તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • If Money Is Needed, SBI Will Provide Emergency Loan Of Up To Rs 5 Lakh In 45 Minutes At Home, Can Be Applied Online

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન:પૈસાની જરૂર હોય તો SBI ઘરેબેઠાં 45 મિનિટમાં 5 લાખ રૂપિયા સુધીની ઇમરજન્સી લોન આપશે, ઓનલાઇન અપ્લાય કરી શકાશે

દિલ્હી9 મહિનો પહેલા
 • આ ઇમરજન્સી લો ફક્ત SBIના ગ્રાહકો માટે જ છે
 • બેંક ઓફ બરોડા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક પણ આ લોન સ્કીમ શરૂ કરી ચૂકી છે

કોરોના વાઇરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલુ છે, જેના કારણે ઘણા લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. તેને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ ઇમરજન્સી લોનની સુવિધા શરૂ કરી છે. આ લોન મેળવવા માટે તમે ઘરેથી ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો. આ લોનની ખાસ વાત એ છે કે, આ લોન ફક્ત 45 મિનિટમાં તમારા ખાતાંમાં આવી જશે. આ ઇમરજન્સી લોન ફક્ત SBIના ગ્રાહકો માટે જ છે. જો તમને પણ પૈસાની જરૂર હોય તો તમે પણ આ લોન માટે પણ અરજી કરી શકો છો.

10.50%ના વ્યાજ દર પર લોન મળશે

બેંકે કહ્યું છે કે, લોન લેનારા ગ્રાહકોને 6 મહિના સુધી હપ્તા આપવાની જરૂર નથી. એટલે કે,  જો તમે SBI પાસેથી મે મહિનામાં ઇમરજન્સી લોન લો તો તમારે ઓlક્ટોબર સુધી EMI ચૂકવવાની જરૂર રહેશે નહીં. તમારી EMI 6 મહિના પછી શરૂ થશે. ગ્રાહકોએ આ પર્સનલ લોન માટે 10.50% લેખે વ્યાજ આપવું પડશે. લોન માટે સાતેય દિવસના 24 કલાકમાં ગમે તે સમયે અરજી કરી શકાશે. આ સ્કીમ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે.

લોન માટે અપ્લાય કરવાની પ્રોસેસ

 • તમારા રજિસ્ટર્ડ નંબરથી PAPL> લખીને 567676 પર મોકલો.
 • હવે બેંક તરફથી તમને એક મેસેજ દ્વારા જણાવવામાં આવશે કે તમે લોન લેવા પાત્ર છો કે નહીં.
 • પાત્ર ગ્રાહકોને ચાર પ્રોસેસમાં લોન મળશે.
 • આ માટે તમારે પછી SBIની એપ્લિકેશનમાં Avail Now પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ લોનનો સમયગાળો અને રકમ પસંદ કરો.
 • આ પછી રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. તે નાખતા જ તમારા ખાતાંમાં પૈસા આવી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser