલા વિમાની અંદર હવાના પ્રવાહનું વિજ્ઞાન અને કોરોનાનાં જોખમને..

વિમાનની બહાર એરપોર્ટ પર પણ કોરોનાનું વિમાન જેટલું જ જોખમ
વિમાનની અંદર હવા કેવી રીતે વહે છે? હવાઈ મુસાફરી દરમિયાન જોખમ ફક્ત આ વાતથી નક્કી નથી થતું. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એરપોર્ટના ટર્મિનલ, રેસ્ટોરાં, બાર અથવા સિક્યોરિટી લાઈનમાં મુસાફરોને વિમાની નજીક જ ઈન્ફેક્શનનું જોખમ છે. હાર્વર્ડના સંશોધકોનું કહેવું છે કે, એરપોર્ટનો આકાર, મુસાફરોની સંખ્યા, બનાવટ અને ત્યાં થતી બીજી ગતિવિધિઓના હિસાબથી અલગ અલગ છે. મુસાફરો એરપોર્ટ પર કેટલા સમય સુધી રોકાય છે અને શું શું કરે છે. આ તમામ વાતોને લઈને કોરોનાનું જોખમ ઘટે અને વધે છે. ટર્મિનલની અંદર રેસ્ટોરાંમાં જોખમ વધારે છે કેમ કે ત્યાં મોટાભાગના લોકો ખાવા માટે માસ્ક ઉતારે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ઘણા એરપોર્ટ હવામાં શ્વાસ દ્વારા ફેલાતા એરબોર્ન જંતુઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન નથી કરવામાં આવ્યા.