તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If PPF Account Has Matured, You Can Extend It Without Depositing Money, These 3 Options Are Available On Maturity.

તમારા ફાયદાની વાત:PPF અકાઉન્ટ મેચ્યોર થઈ ગયું હોય તો પૈસા જમા કર્યા વગર તેને એક્સટેન્શન કરી શકો છો, મેચ્યોરિટી પર આ 3 ઓપ્શન મળે છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PPF અકાઉન્ટ મેચ્યોર થવા પર અકાઉન્ટ બંધ કરીને બધા પૈસા ઉપાડી શકાય છે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) આપણા દેશમાં એક લોકપ્રિય સ્કિમ છે. આ સ્કિમ અંતર્ગત અત્યારે 7.1% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. PPF ખાતાનો મેચ્યોરિટી પિરિઅડ 15 વર્ષનો છે. PPF અકાઉન્ટ મેચ્યોર થવા પર તમારી પાસે 3 ઓપ્શન હોય છે. તમે તમારા હિસાબથી તેમાંથી કોઈપણ એક ઓપ્શન પસંદ કરી શકો છો. આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

15 વર્ષ બાદ અકાઉન્ટ બંધ કરી દો અને પૈસા ઉપાડી લો
PPF અકાઉન્ટ મેચ્યોર થવા પર અકાઉન્ટ બંધ કરીને બધા પૈસા ઉપાડી શકાય છે. સંપૂર્ણ રકમને બચત ખાતામાં ટ્રાન્સફર કરવા માટે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસ (જ્યાં તમારું PPF અકાઉન્ટ છે)માં ફોર્મ જમા કરાવવું પડશે.

ફ્રેશ ડિપોઝિટ સાથે અકાઉન્ટને એક્સટેન્શન કરી શકો છો
જો તમને પૈસાની જરૂર તાત્કાલિક ન હોય તો મેચ્યોરિટી બાદ તમે તમારા અકાઉન્ટને 5 વર્ષ માટે લંબાવી શકો છો. PPF અકાઉન્ટ એક્સટેન્શન માટે તમારે એક વર્ષની અંદર ફોર્મ સબમિટ કરવું પડશે. તેના માટે મેચ્યોરિટી પૂરી થવાના એક વર્ષ પહેલા અકાઉન્ટને એક્સટેન્શન કરવું પડશે. આ 5 વર્ષ દરમિયાન જરૂર પડવા પર તમે પૈસા પણ ઉપાડી શકો છો.

ફ્રેશ ડિપોઝિટ વગર પણ અકાઉન્ટ એક્સટેન્શન કરી શકો છો
PPF અકાઉન્ટ મેચ્યોર થયા બાદ પણ એક્ટિવ રહે છે. જો તમે ઉપરોક્ત બંને વિકલ્પો પસંદ નથી કરતા તો તમારા PPF મેચ્યોરિટીની તારીખ 5 વર્ષ માટે વધારી દેવામાં આવે છે. તેમાં કોઈ પેપરવર્કની જરૂર નથી પડતી. તેમાં તમારે કોઈપણ પ્રકારનું યોગદાન કરવાની જરૂર નથી રહેતી, અને તમને વ્યાજ મળતું રહે છે.

ટેક્સ છૂટનો લાભ મળે છે
PPF EEEની શ્રેણીમાં આવે છે. એટલે કે યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. તે ઉપરાંત આ યોજનામાં રોકાણથી મળેલા વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર કોઈપણ પ્રકારનો ટેક્સ નથી આપવો પડતો. તેમાં ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે.

પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં અકાઉન્ટ ખોલાવી શકાય છે
એક PPF અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં તમારા નામે અથવા સગીર નામે ખોલાવી શકાય છે. જો કે, નિયમો અનુસાર, હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF)ના નામે એક PPF અકાઉન્ટ ઓપન નથી કરાવી શકાતું.