• Gujarati News
  • Utility
  • If Money Is Falling Into A Savings Account, Invest In A Liquid Fund For A Shorter Period Of Time, You Will Get A Higher Return Than A Bank

રોકાણ:સેવિંગ અકાઉન્ટમાં પૈસા પડી રહ્યા હોય તો ઓછા સમયગાળા માટે લિક્વિડ ફંડમાં રોકાણ કરો, બેંક કરતાં વધારે રિટર્ન મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આમાં 91 દિવસ સુધીના મેચ્યોરિટી પિરિઅડ એટલે કે ઓછા સમયગાળા માટે પણ રોકાણ કરી શકાય છે
  • જો તમારા પૈસા થોડા સમય માટે ખાલી પડ્યા હોય તો જ તેમાં રોકાણ કરવું ફાયદાકારક હોય છે

આપણા દેશમાં મોટાભાગના લોકો પાસે સેવિંગ અકાઉન્ટ હોય છે, જેમાં તેઓ પોતાનાં બાકી નાણાં રાખે છે. ઘણીવાર આપણને થોડા અઠવાડિયાં કે મહિનાઓ માટે આ પૈસાની જરૂર નથી હોતી. આવી સ્થિતિમાં, આપણે સામાન્ય રીતે આપણા બચેલા નાણાં સેવિંગ અકાઉન્ટમાં રાખીએ છીએ. પરંતુ આપણને આ નાણાં પર વિશેષ રિટર્ન મળતું નથી. પરંતુ જો તમે ઇચ્છો તો તમે આ નાણાંને લિક્વિડ ફંડમાં રોકાણ કરીને વધારે નફો મેળવી શકો છો. આજે અહીં તમને જણાવવામાં આવી રહ્યું છે કે, તમારા વધારાના પૈસા લિક્વિડ ફંડ અથવા સેવિંગ અકાઉન્ટમાંથી ક્યાં રાખવા યોગ્ય રહેશે.

લિક્વિડ ફંડ એટલે શું?
લિક્વિડ ફંડ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે. તે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, ડિપોઝિટ સર્ટિફિકેટ, ટ્રેઝરી બિલ્સ, કોમર્શિયલ પેપર્સ અને અન્ય ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. આ એવા ફંડ હોય છે જેમાં 91 દિવસ સુધી રોકાણ કરી શકાય છે. આમાં જોખમ પણ ઓછું હોય છે. આ ફંડમાં સેવિંગ અકાઉન્ટથી વધુ વ્યાજ મળી જાય છે. જો કે, તમે ઇચ્છો તો 91 દિવસ પહેલાં જ પૈસા ઉપાડી શકો છો. જો જરૂરી હોય તો સિક્વિડ ફંડને એક દિવસની અંદર કેશ કરી શકાય છે.

લિક્વિડ ફંડમાં ક્યારે રોકાણ કરવું?
આ ફંડમાં રોકાણ કરવું ત્યારે જ યોગ્ય હોય છે જ્યારે તમારી પાસે કોઈ જગ્યાએથી પૈસા આવ્યા હોય અને તે તમારા સેવિંગ અકાઉન્ટમાં થોડા દિવસો માટે રાખવાના હોય. જો તમારા પૈસા થોડા સમય માટે ખાલી પડ્યા હોય તો તેમાં રોકાણ કરવું ફાયદાકારક હોય છે. આવી સ્થિતિમાં તમારા નાણાં બચત અથવા ચાલુ ખાતામાં રાખવાને બદલે તેને લિક્વિડ ફંડમાં મૂકી દો.

સેવિંગ અકાઉન્ટમાં ઓછું વ્યાજ મળે છે
દેશનાં સૌથી મોટાં સેવિંગ અકાઉન્ટ પર વાર્ષિક 2.70% લેખે વ્યાજ મળે છે. તેમજ, પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ પર 4% લેખે વ્યાજ મળશે. મોટાભાગની બેંકો સેવિંગ અકાઉન્ટ પર 4% વ્યાજ આપે છે.

સેવિંગ અકાઉન્ટ Vs લિક્વિડ ફંડ: રિટર્ન
સેવિંગ બેંક અકાઉન્ટ પર સામાન્ય રીતે 2.5%-4%ના દરે વ્યાજ મળે છે. તેની તુલનામાં લિક્વિડ ફંડ સ્કીમ્સ તમને 6.6%-6.7% લેખે વ્યાજ આપે છે. આમાં મિનિમમ બેલેન્સ અથવા મિનિમમ ઇન્વેસ્ટ કરીકે કોઈ રકમ બંધાયેલી નથી હોતી. તેથી, લિક્વિડ ફંડ ટૂંકાગાળા માટે વધારે રિટર્ન વળતર આપી શકે છે.

સેવિંગ અકાઉન્ટ Vs લિક્વિડ ફંડ: રિસ્ક
લિક્વિડ ફંડ્સમાં બહુ ઓછું રિસ્ક હોય છે કારણ કે, તે મુખ્યત્ત્વે ડેબ્ટ ફંડમાં રોકાણ કરે છે. તેમાં બહુ ઓછું રિસ્ક હોય છે. જો કે, તે સમજવું મહત્ત્વપૂર્ણ છે કે લિક્વિડ ફંડ અથવા કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ખાસ કરીને માર્કેટ પર આધારિત હોય છે. બજારની પરિસ્થિતિઓને આધારે નેટ એસેટ વેલ્યુ (NAV) બદલાય છે. સામાન્ય રીતે સેવિંગ બેંક અકાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટનું કોઈ રિસ્ક નથી હોતું.

રોકાણ કરવા માટે 5 બેસ્ટ લિક્વિડ ફંડ

ફંડનું નામછેલ્લાં 1 વર્ષનું રિટર્ન (%)2019નું રિટર્ન (%)
નિપ્પોન ઇન્ડિયા લિક્વિડ ફંડ4.46.7
આદિત્ય બિરલા સન લાઇફ લિક્વિડ ફંડ4.46.7
Axis લિક્વિડ ફંડ4.46.6
UTI લિક્વિડ કેશ પ્લાન4.36.6
ICICI પ્રુડેન્શિયલ લિક્વિડ ફંડ4.46.6